________________
ગાથા૨૦૫
૨૦૯ ઉપસર્ગની ખબરેય નથી. અંતરમાં આત્માના ઊંડાણમાં ઉતરી ગયા. સ્વભાવનું ભાન તો હતું, અનુભવ તો હતો, પણ એથી વિશેષ અવગાહન અંદરમાં ગયા. આહાહા.! એ સમુદ્રમાં પડવા છતાં મહાસમુદ્ર ચૈતન્ય રત્નાકર, એમાં પડ્યા તેની મુક્તિ થાય છે, કહે છે. આહાહા.! સમજાણું?
એ અહીં કહે છે, કેવળ જ્ઞાનથી જ.” આ તો એક થયું. કથંચિત્ રાગથી અને કથંચિત્ જ્ઞાનથી (એમ નથી કહ્યું). આહા.! આ તો “અમૃતચંદ્રાચાર્ય', આહાહા..! તેમની ટીકા (છે) અને કુંદકુંદાચાર્યના પાઠમાં છે ને? “ ગુણે વિદીપ હૂં તુ પૂર્વ વહુ વિ
નકંતા' ઘણી ક્રિયાકષ્ટ હોય તોપણ (સ્વરૂપ પ્રાપ્તિ થતી નથી. બસ ! એનો અર્થ ટીકાકાર કરે છે. આહા...! ભગવાન પૂર્ણાનંદનો નાથ અનંત ચૈતન્યમણિ છે, દરિયો-સમુદ્ર ભર્યો છે, એમાં ડૂબકી માર. આહાહા.! એ સ્વરૂપમાં અવગાહન કર. અવગાહનનો અર્થ સ્વરૂપ તરફ સન્મુખ થા. અવગાહન નામ ધ્રુવમાં કંઈ પ્રવેશ થતો નથી. છે તો નિર્મળ પર્યાય, એ કંઈ ધ્રુવમાં પ્રવેશ નથી કરતી, પણ આ બાજુ અવગાહન છે એ આમ કર, એ માટે અવગાહન કહ્યું. આહા...! બાકી ધ્રુવ પરમાત્મ સ્વરૂપમાં કોઈ પ્રવેશ કરી શકતું નથી. પરંતુ સન્મુખ થયો તેણે અવગાહન કર્યું, એમ કહેવામાં આવે છે. આહાહા...!
કેવળ જ્ઞાનથી જ.' (અર્થાતુ) આત્માના શુદ્ધ સ્વરૂપની એકાગ્રતાથી જ. એ “જ્ઞાન” શબ્દ જ્ઞાનની શુદ્ધ પરિણતિ, એનાથી જ. “જ્ઞાનની...” આત્માની પ્રાપ્તિ થાય છે. આહા...! માટે...” આ કારણે “જ્ઞાનશૂન્ય ઘણાય જીવો.” પોતાના જ્ઞાનસ્વરૂપની શ્રદ્ધા અને જ્ઞાનથી શૂન્ય, તે પુષ્કળ (ઘણા પ્રકારનાં) કર્મ કરવાથી પણ ઘણા ક્રિયાકાંડ કરે. ઓ...હો...! સવારથી રાત સુધી ક્રિયાકાંડમાં મશગુલ. શુભભાવ, શુભભાવ, ભગવાનનું સ્મરણ, સ્મરણ, સ્મરણ. આહાહા...!
આ જ્ઞાનપદને પામતા નથી...” આ જ્ઞાનપદને પ્રાપ્ત કરી શકતા નથી. અને આ પદને નહિ પામતા થકા તેઓ કર્મોથી મુક્ત થતા નથી;” આહા.! એ તો કર્મથી મુક્ત થતા નથી અને કર્મમાં, રાગમાં આવી જાય છે તો ચાર ગતિમાં રખડે છે. આહાહા.! માટે કર્મોથી મુક્ત થવા ઇચ્છનારે આહાહા! મોક્ષના ઇચ્છુકે, કર્મથી છુટવાના ઇચ્છુકે કેવળ (એક) જ્ઞાનના આલંબનથી,' એક ભગવાનઆત્મા આનંદસ્વરૂપ પ્રભુ, તેના આલંબનથી જ નિયત જ એવું આ એક પદ પ્રાપ્ત કરવાયોગ્ય છે.” નિયત નામ નિશ્ચય એક પદ – પરમાત્મપદ મોક્ષપદ પ્રાપ્ત કરવું જોઈએ. આહા...! આવી વાત છે.
ભાવાર્થ:- જ્ઞાનથી જ મોક્ષ થાય છે... એ જ્ઞાન એટલે શાસ્ત્રના જાણપણા એ જ્ઞાન નહિ. જ્ઞાનસ્વરૂપ ભગવાન, તેની એકાગ્રતા થવાથી જે જ્ઞાન પ્રગટ થયું, વીતરાગી પર્યાય પ્રગટ થઈ એ જ્ઞાનપર્યાય. આહાહા...! વીતરાગ સ્વરૂપ ભગવાનઆત્મા, તેના અવલંબનથી વીતરાગી પર્યાય ઉત્પન્ન થઈ તેને જ્ઞાન કહેવામાં આવે છે. રાગ નહિ તો જ્ઞાન, એમ.