________________
૨૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ચારિત્રની પર્યાય સાથે રાગ રહિત છે. જ્ઞાનમાં એકાગ્રતાથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને ચારિત્ર ત્રણે આવી જાય છે. આહાહા...! પણ એ ચારિત્ર એટલે અંતર સ્વરૂપમાં રમણતા એ ચારિત્ર. પંચ મહાવ્રતના પરિણામ તો અચારિત્ર છે. અરે. અરેઆવી વાતું. આહા...! કેટલા મનુષ્ય મરેલા બિચારા ચાલ્યા ગયા. આહાહા! ઘણે કાળે તો મનુષ્યપણું મળે, એમાં આવું થાય એટલે પાછા ક્યાંય (જાય). આહાહા...! અરે.! પ્રભુ! તને દુર્લભ (મનુષ્યપણું) મળ્યું છે ને? ઈ કહેશે, જુઓ!
માટે મોક્ષાર્થીએ જ્ઞાનનું જ ધ્યાન કરવું છે ને? “જ્ઞાનથી જ મોક્ષ થાય છે, કર્મથી.' ક્રિયાકાંડ, કર્મ એટલે રાગાદિ ક્રિયા માટે મોક્ષાર્થીએ જ્ઞાનનું જ ધ્યાન કરવું એમ ઉપદેશ છે. આત્માનું ધ્યાન પોતાની પર્યાય ધ્યાનમાં ધ્યેય બનાવવું. પરથી, દેહથી છૂટીને સ્વનું ધ્યેય કરીને જે નિર્મળ શુદ્ધ પરિણતિ થઈ તે જ મોક્ષનું કારણ છે. ક્રિયાકાંડનો કોઈપણ વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ, એ મોક્ષનું કારણ છે નહિ. આહાહા...!
•૦૦૦૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
( શ્લોક-૧૪૩ ))
(द्रुतविलम्बित) पदमिदं ननु कर्मदुरासदं सहजबोधकलासुलभं किल । तत इदं निजबोधकलाबलात् कलयितुं यततां सततं जगत्।।१४३।।
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે :
શ્લોકાર્ધ -[ રૂટું પમ્ ] આ જ્ઞાનસ્વરૂ૫) પદ [ નનુ વર્મયુર સર્વ ] કર્મથી ખરેખર ૧દુરસદ છે અને [ સહન-વાઘ-વતા-સુનમ વિત ] સહજ જ્ઞાનની કળા વડે ખરેખર સુલભ છે; [ તતઃ ] માટે [ નિન-વાઘ-વના-વતા ] નિજજ્ઞાનની કળાના બળથી [ રૂદ્ર વયિતું] આ પદને ‘અભ્યાસવાને [ ગત્ સતત ચેતતાં ] જગત સતત પ્રયત્ન કરો.
ભાવાર્થ :- સર્વ કર્મને છોડાવીને જ્ઞાનકળાના બળ વડે જ જ્ઞાનનો અભ્યાસ કરવાનો આચાર્યદેવે ઉપદેશ કર્યો છે. જ્ઞાનની કળા” કહેવાથી એમ સૂચન થાય છે કે - જ્યાં સુધી પૂર્ણ કળા (કેવળજ્ઞાન) પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાન હીનકળાસ્વરૂપ-મતિજ્ઞાનાદિરૂપ છે; જ્ઞાનની તે કળાના આલંબન વડે જ્ઞાનનો અભ્યાસ કરવાથી કેવળજ્ઞાન અર્થાતુ પૂર્ણ કળા પ્રગટે છે. ૧૪૩.