________________
૨૧૧
શ્લોક–૧૪૩ હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે :
(કુતવિન્વિત) पदमिदं ननु कर्मदुरासदं सहजबोधकलासुलभं किल । तत इदं निजबोधकलाबलात्
कलयितुं यततां सततं जगत्।।१४३।। આહાહા...! હે જગત! એટલે જગતના જીવો. આહા...! હે પ્રભુ! એમ કહે છે. આહાહા...! કુંદકુંદાચાર્ય તો “અષ્ટપાહુડમાં (કહે છે), હે મિત્રો દ્રવ્યલિંગી સાધુ હોય એને કહે છે કે, હે મિત્ર! તું આમાં – ક્રિયાકાંડમાં કયાં રોકાઈ ગયો? પ્રભુ! અંદરમાં જાને. આહાહા...! હે મહાસા એમ કહે છે. હે મિત્રા મહાજસા આદિ ઘણા શબ્દ “અષ્ટપાહુડમાં વાપર્યા છે. આહા.! પ્રભુ! જ્યાં ભગવાન બિરાજે છે ત્યાં અંદર જાને. બહારમાં કયાં ભટક્યા ભટક કરે છે? આહા.! શુભાશુભ પરિણામમાં ભટકવું, પ્રભુએ તો સંસાર છે. આહાહા...!
મુમુક્ષુ – શુભ તો દુ:ખ છે.
ઉત્તર :- ઘોર સંસાર છે અને સંસાર એ દુઃખ છે. શુભભાવ. એ તો આવી ગયું. શુભભાવ એ આકુળતારૂપ દુ:ખ છે. શુદ્ધભાવ એ અનાકુળતારૂપ સુખ છે. સાધક જીવને. પંડિતજી! તમારો પ્રશ્ન હતો ને? સમકિતદષ્ટિને એકસાથે આ હોય છે. મિથ્યાષ્ટિને તો એકલી કર્મકાંડ ને રાગના દુ:ખરૂપ ફળ હોય છે. કેવળીને એકલા જ્ઞાનકાંડની પરિણતિ શુદ્ધ હોય છે, કર્મકાંડ જરીયે નથી. સાધકજીવને ત્રણેય એક સમયમાં હોય છે. એટલે આમ તો એક સમયમાં બે હોય છે. જ્ઞાનસ્વરૂપની એકાગ્રતા એ જ્ઞાનકાંડ અને કાં શુભની એકાગ્રતા એ શુભભાવ એ કર્મકાંડ, પણ શુભ વખતે અશુભ ન હોય. એકસાથે બે હોય. અને જ્યારે અશુભ આવે છે તો જ્ઞાનની પરિણતિ પણ શુદ્ધ છે અને અશુભ પણ છે, એ દુઃખરૂપ પણ છે. એ અશુભભાવ તીવ્ર દુઃખરૂપ છે, શુભભાવ મંદ દુઃખરૂપ છે. મંદ દુઃખરૂપ અને જ્ઞાનની શુદ્ધિનો આનંદ એક સમયમાં હોય છે. અને કાં જ્ઞાનની શુદ્ધિનો આનંદ અને અશુભભાવરૂપી ભાવ એકસાથે હોય છે પણ શુભ અને અશુભ એકસાથે નથી હોતા. બે હોય છે. અજ્ઞાનીને તો એક જ અજ્ઞાન, રાગદ્વેષ, શુભઅશુભ દુઃખરૂપ છે. આહાહા.! હજી તેના યથાર્થ જ્ઞાનના ઠેકાણા નથી. આહાહા.!
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:- આ (જ્ઞાનસ્વરૂપ) પદ.” જ્ઞાનસ્વરૂપ ભગવાન, તેનું પદ, નિનુ વર્મયુર સર્વ કર્મ નામ ક્રિયાકાંડથી ખરેખર દુરાસદ છે.” દુઃપ્રાપ્ત છે. ન જીતી શકાય. આહાહા...! એ લાખ, કરોડ ક્રિયાકાંડ કરે. આહાહા...! ક્લેશ કરો તો કરો પણ એ આત્માને લાભ નથી. એ તો આવી ગયું. આવી વાત લોકોને આકરી પડે. વળી શાસ્ત્રમાં “જયસેનાચાર્યની ટીકામાં તો ઘણે ઠેકાણે સાધન-સાધક (આવે). વ્યવહાર એ સાધક