________________
૨૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ છે અને નિશ્ચય સાધ્ય છે, એમ આવે. એ તો જેને નિશ્ચય થયું છે તેને સાધકનું જ્ઞાન કરાવ્યું વ્યવહાર, કે ત્યાં રાગની આવી મંદતા છે તેનું જ્ઞાન કરાવ્યું. અરે.રે.! શું થાય પણ? શાસ્ત્રના અર્થો પણ પોતાની દૃષ્ટિએ કરવા, જે શાસ્ત્રને કહેવું છે તે બાજુ દૃષ્ટિ લઈ જવી નહિ અને પોતાની દૃષ્ટિએ તેનો અર્થ કરી નાખવો. આહાહા...! અનંતકાળથી
મુમુક્ષુ :- પોતાની દૃષ્ટિથી અર્થ કરે છે..
ઉત્તર :- એ જ કહે છે ને કે, પોતાની દૃષ્ટિથી કરે છે, પણ શાસ્ત્રની દૃષ્ટિથી કરતો નથી. શાસ્ત્રને શું કહેવું છે? એ દૃષ્ટિથી કરતો નથી. પોતાની દૃષ્ટિ જોડી અને તેનો અર્થ કરે. આહાહા..! અને દૃષ્ટિ તેવી સૃષ્ટિ. મિથ્યાદૃષ્ટિ છે તો એ શાસ્ત્રમાંથી કાઢે તો વિકારની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. સમ્યગ્દષ્ટિ શાસ્ત્રમાંથી કાઢે તો નિર્મળ પર્યાયની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. આહાહા.! આવું કામ છે.
“તુર/સર્વે કર્મ શબ્દ જડ કર્મ નહિ. કર્મ શબ્દ પુણ્યની ક્રિયા. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા આહાહા.! એવા જે શુભભાવરૂપી કર્મ, કર્મ એટલે વિકારી કાર્ય. તેનાથી ખરેખર “દુરસä એમાં ખરેખર તેનાથી ધર્મની પ્રાપ્તિ છે નહિ. તેનાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આહાહા...! આ વાત. એક તો જુવાન શરીર હોય, કાયમ પાંચ-પચીસ લાખની જોગવાઈ હોય, આહા...! પત્ની ઠીક હોય, મકાન ઠીક હોય, ખાવા-પીવાના (સાધનો હોય), આહા...! હવે એમાં એને આ ક્યાં સૂઝ પડે? એકલા પાપમાં પચ્યો એની તો વાત શું કરવી પણ કહે છે કે પુણ્યમાં આવ્યો અને પુણ્યની ક્રિયા એણે ઘણી કરી, તેનાથી ધર્મ થતો નથી. તેમાં આત્માની પ્રાપ્તિ થતી નથી. એ દુઃખથી આત્માના આનંદની પ્રાપ્તિ થાય? આહાહા...! આકરું કામ.
અરે..! એણે અનંતવાર... આહાહા.! આમ જીવતા સિંહ નીકળ્યા, સિંહ પકડ્યા, જીવતા ખાય. આહાહા! બાપુ જીવતો જીવ છે એને ખા ને, એને અનુભવને! આહાહા...! અત્યારે તો એવું સાંભળ્યું છે, એક દેશ એવો છે કે બકરીના નવા બચ્ચા આવે, નવા જન્મે એને) સીધાં ખાય, બટકા ભરે. બકરીના બચ્ચા. કુણા પાધરા આમ ખાય. ફોટામાં આવ્યું હતું, ફોટામાં આવ્યું હતું. એક માણસ ખાતો હતો. સીધું જીવતું બકરીનું બચ્ચું જન્મેલું, આમ ખાતો હતો. ફોટામાં આવ્યું હતું. આહાહા.! આવા અનાર્ય દેશમાં જન્મ, એને આ વાત સાંભળવા મળે નહિ. આહાહા...! અરે.! વર્તમાન દુઃખી, ભવિષ્યમાં દુઃખી. દુઃખની ગતિમાં જવાના. એ તો નરક ને પશુ આદિ (થાય). આવા તો સીધા નરકમાં જવાના. આહા...! અરે..રે..!
આ જ્ઞાન કર્મોથી દુરાસદ (છે). [સન-વોધ- ના-સુનમ વિરુને] “સહજ જ્ઞાનની કળા...” આહાહા..! એનો અનુભવ. સહજ જ્ઞાનના અનુભવ દ્વારા “ખરેખર સુલભ... આહાહા...! એ કળા. આ કળા. આહાહા.! જ્ઞાનની કળા નામ જ્ઞાનનો અનુભવ એ જ્ઞાનની કળા (છે).