________________
ગાથા ૧૯૩
૨૩
કારણ, એમ. કર્મ ખરે છે તેમાં આ નિમિત્ત છે એમ નહિ. ભોગોપભોગ નિર્જરાનું જ કારણ કહેવામાં આવે છે. આહાહા...! એ સંયોગ આવ્યો એ આવ્યો, ફરીને સંયોગ આવવાનો નથી. રાગ પણ આવ્યો એ આવ્યો ફરીને એ રાગ આવવાનો નથી. પાકેલું ફળ જેમ ડીંટીયેથી સડીને ગળી જાય, પડી જાય એમ જ્ઞાનીને કર્મનો પાક આવીને સડીને ગળી જાય છે. આહાહા...! આવી તત્ત્વની વાત છે. નવરાશ પણ ન મળે. સાંભળવાની નવરાશ ન મળે એ રુચે અને શ્રદ્ધે એ તો ક્યાં હતું? આહાહા.! અરે..રે...! ટાઈમ ચાલ્યા જાય છે. મૃત્યુની સમીપે (જાય. છે). એક એક સમય જાય છે એ મૃત્યુની સમીપે જાય છે. દેહની (છૂટવાની) સ્થિતિ નક્કી છે કે આ ક્ષેત્રે, આ કાળે, આ સમયે (છૂટશે). આહાહા...!
સમ્યગ્દષ્ટિ વિરાગીના ભોગોપભોગને નિર્જરાનું નિમિત્ત કહેવામાં આવ્યો છે. પૂર્વ કર્મ ઉદયમાં આવીને તેનું દ્રવ્ય ખરી ગયું...” આ દ્રવ્યનિર્જરાની વાત છે. દ્રવ્યનિર્જરા એટલે કર્મના રજકણો ઉદય આવ્યા, સત્તામાં હતા ઈ ઉદય આવ્યા, પર્યાય તરીકે એ ખરી ગયા.
મુમુક્ષુ :- મિથ્યાત્વ અને અનંતાનુબંધીનું કર્મ ખરી ગય?
ઉત્તર :- બધા અહીં તો ખરી ગયા, અહીં તો કહે છે. આનંદના સ્વાદ આગળ (બધા ખરી ગયા). જરી ચારિત્રમોહનો રાગ આવ્યો, કીધું ને! પણ એ પણ એનો રસ નથી એટલે ઊડી ગયો. એનો પણ ખરેખર બંધ નથી. થોડો રસ ને સ્થિતિ, બંધ પડે એની ગણતરી નથી. આહાહા.! સર્વથા પાછો બંધ નથી એમ નથી. અહીં તો અત્યારે સમ્યગ્દર્શન, એના જ્ઞાન અને આનંદના સ્વાદ આગળ આખી દુનિયાનો સ્વાદ ઊડી ગયો છે. ચક્રવર્તીના રાજ પણ જેને સડેલાં તરણા લાગે, ઇન્દ્રના ઇન્દ્રાસનો પણ સડેલાં મીંદડાં, મરી ગયેલા મીંદડા સડેલાં હોય એમ લાગે. આહાહા...! અજ્ઞાનીને તો પાંચ-પચીસ લાખની સામગ્રી મળી ત્યાં તો.. આહાહા.! હમણાં અમે ચડતી ડગરીએ છીએ, અમારું બધું ચડતું છે. આહાહા.! ચડતું છે કે પડતું છે તને ખબર નથી. આહાહા..! દુનિયાથી જુદી વાત છે, બાપુ! આહાહા..! ભગવાન વીતરાગનો માર્ગ અને દુનિયાની રીત ને પદ્ધતિ આખી ઉગમણે-આથમણે ફેર છે. આહા..!
હવે ભાવનિર્જરાનું સ્વરૂપ કહે છે :-એ દ્રવ્યનિર્જરાનું કહ્યું. હવે ભાવનિર્જરા એટલે? અશુદ્ધતા થોડી થાય જરી પણ એ તરત ખરી જાય, એમ કહે છે. જેમ ઓલી સામગ્રી આવે પણ એ ચાલી જાય છે. એની સાથે સંબંધ છે નહિ. અને ભાવનિર્જરા એટલે ધર્મીને પણ જરી રાગનું વેદન આવે પણ એ વેદન ખરી જાય છે. આહાહા...! આવી વાતું. આ તો બહારમાં સલવાઈ ગયા. આ ક્રિયાકાંડ ભક્તિ કરી ને પૂજા કરી ને દેરાસર બનાવ્યા ને મૂર્તિઓ સ્થાપી ને, ઓહો.. જાણે અમે શું કર્યું પાંચ-દસ લાખ ખર્ચ્યુ હોય એમાં જાણે આહાહા...! ધૂળેય કર્યું નથી. કર્યું નથી એમ નહિ, કર્યું છે, ભ્રમણા (કરી છે). મિથ્યાત્વને સેવે છે. આહાહા...! બપોરે તો ત્રણ દિથી ચાલે છે ને? કર્મની વાત. આહાહા..!