________________
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ઉત્તર :- આ શું કહે છે? જુઓને! એના શેઠ આવ્યા નહોતા? “ચીમનભાઈના. “મુંબઈ. મુંબઈ! પચાસ કરોડ રૂપિયા, પચાસ કરોડ! “કીલાચંદ દેવચંદ', “રામદાસ'. એની વહુ આવ્યા હતા, વહુ જૈન... વહુ જેન દેરાવાસી હતા) અને આ વૈષ્ણવ. દર્શને આવ્યા, આવે તો ખરા ને ઘરે લઈ ગયા હતા, પૈસા મૂક્યા હતા. પંદરસો ઘરે મૂકયા હતા, અહીં હજાર મૂક્યા હતા. પચાસ કરોડ રૂપિયા, “મુંબઈ', આ ‘ચીમનભાઈના શેઠ. આહાહા.! કેટલી મારી દુકાનો ને કેટલા મારા છોકરાઓ રળાઉ ને કેટલો હું ફાલ્યોફૂલ્યો છું! આહાહા.! એમના શેઠ પણ પૈસાવાળા છે. જામનગરના. એમને સાડા ત્રણ કરોડની પેદાશ છે. ધૂળ. ધૂળના ઢગલા. મરીને જો ક્યાંના ક્યાં. આહાહા.! સંયોગી ચીજ વિયોગ લઈ આવે. સંયોગી ચીજ વિયોગ લઈને જ આવે છે. આહાહા...! અરે.રે...! આહાહા.! પ્રભુ તો એમ કહે છે, પ્રભુ! તું તો નિત્યાનંદ પ્રભુ છો ને! આ પર્યાયનો સંયોગ થાય એને અમે સંયોગ કહીએ છીએ, કહે છે. નિર્મળ પર્યાય, હોં! આહાહા.! - ત્રિકાળી નિત્યાનંદ પ્રભુ આનંદનું દળ, સુખનો સાગર, અમૃતનો મોટો ભંડારા આહાહા...! જેના ભંડારની ખુમારી આગળ કોઈ પત્તો નહિ એવો અમૃતનો સાગર! આહાહા...! એની પાસે રાગની શી ગણતરી? હેં? આહા...! એને એમ લાગે કે, કેવા પૈસા થયા ને છોકરાઓ રળાઉ ને ઝેર છે બધા, આહાહા.! ઝેરના પ્યાલા હોંશે કરીને પીવે છે.
મુમુક્ષુ :- છોકરાઓ કર્મી થયા.
ઉત્તર :- કર્મ થયા. આહાહા.! છોકરો જ કોનો છે તે કર્મી ને ધર્મી આત્માને છોકરો કેવો અને આત્માને બાપ કેવો? આહાહા...! એ તો પરઆત્મા છે, પરશરીર છે, શરીર જડ પરમાણુ છે. આત્મા પર છે, એની પર્યાય પરમાં છે, તારે અને એને છે શું? આહાહા...!
ઈ જ કહે છે, “રાગદ્વેષમોહ વિના જ તેના ફળને ભોગવતો હોવાથી તેને કર્મ આસ્રવતું નથી, આસવ વિના આગામી બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ તો પોતાનો રસ દઈને ખરી જ જાય છે..” ખરી જ જાય છે, એમ પાછું. જ! આહાહા...! ચૈતન્યહીરલો
જ્યાં હાથ આવ્યો અને આ છોકરા, ઠીકરા, પૈસા ને હીરા, છોકરા ને છોડિયું ને બાયડી ને એ બધા ઠીકરા લાગે છે). હીરો, આ ચૈતન્યહીરો અંદર પડ્યો છે. આહાહા...! એની કિંમત આગળ બીજા બધાની કિમત ઊડી ગઈ. આહાહા..! તેથી મારાપણામાં એને મીઠાશ રહી નહિ. આહા.! તેથી કર્મ ખરી જાય છે.
“કારણ કે ઉદયમાં આવ્યા પછી કર્મની સત્તા રહી શકે જ નહિ.” ઉદયમાં આવ્યું એ તો ખરી જ જાય. કાં તો એ રાગ-દ્વેષ કરે તો નવું બંધાય, ન કરે તો અમસ્તુ પણ ખરી જાય અને અમસ્તુ પણ ખરી જાય. આહાહા...! “આ રીતે તેને નવો બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ નિર્જરી ગયું તેથી તેને કેવળ નિર્જરા જ થઈ.” આહાહા...! “માટે સમ્યગ્દષ્ટિ વિરાગીના ભોગોપભોગને નિર્જરાનું જ નિમિત્ત કહેવામાં આવ્યો છે.” નિમિત્ત એટલે નિર્જરાનું