________________
ગાથા ૧૪ છે એ અંશ અને વિકૃત ઉપર છે બધી, એ દૃષ્ટિ અંશી આખા નિર્વિકારી પરમાત્મસ્વરૂપ ઉપર દૃષ્ટિ પડતાં એને ચારિત્રમોહનો રાગ આવે એ પણ દુઃખરૂપ અને ઝેર લાગે, કાળો નાગ લાગે. આ હા...હા! અહીં તો બે-ચાર છોકરા ઠીક થયા, એમાં બે-બે લાખ, લાખલાખની પેદાશવાળા થયા (તો) બસ! મજા માને. મારી નાખ્યો પ્રભુ! તેં તને. તને તેં મારી નાખ્યો. જીવતી જ્યોત આનંદનો સાગર એમાં આનંદ ન માનતાં જેમાં આનંદ નથી તેમાં માન્યો, પ્રભુ! મારી નાખ્યો તેં તો. આ નહિ, આવડો નહિ, એ નહિ, હું નહિ. આહાહા...! આહાહા...! વીતરાગમાર્ગનું સમ્યગ્દર્શન અને એના પંથની રીત કોઈ અલૌકિક છે. આહાહા...!
‘વિરાણી ઉદયમાં આવેલા કર્મને માત્ર.” ભાષા એમ છે ને? “માત્ર જાણી જ લે છે. તેના પ્રત્યે તેને રાગદ્વેષમોહ નથી.” આહાહા.! “આ રીતે...” આ પ્રકાર કહ્યો તે પ્રકારથી રાગદ્વેષમોહ વિના જ તેના ફળને ભોગવતો હોવાથી.. આહાહા.! એ પાછી વાત કરી. બહારમાં આમ ભોગવતા દેખાય નો ભોગવે કોને? પરદ્રવ્યને ભોગવે? આહાહા.! પરદ્રવ્યને તો અજ્ઞાની પણ ભોગવી શકતો નથી. આહાહા...! અજ્ઞાની ભોગવે તો રાગદ્વેષને. પરને તો અડતોય નથી, અડી શક્યો નથી કોઈ દિ. આહાહા...! તો જ્ઞાનીને કહે છે કે, આ રીતે રાગ વિના તેના ફળને ભોગવતો, દેખાય ખરું ને એટલે એમ કહ્યું). આહાહા...! તેને કર્મ આસવતું નથી, તેને નવા કર્મ આવતા નથી. આહાહા.! અધિકાર નિર્જરાનો છે ને? નવા આવતા તો નથી પણ જૂનાં ખરી જાય છે. આહાહા...!
‘આસવ વિના આગામી બંધ થતો નથી... નવા કર્મ આવ્યા વિના નવો બંધ થતો નથી. આવતા નથી ત્યાં વળી બંધ ક્યાંથી થયો? આ...હા...હા...! જ્યાં સ્વસ્વભાવ દરિયો ભર્યો છે આનંદનો, આનંદના જળથી ભરેલો સાગર પ્રભુ, એની આગળ રાગની તુચ્છતા લાગતા રાગનો રસ જ ઊડી ગયો છે, પણ ભોગવે છે એમ વ્યવહારે કહેવાય. તેથી એને નવું કર્મ આવતું નથી. આહા! “આસવ વિના આગામી બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ તો પોતાનો રસ દઈને ખરી જ જાય છે...” આ.હા..હા...!
ઉદય આવે છે પણ ખરી જાય છે. પૂર્વમાં અજ્ઞાનભાવે બાંધેલા કર્મ સત્તામાં પડ્યા છે. આહાહા.! એ આવે છે, આવવા છતાં વર્તમાન ઉપયોગ જેટલો કરે તે પ્રમાણે ભોગવે. જ્ઞાનીનો ઉપયોગ તો તેના પ્રત્યે છે નહિ. આહાહા.! સ્ત્રીનો અર્થ આવે છે ને બાળ, સ્ત્રી ને પુરુષ ને. એમ સત્તામાં પડેલા કર્મ ઉદયમાં આવ્યા, ઉદયમાં આવ્યા પણ પોતાપણે જાણતો નથી. આહાહા...! અને અજ્ઞાની પોતાપણે જાણીને એને વેદ અને અનુભવે છે. આહાહા...! એમાં પાંચ-પચાસ લાખ, કરોડ, બે કરોડ પૈસા હોય, છોકરા સારા થયા, નોકર સારા કામ કરતા હોય. આ.હા...! ફૂલ્યાફૂલ્યા દેખે એને કે અમે ફાલ્યાફૂલ્યા. ઝરમાં! ઝેરમાં ફાલ્યાફૂલ્યા છે. આહાહા...!
મુમુક્ષુ :- આપને ઈ ઝેર લાગે છે.