________________
૨૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ વળી નિશ્ચયથી તો, જ્ઞાતાપણાને લીધે લ્યો, જોયું? “સમ્યગ્દષ્ટિ વિરાણી ઉદયમાં આવેલા કર્મને માત્ર જાણી જ લે છે....... પ્રેમ નથી એ તો ઠીક, કહે છે. બાકી તો જ્ઞાનનો સ્વભાવ જ એ વખતે એવો હોય છે કે એને જાણે એમ કહેવું એ પણ વ્યવહાર છે. રાગને જાણે એ પણ (વ્યવહાર છે, પણ જ્ઞાનની પર્યાયનો એ વખતનો સ્વભાવ સ્વપપ્રકાશક પોતે પોતાની સત્તાના સામર્થ્યથી પ્રગટે છે. આહા...! એને એ જાણે છે. આહાહા..! “જ્ઞાતાપણાને લીધે...” એમ કે, નિશ્ચયથી તો જ્ઞાતાપણાને લીધે. વ્યવહારથી વાત આમ કરી કે રાગને દુઃખરૂપ જાણે, જોડાય જાય, સામગ્રીમાં જોડાય પણ ખરેખર જુઓ તો એ વાત એમ છે નહિ. આહાહા...! હવે આવી વાતું સાંભળવા મળે નહિ અને બહારમાં જરી થોથાં ભણે ત્યાં... આહાહા...! આ બાયડી મારી ને આ છોકરા મારા ને પૈસા મારા અરે...! કયાં બાપા? ક્યાં તું અને કયાં એ? ક્યાંય ઊગમણે આથમણે ક્યાંય કોઈ દ્રવ્યથી સાથે મેળ ન મળે. આહાહા.! એ તો અજ્ઞાનીને પણ (એમ છે). હવે અહીં તો કહે, જ્ઞાનીને જરી રાગ આવે એની સાથે મેળ નથી. આહાહા..! અરે...! મારો વીતરાગ સ્વભાવ, એના સ્વાદની મીઠાશ આગળ રાગના ઝેરની મીઠાશ ઝેર જેવી લાગે. આહા..હા...! એ કરતાં અહીં તો કહે છે કિ નિશ્ચયથી જો કહીએ તો તે જાણનાર-દેખનાર જ છે. એ વિષય ને રાગ આવે ને પીડા જાણે ને સામગ્રીને ભોગવે ને એ વાત વ્યવહારથી ભલે કરી. આહાહા...!
જ્ઞાતાપણાને લીધે સમ્યગ્દષ્ટિ...” જુઓ! આ ધર્મની દશાની વાત છે, બાપા! આહાહા.! ત્રણલોકનો નાથ જ્યાં જાગીને ઉઠે છે તેના સ્વાદની મીઠાશ આગળ આખી દુનિયા એને ઝેર જેવી લાગે છે. આહા...! ક્યાંય એને રસ આવતો નથી. રસ આવ્યો છે ત્યાંથી નીકળતો નથી. આહાહા.! આવું ધર્મનું સ્વરૂપ હવે. આહાહા...! “જ્ઞાતાપણાને લીધે સમ્યગ્દષ્ટિ વિરાગી ઉદયમાં આવેલા કર્મને માત્ર જાણી જ લે છેપહેલું કીધું હતું કે, રાગનો સ્વાદ જરીક દુઃખરૂપ લાગે, સામગ્રી લ્ય, ઇલાજ કરે, રોગી જેમ રોગનો ઇલાજ કરે (તેમ). એ તો એક સમજાવવાની વાત (કરી). આહાહા.! પણ ખરેખર તો તેના પ્રત્યે તેને રાગદ્વેષમોહ નથી.” જાણી લ્ય છે પછી પ્રશ્ન ક્યાં (છે)? આ...હાહા...!
ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો સાગર, એના આનંદની કયાંય ગંધ ન મળે, વિષયમાં, પૈસામાં, છોકરામાં, દીકરામાં એની ઉપર નજર જતાં ઝેર આવે. આહાહા.! એ કહે છે કે, અમે એક અપેક્ષાએ સમજાવ્યું, બાકી તો રાગ આવે તેને જાણી લ્ય છે. આહાહા...! જુઓ! આ વસ્તુનું સ્વરૂપ. અરે..! એને જાણ્યા વિના ચોરાશીના નરક અને નિગોદના દુઃખો સહન કર્યા, બાપા! સાંભળ્યા જાય નહિ. આહાહા..! અને જ્યાં સુધી મિથ્યાત્વમાં પડ્યો છે. આહાહા.! ભાઈ! એની આ સામગ્રી વિખાઈ જશે. એવી સામગ્રીમાં જવું પડશે. નિગોદ ને નરકમાં. આહાહા...! માટે ફરી જા. બહારના પ્રેમથી ફરી જા, અંદરના પ્રેમમાં આવી જા. આ...હા..હા...! પલટો મારવાની વાત છે. કરવાનું બધું આ. દૃષ્ટિ જે પર્યાય અને રાગ ઉપર