________________
ગાથા-૧૯૩
૧૯
પીડા કરે... અંદર રાગ આવે, દુઃખ આવે, દુઃખ આવે. કોઈ રીતે રાગ ખસતો ન હોય.
આહાહા..!
અને પોતે બળહીન હોવાથી પીડા સહી શકતો નથી... આહાહા..! રાગાદિ આવ્યો પણ એને ટાળી શકતો નથી. આહાહા..! એની પીડા દૂર કરીને સહી શકતો નથી. આહા..! રાગ છે. આહાહા..! પીડા સહી નહિ શકતો હોવાથી. ત્યાં સુધી–જેમ રોગી રોગની પીડા સહી શકે નહિ ત્યારે તેનો ઔષધિ આદિ વડે ઇલાજ કરે... રોગી. દૃષ્ટાંત છે આ તો, હોં! તેમ–ભોગોપભોગસામગ્રી વડે વિષયરૂપ ઇલાજ કરે...' આહા..! એ નિમિત્તથી કથન છે. એ સામગ્રીનું લક્ષ, રાગ છે ને? એટલે ઓલી સામગ્રી પ્રત્યે લક્ષ જાય છે તેથી એનો ઉપભોગ કરે, એમ કહે છે. બાકી પરદ્રવ્યનો ઉપભોગ (કોણ કરે?) આહા..! ભોગોપભોગસામગ્રી વડે વિષયરૂપ ઇલાજ કરે છે;...’ સમજાવવું છે તો શું સમજાવે? બાકી ૫૨૫દાર્થને અડતોય નથી. આહાહા..! રાગ આવે, રાગને સહન કરી શકતો નથી એટલે છૂટતો નથી એટલે કમજોરીને લઈને રાગની પીડા સહન થતી નથી તેથી પીડામાં જોડાય જાય. આહાહા..! તેથી બાહ્યની સામગ્રી ઉ૫૨ એનું લક્ષ જાય છે, એમ કહે છે. ભાષા તો એમ છે કે, ભોગોપભોગસામગ્રી વડે વિષયરૂપ ઇલાજ કરે છે;...' ભાષા તો શું (કરે)? એ જાતનો રાગ આવ્યો અને એ જે સામગ્રી છે એના પ્રત્યે લક્ષ ગયું એટલે ઇ સામગ્રીનો ઇલાજ કરે છે. આહાહા..! અડતોય નથી અને ઇલાજ કરે છે. આહાહા..!
પરંતુ જેમ રોગી રોગને કે ઔષધિને ભલી જાણતો નથી...’ રોગી રોગને કે રોગને મટાડવાના ઔષધને (ભલી જાણતો નથી). રહેજો અવસર સદાય આ. રોગ રહે અને લોકો જોવા આવે, (એવી) રોગની ભાવના હશે? આહાહા..! તેમ સમ્યગ્દષ્ટિ ચારિત્રમોહના ઉદયને...’ રોગ જાણે છે. આહાહા..! કે ભોગોપભોગસામગ્રીને ભલી જાણતો નથી.’ બે વાત લીધી. અંદરમાં થતો રાગ અને બહા૨ની થતી સામગ્રી, એને કયાંય ભલી જાણતો નથી. આહાહા...! જુઓ! આ તત્ત્વ દૃષ્ટિ! આહા..! વ્રત ને તપ ને ભક્તિ ને એ તો પછી વાત, એ શુભભાવ પણ બંધનું કારણ (છે). અહીં તો પહેલેથી ચારિત્રમોહનો રાગ આવે અને સામગ્રી પ્રત્યે લક્ષ જાય, એ ઇલાજ કરે એમ કહેવાય. આહાહા..! પણ રાગને, વિષયસામગ્રીને ભલી જાણતો નથી. આહા..! ભલી જાણતો નથી તો ભોગ કેમ કરે છે? અરે... બાપુ! આહા..! એ ઝેરથી છુટાતું નથી એટલે જરી ઝે૨માં જોડાય જાય છે. આ..હા..હા...! કોઈ સ્વચ્છંદી એનું નામ લઈને એમ કરે (તો) એમ ન ચાલે. એ તો અતીન્દ્રિય આનંદના સ્વાદ આગળ જેને રાગનો અને રાગની સામગ્રી જે છે તેના પ્રત્યેનો પ્રેમ ઊડી ગયો છે, સુખબુદ્ધિ ઊડી ગઈ છે. પોતાના આત્મામાં આનંદ છે એ સિવાય કોઈ ચીજ, રાગ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિ કોઈ પિ૨ણામમાં મારું સુખ અને સુખનું કારણ મારા આત્મા સિવાય ક્યાંય નથી. આહાહા...! ભલી જાણતો નથી.’
ન