________________
૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭ આ.હા...! “આ ભોગની સામગ્રી) પરદ્રવ્ય છે....” પરવસ્તુ છે). પરવસ્તુ અને મારામાં અત્યંત અભાવ છે. આહાહા.! આવો મારગ (છે).
૯૬ હજાર સ્ત્રીમાં રહેલો સમકિતી આત્મામાં રહ્યો છે ઇ. આહા...! ક્યાંય એને મારું છે, એવી નજરું મીઠી ક્યાંય છે નહિ. મીઠી નજરું પડી જ્યાં છે ત્યાં ભગવાન ઉપર, તે નજરે બીજાની કોઈ ચીજ પ્રત્યે મીઠાશ આપતો નથી. આહાહા.! એ પરદ્રવ્ય છે. મારે અને તેને કાંઈ નાતો નથી;” અહીં સુધી આવ્યું હતું. મારે અને એને કાંઈ નાતો નથી, કાંઈ સંબંધ નથી. અરે..! આહાહા..! ઘરે દીકરો આવે, કરોડો રૂપિયા પેદા કરીને આવે, મોટા અબજો પૈસા પેદા કરે, અરબસ્તાન દુકાન નાખી છે ત્યાંથી પૈસા આવ્યા છે. આહા..હા..! જેચંદભાઈ હતા ને? તમારા સાસરા. જેચંદભાઈ ! એ ત્યાંથી બહારથી આવ્યા હતા. હો...! કમાઉ દીકરો થયો, ભાઈ! તે દિ તો બે લાખ રૂપિયા (હતા). તે દિ બે લાખ એટલે પચીસત્રીસ ગુણા. એના બાપે બથ ભરી. આહાહા.!
જેને પોતાનો માન્યો એની સાથે બથ ભીડે. ભગવાન આત્માને જેણે જાણ્યો અને જેના અતીન્દ્રિય આનંદના સ્વાદમાં મીઠાશમાં આવ્યો, મીઠી નજરું મીઠાશમાં આવી. આહાહા...! સમ્યગ્દર્શન એ મીઠી નજર છે. એ મીઠી નજરે મીઠો ભગવાન આત્મા જ્યાં સ્વાદમાં આવ્યો એને બહારના ભાગ પરદ્રવ્ય છે એની સાથે કાંઈ નાતો નથી. આહાહા...!
કર્મના ઉદયના નિમિત્તથી તેનો અને મારો સંયોગ-વિયોગ છે.” છે? એ તો કર્મના ઉદયને લઈને સંયોગ આવે, ઉદય આવ્યો (એ) ખરી જાય તો સંયોગ ચાલ્યો જાય. આહા...! છતી ઋદ્ધિ એક ક્ષણમાં અબજો રૂપિયા પછી ખલાસ થઈ જાય. બિહારમાં છે ને કરોડપતિ? ફરવા ગયો (અને) આવ્યો ત્યાં મકાન સ્વાહા હેઠે.! શું કહેવાય છે? ધરતીકંપ! ધરતીકંપ થયો. કરોડપતિ ઘોડાગાડીમાં ફરવા ગયેલો. જ્યાં અહીં આવે ત્યાં મકાન ને કુટુંબ ને બધું ખલાસ! નાશવાન ચીજને માટે મુદત શી? આહાહા.! કે આ ક્ષણે પડશે). લોકો રાડ નાખી ગયા છે, ઓલું પડવાનું છે તે “સુમનભાઈ'! પડવાનું છે. કોક કાલે કહેતું હતું, અહીં ગામમાં રાડ નાખી. અહીં ઠેઠ! અહીં પડશે, કોઈક કટકો પડશે, ભાવનગર પડશે. અરે...! પણ બાપ! કોણ પડે? ક્યાં પડે? તુ ક્યાં છો? આહાહા...! તને કોઈ ચીજ અડતી નથી, તું કોઈને અડતો નથી તો પડે કોના ઉપર? આહાહા...!
અહીં કહે છે, “કર્મના ઉદયના નિમિત્તથી તેનો અને મારો... ધર્મ એમ સમજે છે કે એ કર્મઉદય છે તો સંયોગ દેખાય છે. એ ઉદય ખરી જશે એટલે સંયોગ ચાલ્યો જશે. આહા! મારે અને એને કાંઈ સંબંધ છે નહિ. હું સ્વદ્રવ્ય ક્યાં અને એ પરદ્રવ્ય ક્યાં? કોઈ સમયે કોઈ કાળે પણ એની સાથે મારે નાતો – સંબંધ છે નહિ. આહાહા.... જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય આવીને...” હવે આ જરી.. ઓલી સામગ્રી સુધી લીધું. સામગ્રી સુધી લીધું હવે અંતર ત્યે છે. આહાહા.! જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય આવીને