________________
ગાથા ૧૯૩
૧૭
અને પ્રભુ અનંત ગુણનો પિંડ જેના માહાભ્યનો પાર ન મળે, એવા પ્રભુને તો મેં ગણ્યો નહિ, હવે કહે છે કે સમ્યગ્દર્શનમાં મેં એને ગણ્યો, ગણતરીમાં લીધો. બીજા છે એને ગણતરીમાં ન લીધા. આહાહા...! રાગાદિની અસ્થિરતા થાય એને ગણતરીમાં ન લીધો. આહાહા.! ગણતરીમાં ભગવાનઆત્મા એકલો શાંત વીતરાગની પૂર્ણતાના પ્રતાપથી ભરેલો ભગવાન એની દશાનો, વીતરાગતાનો જ્યાં સ્વાદ આવ્યો એની આગળ રાગનો સ્વાદ તો ઝેર જેવો દેખાય. માટે તેને રાગદ્વેષમોહ છે નહિ. આહાહા...! આવી વાત છે.
“તેને ઇન્દ્રિયો વડે ભોગ હોય. પૂર્વના કોઈ પુણ્યના યોગે એને સામગ્રી બહાર દેખાય. આહા. સ્ત્રી, કુટુંબ, પરિવાર બધું હોય. આહાહા...! એમાં) ક્યાંય મારાપણાની બુદ્ધિ અને હોતી નથી. ભગવાનની ભક્તિનો પ્રશસ્ત રાગ, એના પ્રત્યે પણ જ્યાં ઝેરબુદ્ધિ છે... આહા...! એને પરપદાર્થ પ્રત્યે પ્રેમ કેમ હોય? જેનો કાંઈ સંબંધ નથી. આત્માને અને પરપદાર્થને કાંઈ સંબંધ નથી. આહા.. તેથી તેને ઇન્દ્રિયો વડે ભોગ હોય તો પણ તેને ભોગની સામગ્રી પ્રત્યે...” જોયું? સામગ્રી, પદાર્થ, વસ્તુ. સ્ત્રી, કુટુંબ, પરિવાર, પૈસો, અબજો રૂપિયા), મકાન મોટા દસ-દસ લાખના, વીસ લાખના હોય પણ એ સામગ્રી પ્રત્યે પ્રેમ નથી. એ મારી ચીજ જ નથી, જેમાં હું નથી, જેમાં હું નથી, જેમાં એ નથી. આહાહા...! તેથી ધર્મીને ઇન્દ્રિયની સામગ્રી પ્રત્યે રાગ નથી. આહાહા...!
કોઈક દુશમન ઘરે આવ્યો હોય અને એક મહેમાન, સગાવહાલો આવ્યો હોય, બેમાં એકદમ દૃષ્ટિમાં ફેર છે કે નહિ? હેં? આવ્યો હોય તો ઝટ ચાલ્યો જાય. આહાહા...! ભગવાન આત્મા! એવી કોઈ અણમોલી અચિંત્ય કોઈ શક્તિનો ધણી પ્રભુ છે કે જેના સ્વીકાર અને સત્કાર આડે પૂર્વના પુણ્યને લઈને મળેલી સામગ્રી છે ને? તે પ્રત્યે પ્રેમ નથી. આહાહા...! જેમ દુશ્મન ઘરે આવે અને પ્રેમ નથી. છોકરાને મારી નાખનારો હોય અને ઇ આવ્યો હોય તો) છે જરીયે પ્રેમ?
મુમુક્ષુ :- લેણિયાત આવે તોપણ ન હોય.
ઉત્તર :- છતાં લેણિયાત તો એમ કે, ભઈ મારી પાસે છે પૈસા. પણ આ દુમન દેખી, રાગ દુશમન છે. આહાહા...!
પ્રભુ વીતરાગમૂર્તિ ઉપશમ શાંતરસનો સાગર, શાંતરસનો સાગર એવો જે ભગવાન આત્મા, એનો જે અનુભવ, એની અનુભવમાં જે પ્રતીતિ થઈ અને તેનું જે જ્ઞાન (થયુંએમાં બહારની સામગ્રી હોય પણ છતાં તેના પ્રત્યે પ્રેમ નથી, રાગ નથી. આહાહા...! છે?
તે જાણે છે કે “આ (ભોગની સામગ્રી) પરદ્રવ્ય છે....... પરવ્ય છે. પરદ્રવ્યને અને મારે કોઈ પર્યાયનો પણ સંબંધ નથી ત્યાં દ્રવ્ય-ગુણની તો વાત જ શું કરવી? આહાહા.! તે તે દ્રવ્યની તે તે પર્યાય તેનાથી સ્વતંત્ર (થાય છે). સ્ત્રી હોય કે દીકરો હોય કે કુટુંબી કોઈ વડીલ, ભાઈ, મા-બાપ હોય બધી ચીજ પર છે. એની સાથે મારે કાંઈ સંબંધ નથી.