________________
સમયસાર સિદ્ધિ ભાગ-૭
ભાવાર્થ :- સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહ્યો છે...' સમ્યગ્દષ્ટિ એટલે આ. પૂર્ણ પ્રભુ ગોળો, વસ્તુ નિત્યાનંદ પ્રભુ, અનંત અનંત અન્વય શક્તિઓનો સાગર અને સુખસાગરનું નીર, સુખના સાગરના નીરથી ભરેલો, એનો જ્યાં આદર થયો, એની સન્મુખતા થઈ, સંયોગ, રાગ અને પર્યાય તરફની વિમુખતા થઈ, ત્યારે જે અનાદિનો રાગનો, કર્મનો સ્વાદ હતો, રાગકર્મ હોં, કર્મ જડ નહિ. આહા..! એ રાગના સ્વાદના સ્થાનમાં ભગવાનઆત્મા અતીન્દ્રિય આનંદનું દળ, ધ્રુવ વસ્તુ એનો સ્વાદ આવ્યો એથી તે સમ્યગ્દષ્ટિ જીવને જ્ઞાની કહ્યો. કારણ કે જે વસ્તુ છે તેનું એને યથાર્થ વેદન થયું, સ્વસંવેદન (થયું). આહા..! કરવાનું આ, પહેલામાં પહેલું કરવાનું આ છે.
‘સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહ્યો...' કેમકે જ્ઞાનસ્વરૂપ પ્રભુ, એનો અનુભવ અને આનંદનો સ્વાદ આવ્યો એથી જ્ઞાન શક્તિરૂપે જે પૂર્ણ હતું એમાંથી અંશે સ્વસંવેદનમાં પ્રગટ થયું. તેથી સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહ્યો અને જ્ઞાનીને રાગદ્વેષમોહનો અભાવ કહ્યો... આહાહા..! અસ્થિરતામાં રાગ થાય પણ તેનો રસ અને સુખબુદ્ધિ ઊડી ગઈ છે. આહાહા..! તેથી તેને રાગદ્વેષમોહનો અભાવ કહ્યો. કેમકે વીતરાગમૂર્તિ પ્રભુ, એનો જ્યાં અનુભવ થયો એના વેદન આગળ રાગનું વેદન ઝેર જેવું લાગે છે. રાગ આવે પણ અતીન્દ્રિય આનંદના પ્રત્યક્ષ વેદન પાસે એ ચારિત્રમોહનો જે રાગ છે એ ઝેર જેવો, દુઃખ, કાળો નાગ દેખે ને જેમ (દુઃખ) થાય એમ જ્ઞાનીને (લાગે છે). આહાહા..! કેમકે ત્યાં પ્રભુ પોતે મહા ૫૨માત્મસ્વરૂપ જે નજ૨ને આડે નજરમાં નહોતો આવ્યો, એ નજરમાં આવ્યો એટલે બીજા ઉ૫૨ની નજરું બધી જુદી થઈ ગઈ. આહાહા..! એથી તેને રાગદ્વેષમોહ નથી એમ કહ્યું. મોહ તો નથી પણ થોડા રાગદ્વેષ છે છતાં આત્માના સ્વભાવના વેદનના જોર આગળ એને રાગદ્વેષ અસ્થિર છે એને છે નહિ એમ કહ્યા. કેમકે એનો રસ નથી, રુચિ નથી, પ્રેમ નથી, આદર નથી, સત્કા૨ નથી, સ્વીકાર નથી. આહાહા..! આ ભગવાનની દિવ્યધ્વનિમાં આવ્યું ઇ આ છે.
આહાહા..!
૧૬
તેને રાગદ્વેષમોહનો અભાવ કહ્યો છે; માટે સમ્યગ્દષ્ટિ વિરાગી છે.’ અતીન્દ્રિય આનંદના સ્વાદ આગળ રાગ ઝેર જેવો દેખાય એ રાગથી વૈરાગી છે. રાગના રસમાં નથી, રાગથી વિરક્ત છે અને આત્માના રસમાં છે તો આત્મામાં રક્ત છે. આહાહા..! આ નિર્જરા અધિકાર’ છે. આ વિના એના જન્મ-મરણના દુઃખના દહાડા બાપા, (મટે એમ નથી). આહાહા..! નરકના ને નિગોદના દુઃખ સાંભળ્યા ન જાય એ એણે વેઠ્યા, અનુભવ્યા. આહાહા..! એ ગરમી અને ઠંડી અને જ્યારથી જન્મે ત્યારથી સોળ રોગ. એવા વેદનમાં અનંત કાળ ગયો. નરક અને નિગોદના દુઃખમાં અનંત અનંત કાળ ગયો. એ દૃષ્ટિ ગુલાંટ ખાય છે, આહાહા..! હવે આ નહિ. મારો પ્રભુ રહી ગયો મને. મારી પાસે એટલે હું પોતે છું. આહાહા..! પ્રભુ હું પોતે છું અને મેં પામરતા સેવી. આહા..! રાગના કણમાં ખુશી અને રાજીપો કરી નાખ્યો