________________
સમયસાર સિદ્ધિ ભાગ-૭ કર્મો તણો જે વિવિધ ઉદયવિપાક જિનવર વર્ણવ્યો,
તે મુજ સ્વભાવો છે નહીં, હું એક જ્ઞાયકભાવ છું. ૧૯૮. આહા...! આવી શરતું છે, આવી જવાબદારી છે. એના વલણ તો કર, વળ તો ખરો. આમ છે એ કરતા આમ વળ તો ખરો. આહાહા...! વલણ. આહાહા...! એમાં આ તત્ત્વદૃષ્ટિ અને તત્ત્વજ્ઞાન, સ્વરૂપમાં ઠરવું અને પરથી છૂટવું એ ત્યારે તેને થશે, તે વિના થઈ શકશે નહિ. આહાહા.! “કર્મો તણો જે વિવિધ ઉદયવિપાક જિનવર વર્ણવ્યો,” વિપાક, હોં! સત્તા પડી છે એ નહિ. આહાહા...! “ઉદયવિપાક જિનવર વર્ણવ્યો, તે મુજ સ્વભાવો છે નહીં, હું એક જ્ઞાયકભાવ છું.”
ટીકા :- છે તો બે લીટી. આહાહા...! જે કર્મના ઉદયના વિપાકથી...' એ શું કહ્યું? કર્મ સત્તામાં પડ્યું છે એની આ વાત નહિ. ઉદયમાં આવ્યો, પાક આવ્યો, પાક. ખરવાને ટાણે પાક આવ્યો. એ ઉદય વિપાકથી, કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા... આહાહા..! ભગવાન આત્માના વિપાકથી ઉત્પન્ન થયેલા નહિ. ભગવાન આત્માનો વિપાક તો અતીન્દ્રિય આનંદનું ઉત્પન્ન થવું એ ભગવાન આત્માનો વિપાક છે. આહાહા.! પહેલું આ નાખ્યું, જોયું? બીજો વિસ્તાર ભલે પછી કરશે.
કર્મના ઉદયના વિપાકથી... હવે વાંધા અહીંથી બધા છે કે, કર્મને કારણે જે વિકાર થાય છે એ કર્મને કારણે થાય છે. અહીં તો ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા, તારી લાયકાતથી, નબળાઈથી. આહાહા...! એ તો જડ છે, કર્મ તો જડ છે. જડની પર્યાય કંઈ તને અડતી નથી. આહાહા.. અનંત કાળ થયો પણ કર્મનો કોઈ દિ આત્મા અડ્યો નથી. તેમ કર્મ આત્માને અડ્યું નથી. અરે..! આવું પરિભ્રમણ થયું ને? ઈ તો તારા ઊંધા ભાવને લઈને થયું છે. કંઈ કર્મને લઈને થયું છે એમ નથી. આહાહા...! સમજાણું કાંઈ?
‘કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના ભાવો છે... આહાહા.! રાગ, દ્વેષ, સુખ, દુઃખ પછી બહારની સામગ્રી પણ લેવાય છે. શરીર, સામગ્રી, પૈસો-લક્ષ્મી, આબરુકીર્તિ બધું. એ “અનેક પ્રકારનો ભાવો છે તે મારા સ્વભાવો નથી;.” ધર્મી એમ જાણે છે કે, એ મારા સ્વભાવ (નહિ), એ મારા નથી. એ મારા નથી એટલે એ મારા સ્વભાવ નથી. મારા સ્વભાવ નથી એટલે એ મારા નથી. આહાહા...! આ છોકરાય મારા નથી, પૈસાય મારા નથી, એમ. ઘાતિકર્મના ઉદયથી અંદર રાગાદિ (થાય), અઘાતિના ઉદયથી સંયોગ પ્રાપ્ત થાય) સંયોગ એ મારો સ્વભાવ નથી. ધર્મી એમ જાણે છે કે એ મારા સ્વભાવ નથી. આહા...! એ મારી ચીજ નથી, એ મારામાં નથી, તે હું નથી. આહાહા...!
અનેક પ્રકારના...” એક પ્રકાર નહિ ને? રાગેય અનેક પ્રકારનો, દ્વેષેય અનેક પ્રકારનો અને બહારના સંયોગ, સંયોગી ચીજ. અનેક પ્રકારના સંયોગો. આમ સ્ફટિકના મહેલ હોય, સ્ફટિકના મહેલ! એક એક સ્ફટિક કરોડો-અબજોની કિમતનું, એના તો મહેલ હોય, ઘરના.