________________
ગાથા ૧૯૮
૭૩
‘રાવણને સ્ફટિકના મહેલ હતા. “રાવણ’ મરીને નરકે ગયો. આહાહા...! આમ નિસરણીએ ચડતાં ચડતાં પણ ભ્રમ પડી જાય. સ્ફટિક એટલે બધું દેખાય અને એ નિસરણી પણ ત્યાં દેખાય. હવે એ નિસરણીએ ચડું છું કે હેઠે (ઉતરું છું ખબર ન પડે). ધ્યાન રાખવું પડે.
સ્ફટિકની નિસરણી, સ્ફટિકના પથરા. આહાહા...! અને માથે મેડી જાય એ પણ સ્ફટિકની. અરે.રે...! એ અનેક પ્રકારના ભાવ બાહ્યમાં અને અંદરમાં અનેક પ્રકારના ભાવ રાગના, બેય કર્મ. ઘાતિ અને અઘાતિ. ઘાતિથી અંદરમાં અને અઘાતિથી (બહારમાં). ઘાતિથી અંદરનો અર્થ કાંઈ ઘાતિથી થયો નથી. ઘાતિ એ નિમિત્ત છે અને ઉપાદાન પોતાથી થાય છે એટલે ઘાતિથી એમ કહેવામાં આવે. આહાહા...!
કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા...” એમ કીધું ને? રાગદ્વેષ થાય છે એ કર્મના ઉદયના વિપાકથી થાય એમ કીધું. આહાહા.! એ તો તે ઉદય છે ત્યારે અહીં વિકાર પોતે કરે છે, પોતાના કારણે ત્યારે તે કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. આહાહા! અહીં તો પરભાવ બતાવવો છે ને? કર્મના ઉદયથી જેટલા વિકલ્પો ઉઠે છે એ બધા પર વસ્તુ છે. અને કર્મના ઉદય શાતાવેદનીય આદિથી કે નામકર્મથી બહારમાં જશોકીર્તિને બહારમાં ધડાકા, ધમાલ, આબરુ મોટી હોય નામકર્મને લઈને, એ બધા મારો સ્વભાવ નથી, એ હું નહિ. આહાહા.... જશકીર્તિ આમ બહારમાં જામી હોય, એ એક કર્મના ઉદયનું ફળ છે, એ કંઈ હું નથી. આહાહા.. કેટલું પાછુ ફરવું પડે. આહાહા.!
મુમુક્ષુ - મોઢું ફેરવવું પડે.
ઉત્તર :- વલણ જ ફેરવવું પડે. આહાહા.! એક બાજુ ભગવાન અને એક બાજુ રામ અને એક બાજુ ગામ, વિકલ્પથી માંડીને આખી દુનિયા. આહાહા..!
કહે છે કે, કર્મના ઉદયના વિપાકથી. આમાં કાઢે માળા. કર્મના ઉદયને લઈને રાગાદિ થાય છે, જુઓ! અહીં તો કહેવું છે કે, એનો એ સ્વભાવ નથી. વિકાર થાય છે તો એના પોતાને કારણે. વિકાર થાય છે એ ષકારકના પરિણમનથી થાય છે. તેને નિમિત્તની તો અપેક્ષા નથી પણ દ્રવ્ય-ગુણની અપેક્ષા નથી. આહાહા..!
મુમુક્ષુ :- કર્મમાં એ જોડાયને વિકાર થાય છે.
ઉત્તર :- ઇ પોતે જોડાય છે ત્યારે જ એને વિકાર થાય છે. કર્મ તો જડ છે, એ જડ છે, અજીવ છે. તારામાં રાગદ્વેષ થાય એ ચૈતન્યના ભાસ જેવો છે. તારામાં તારાથી થાય છે. કર્મને લઈને બિલકુલ એક દોકડાય નહિ. આહાહા...!
મુમુક્ષુ - ન જોડાય તો નિર્જરા થઈ જાય.
ઉત્તર :- એ માટે તો કહે છે. એ મારા સ્વભાવ જ નથી. મારો સ્વભાવ તો ભગવાન મારી પાસે છે. આ બધા વિકાર અને બહારમાં વિકાસના ફળ એ મારો સ્વભાવ જ નથી. એમાં હું નથી, એ મારા નથી, મારામાં એ નથી, એમાં હું નથી. આહાહા...!