________________
७४
સમયસાર સિદ્ધિ ભાગ-૭ “તે મારા સ્વભાવો નથી; હું તો...... આહાહા.! સવા બે-અઢી લીટી છે પણ... હું તો આ પ્રત્યક્ષ અનુભવગોચર)....” મારો ભગવાન તો મને પ્રત્યક્ષ વેદનમાં આવે છે. આહાહા..! ધર્મી એમ જાણે છે કે મારો નાથ, મને મારો અતીન્દ્રિય આનંદ અનુભવમાં આવે તે હું છું. આહાહા.! દયા, દાનના પરિણામ તો હું નહિ, અશુભ તો નહિ, બાહ્યની સામગ્રી તો એની પર્યાય એનામાં, એ તો નહિ. આહાહા...! હું તો પ્રત્યક્ષ અનુભવગોચર (છું). પરોક્ષ રહું એ હું નહિ, એમ કહે છે). આહાહા...! જ્ઞાનની વર્તમાન પર્યાય આત્માને સીધી પકડે છે એ પ્રત્યક્ષ છે. એને પકડવામાં કોઈની અપેક્ષા નથી. આહાહા...! એમ કહીને તો એમેય કહ્યું કે, અનુભવમાં વ્યવહારની અપેક્ષા નથી કે વ્યવહાર કષાય મંદ હોય, દયા, દાન ને એવા રાગ હોય એને અનુભવ થાય, એમ નથી. આહાહા.! એ તો પરવસ્તુ છે. આહાહા...!
હું તો આ પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું.’ એ અનેક ભાવો તે સ્વભાવો મારા નથી. હું એક જ્ઞાયકભાવ છું. જોયું? ગુણ-ગુણી ભેદ ને હું અનેક ગુણ છું એમેય ન લીધું. હું અનેક ગુણવાળો છું (એમેય નહિ). આહાહા! “પ્રત્યક્ષ અનુભવગોચર)...” પ્રત્યક્ષ જ્ઞાન ને પ્રત્યક્ષ અનુભવગમ્ય. ‘ટંકોત્કીર્ણ...” જેવો છે તેવો એમને એમ આ “જ્ઞાયકભાવ છું.” હું તો આ જ્ઞાયકભાવ છું. લ્યો.
આ પ્રમાણે સામાન્યપણે સામાન્ય એટલે એકદમ ભગવાન જુદો અને રાગાદિ બધું, પછી એના ભેદ ભલે પાડશે પણ એકસાથે બે જુદા પાડી નાખ્યા. “સામાન્યપણે સમસ્ત કર્મજન્ય ભાવોને સમ્યગ્દષ્ટિ પર જાણે છે અને પોતાને એક જ્ઞાયકસ્વભાવ જ જાણે છે.” એક જ્ઞાયક સ્વભાવ પાછું, જોયું? અનેક ગુણ-ગુણી ભેદેય નહિ. આહાહા...! ઓલા અનેક વિકલ્પ, વિકાર અને બહારની સામગ્રી એ બધી મારા સ્વભાવમાં નથી, મારો સ્વભાવ નથી. અને હું છું તો જ્ઞાયકભાવ છું. એને અહીંયાં સમ્યગ્દષ્ટિને નિર્જરા થાય એમ કહેવું છે.
(શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ!).
પરની મમતાના ભાવ પણ હજુ જેને પડ્યા છે અને નિર્વિકલ્પ થવા જાય ઈ નિર્વિકલ્પ નહીં થઈ શકે. હજી તો નીતિ આદિના પરિણામ પણ નથી અને નિર્વિકલ્પ થવા જાય તો ઈ નિર્વિકલ્પ નહીં થઈ શકે. આ વાત મોક્ષમાર્ગ-પ્રકાશકમાં પણ કહી છે. લૌકિક પ્રમાણિકતાના પણ જેને ઠેકાણા ન હોય અને એને ધર્મ થઈ જાય છે ત્રણકાળમાં ન બને. અનીતિથી જેને એક પાઈ પણ લેવાના ભાવ છે તેને અનુકૂળતા હોય તો આખી દુનિયાનું રાજ પચાવવાના ભાવ છે.
એક દીવાન રાજના કામ માટે રાતના રાજની મીણબત્તી બાળી કામ કરતો હતો અને જ્યાં પોતાનું કામ કરવાનો વારો આવે ત્યાં તે રાજની મીણબત્તી ઠારી પોતાના ઘરની મીણબત્તી કરે, પોતાના ઘરના માટે રાજની મીણબત્તી ન વપરાય. (આવું તો પહેલાં નીતિમય જીવન હોય). આત્મધર્મ અંક-૧, જાન્યુઆરી–૨૦૦૮