________________
૧૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ આ રીતે જ્યાં સુધી જીવ પદ્રવ્યથી ભલુંબૂરું માની... આહાહા.. દેવ, ગુરુ અને શાસ્ત્રથી મારામાં લાભ થશે, એ પરદ્રવ્ય છે. પરદ્રવ્ય ઉપર લક્ષ જશે તો શુભભાવ જ થશે. “મોક્ષ પાહુડમાં તો કુંદકુંદાચાર્યે ત્યાં સુધી કહ્યું છે, “પૂરધ્વીવો સુપાર્ફ ભગવાન એમ કહે છે કે, મારા ઉપર લક્ષ જશે તો તને દુર્ગતિ થશે. દુર્ગતિનો અર્થ તારી ચૈતન્યની ગતિ નહિ થાય. ચાર ગતિમાંથી ગતિ મળશે, તો ચારે ગતિ તો દુર્ગતિ છે. આહાહા...! “મોક્ષ પાહુડની સોળમી ગાથા. “પૂરળીવો | તીર્થકર એમ કહે. આહાહા..!અમે તારાથી પદ્રવ્ય છીએ. અમારી ઉપર લક્ષ જશે તો તને રાગ જ થશે, ચૈતન્યની ગતિ નહિ થાય. આહાહા...!એ તો દિગંબર સંતો દુનિયાની પરવા કર્યા વિના કહે. દુનિયા માને, ન માને (સ્વતંત્ર છે). આહાહા...! “URGીવો સુપારૂં “સવાવો સુપારૂં એવો પાઠ છે. “મોક્ષ પાહુડ” ૧૬મી ગાથા. “સવ્વા’ સ્વદ્રવ્યનો આશ્રય લઈને જે નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પોતાના આશ્રયે થાય છે તે મોક્ષનું કારણ છે. જેટલું પારદ્રવ્ય ઉપર લક્ષ જાય છે તે બધા શુભઅશુભભાવ દુર્ગતિ છે. દુર્ગતિ નામ તારી ચૈતન્યની ગતિ નહિ. આહાહા..આકરું પડે માણસને. ‘કુંદકુંદાચાર્ય એમ કહે છે, અમને માનવા અને અમારા ઉપર તારું લક્ષ જવું એ તારી દુર્ગતિ, રાગ છે, તારી ચૈતન્યની ગતિ નહિ. આહા...! દિગંબર સંતોને જગતની ક્યાં પડી છે? એ તો સત્યને જાહેર કરવું એવો વિકલ્પ આવ્યો, થઈ ગયું. આહા.! વિકલ્પના પણ કર્તા નથી અને ટીકાના પણ કર્તા નથી. આહાહા...!
“આ રીતે જ્યાં સુધી જીવ પદ્રવ્યથી જ ભલું બૂરું માની રાગદ્વેષ કરે છે ત્યાં સુધી તે સમ્યગ્દષ્ટિ નથી.” પરદ્રવ્ય ભલુંબૂરું. પરદ્રવ્ય તો ય છે. ચાહે તો તીર્થકર હો તોપણ આ જ્ઞાયકનું શેય છે અને માથાનો વાઢનાર હો તોપણ આ જ્ઞાયકનું એ શેય છે. એ દ્વેષી છે, એ શત્રુ છે અને આ મિત્ર છે, એવી કોઈ ચીજ શેયમાં છે નહિ. શેયમાં તો જ્ઞાન કરવાનો સ્વભાવ, પ્રમેય સ્વભાવ છે. તો જ્ઞાનમાં પ્રમેયનું જ્ઞાન થાય છે. પ્રમેય છે, પણ પ્રમેયમાં બે ભાગ પાડવા કે, આ મને દુઃખદાયક છે, આ મને સુખદાયક છે, એ તો ભ્રમ, મિથ્યાત્વ છે. આહાહા.!સમજાણું કાંઈ? (ભલુંબૂ) “માની રાગદ્વેષ કરે છે ત્યાં સુધી તે સમ્યગ્દષ્ટિ નથી.” વિશેષ કહેશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)
પ્રવચન નં. ૨૭૮ શ્લોક-૧૩૭, ગાથા-૨૦૧, ૨૦૨ ગુવાર, અષાઢ વદ ૧૧, તા. ૧૯-૦૭-૧૯૭૯
સમયસાર ૨00 ગાથાનો છેલ્લો પેરેગ્રાફ છે. ગાથામાં છે શું? કે, ધર્મી જીવ તેને કહીએ કે જે પોતાનો આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે, એવો અનુભવ કરે છે અને