________________
શ્લોક–૧૩૭
૧૧૧ તેને જે રાગાદિ આવે છે તેને પર જાણીને છોડી ક્યું છે. એ ગાથા છે. સમજાણું? ધર્મ એવી ચીજ છે, અપૂર્વ ચીજ છે. સમ્યગ્દષ્ટિ પોતાનું પૂર્ણ આનંદ સ્વરૂપ, શુદ્ધ અનંત અનંત ગુણનો પિંડ પ્રભુ, તેની સન્મુખ થઈ, સંયોગ, નિમિત્ત, રાગ અને પર્યાયથી વિમુખ થઈ પોતાની દૃષ્ટિ સમ્યગ્દર્શન કરે છે. તેને “પપ્પાઈ' આત્માનું જ્ઞાન થયું. હું તો આનંદ છું, હું સુખથી ભરેલો ભંડાર છું. મારામાં જે રાગાદિ દેખાય છે એ પરવસ્તુ છે, વિપાક વિકાર છે, એ દુ:ખ છે. એમ પોતાનું સ્વરૂપ જાણીને રાગને છોડી ધે છે. સમજાણું કાંઈ? ઝીણી વાત છે, ભાઈ! વાત તો ઘણી આવી ગઈ છે.
હવે અહીંયાં (કહે છે), “જ્યાં સુધી પોતાને ચારિત્રમોહસંબંધી રાગાદિક રહે છે...” સમ્યગ્દર્શન થયું. આત્માનો અનુભવ થયો), શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પવિત્ર ભગવાન આત્મા, તેનો સમ્યગ્દર્શનમાં અનુભવ થયો પણ અનુભવ થવા છતાં સર્વ રાગથી રહિત નથી થઈ જતો. એ કહે છે. જ્યાં સુધી પોતાને ચારિત્રમોહસંબંધી રાગાદિક રહે છે...” દર્શનમોહ અને અનંતાનુબંધીનો તો નાશ કર્યો છે. પોતાના આનંદ સ્વરૂપના અનુભવમાં દર્શનમોહ અને અનંતાનુબંધીનો તો નાશ થાય છે. બીજો કોઈ તેનો ઉપાય નથી. પોતાનો આત્મા આનંદ, સચ્ચિદાનંદ પ્રભુ, શુદ્ધ આનંદકંદ છે તેને અનુસરીને અનુભવ કરવો એ અનુભવ ધર્મ છે, એ સમ્યગ્દર્શન છે, એ સમ્યજ્ઞાન છે, એ સમ્યગ્વારિત્રનો અંશ છે. આનંદમાં પૂર્ણ રમણતા ન થાય ત્યાં સુધી જ્ઞાનીને પણ રાગ આવે છે. એ રાગ અને દ્વેષાદિ રહે છે. રાગાદિક છે ને? ટ્રેષનો અંશ છે, વિષયવાસના છે, રતિ-અરતિ ઉત્પન્ન થાય છે.
‘ત્યાં સુધી....... સમ્યગ્દષ્ટિ જીવ રાગાદિકમાં. જ્યાં સુધી એ ચારિત્રનો દોષ થાય છે ત્યાં સુધી ધર્મી જીવ એ રાગાદિકમાં ‘તથા રાગાદિકની પ્રેરણા...” નિમિત્તથી કથન છે. રાગ છે તો રાગનું નિમિત્ત છે અને તેનાથી પરદ્રવ્યની ક્રિયા – ઉપાદાનમાં થાય છે એમાં રાગની પ્રેરણા નિમિત્ત કહેવામાં આવી. શરીરની ક્રિયા આદિ થાય છે તે પોતાથી થતી નથી. સમજાણું? શરીરની, વાણીની ક્રિયા થાય છે તે પોતાથી નથી થતી પણ રાગાદિકની પ્રેરણા અથવા નિમિત્ત રાગ પણ છે તો નિમિત્ત છે અને શરીરની ક્રિયા આદિ ઉપાદાન પોતાથી થાય છે.
પ્રેરણાથી જે પરદ્રવ્યસંબંધી શુભાશુભ ક્રિયામાં તે પ્રવર્તે છે..” એમ નિમિત્તથી કથન છે. પરદ્રવ્યની ક્રિયાની પ્રવૃત્તિ આત્મા કરી શકતો નથી પણ અજ્ઞાની લોકો એમ જોવે છે કે, જુઓ! આ જ્ઞાની પણ વેપાર-ધંધો કરે છે, વિષય કરે છે, સ્ત્રી સાથે લગન કરે છે તો કહે છે કે એ પ્રવૃત્તિની પર્યાય તો અજ્ઞાનીનો આત્મા પણ કરી શકતો નથી. પરંતુ અહીંયાં એ પ્રવૃત્તિ જોઈને લોકો એમ કહે કે, જુઓ! પ્રવૃત્તિ તો કરે છે. તો કહે છે કે રાગની પ્રેરણા નિમિત્ત છે અને જડની ક્રિયા સ્વતંત્ર છે તો એમાં પ્રવૃત્તિ કરે છે એમ જોવામાં આવે છે. આહાહા..! પ્રેરણા' (શબ્દ) છે ને?
“શુભાશુભ ક્રિયામાં તે પ્રવર્તે છેઆહાહા...! નિશ્ચયથી તો દેહની હલનચલન ક્રિયા થાય છે એ તો અજ્ઞાની પણ કરી શકતો નથી. પરદ્રવ્યની પર્યાય, કેમકે પરદ્રવ્ય પોતાની