________________
૧૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ પર્યાય વિનાનું રહેતું નથી. પરદ્રવ્ય પોતાની પર્યાયરૂપી કાર્ય વિના દ્રવ્ય હોતું નથી તો પરદ્રવ્યની પર્યાયનું કાર્ય પદ્રવ્ય કરે છે તો આત્મા તેને કરે એમ ક્યારેય બનતું નથી. આહાહા...! ઝીણું ઘણું, ભાઈ! કર્મની પર્યાય છે તે પણ આત્મા કરતો નથી અને આત્મામાં જે રાગ થાય છે એ કર્મ કરતું નથી. પોતાની નબળાઈથી સમ્યગ્દષ્ટિને રાગદ્વેષાદિ થાય છે પણ એ ટાણે પ્રેરણા નામ નિમિત્તથી બાહ્યની પ્રવૃત્તિ પણ દેખાય છે. ધંધાપાણી... આહાહા.! એ શુભાશુભ ક્રિયામાં પ્રવૃત્તિ કરતો દેખાય છે, એમ લેવું. કરે છે એ નિમિત્તથી કથન છે, કરી શકતો નથી. પરદ્રવ્યની ક્રિયા કરી શકતો નથી પણ કરે છે એમ લોકોને ભાસે છે એ અપેક્ષાએ કથન છે.
‘તે પ્રવૃત્તિઓ વિષે એમ માને છે કે–આ કર્મનું જોર છે;” શું કહે છે? કે, પોતાની પર્યાયમાં વિકારનું બહુ જોર છે તો એ કર્મનું જોર નિમિત્તથી કહેવામાં આવ્યું છે. કર્મ પોતાની પર્યાયને કરે અને કર્મની પર્યાયને આત્મા કરે એમ ક્યારેય બનતું નથી. પરંતુ અહીં કર્મનું જોર નિમિત્તથી કહ્યું છે. ખરેખર તો પોતાની નબળાઈનું જોર છે. સમજાણું કાંઈ? આહાહા...! અનુભવ સમ્યગ્દર્શન થયું, આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, અનંત ગુણગંભીર, પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા, એમ અંતર્મુખ થઈને સમ્યગ્દર્શન થયું તોપણ તેને ચારિત્રમોહના રાગદ્વેષ તો થાય છે પણ એ રાગદ્વેષ અને (તેની) પ્રેરણાથી બાહ્યની ક્રિયા કરે છે એમ દેખાય છે પણ તેનો તે સ્વામી થતો નથી. આહા.! સમજાય છે?
પ્રવૃત્તિઓ વિષે એમ માને છે કે-આ કર્મનું જોર છે. કર્મનું (એ) નિમિત્તથી કથન છે. પોતાની નબળાઈનું જોર છે. સમ્યગ્દષ્ટિને પણ નબળાઈનું જોર છે). “શ્રેણિક રાજા ક્ષાયિક સમકિત અને સમયે સમયે તીર્થકરગોત્ર બાંધતા હતા. ‘શ્રેણિક રાજા. એના પુત્રએ જેલમાં નાખેલા. પુત્ર એની માતા પાસે ગયો અને કહ્યું), મેં મારા પિતાને જેલમાં નાખ્યા છે અને મારે રાજ કરવું છે. માતા કહે, “અરે...! બેટા! તારા જન્મ વખતે મને પહેલા સપનું આવ્યું હતું કે પિતાનું કાળજું ખાવું છે. તારો જન્મ થયો તો મેં તને ઉકરડામાં નાખી દીધો હતો. તારા પિતા મારી પાસે આવ્યા અને પૂછ્યું, શું થયું? બાળક ક્યાં છે? મેં તો નાખી દીધું. અરે...! આ શું કર્યું સપનું એવું આવ્યું હતું કે આ બાળક છે એ તમારું કાળજું ખાશે. એવું સપનું આવ્યું. જ્યાં બાળકને નાખ્યું હતું ત્યાં લઈ ગયા. જ્યાં નાખ્યું હતું ત્યાં રાજા ગયો. ત્યાં કૂકડો હતો એણે ચાંચ મારી હતી. બાળકને પીડા થઈ હતી એટલે રાડ નાખતો હતો. એ વખતે શ્રેણિક રાજાએ ચૂસવા લાગ્યો. “અરે...! તારા પિતાએ તો આવું કર્યું છે. અરે...! માતા! મારી ઘણી ભૂલ થઈ.
પછી જેલમાં તોડવા ગયા તો રાજાને એમ લાગ્યું. હતા ક્ષાયિક સમકિતી અને સમયે સમયે તીર્થકરગોત્ર બાંધે છે છતાં જ્ઞાનની ભૂલ, પરદ્રવ્યની એવી થઈ ગઈ કે આ મને મારવા આવ્યો છે. છતાં એ જ્ઞાન અજ્ઞાન નથી. સમજાણું કાંઈ? આહાહા.! અરે...! આ મને મારે તો! હીરો ચૂસી લીધો. મરણ પામ્યા. છતાં એ રાગનો દોષ છે, ચારિત્રદોષ છે,