________________
શ્લોક–૧૩૭
૧૧૩ તેના સમકિતમાં દોષ નથી. અને તે સમયે પણ તીર્થકરગોત્ર બાંધે છે તેમાં ખલેલ નથી. આહાહા..! સમજાણું? હીરો ચૂસ્યો, દેહ છોડી દીધો, આપઘાત કર્યો. તો કહે છે, ના. એણે કર્યું જ નથી. એ તો રાગ-દ્વેષ થયા તેને જાણતા હતા કે, દ્વેષ છે એ મારી ચીજ નહિ. અને દેહની ક્રિયા છૂટવાની હતી તો છૂટી, તેનો છૂટવાનો કાળ હતો. તેનો સ્વામી માનીને મેં શરીરને છોડ્યું એમ ધર્મ માનતો નથી. તો ચારિત્રનો દોષ આવે છે, એમ કહે છે. અને તે કર્મનું જોર માને છે. પોતાની નબળાઈનું જોર છે. એ કર્મનું કહ્યું) તે નિમિત્તથી કથન છે.
મારી પર્યાયમાં નબળાઈ છે. હું દ્રવ્ય છું એ તો શુદ્ધ ચિદાનંદમૂર્તિ છું. એમાં તો નબળાઈ કે વિરૂદ્ધતા કે વિપરીતતા કે અલ્પતા, પોતાની પૂર્ણ ચીજમાં તો છે જ નહિ. આહાહા...! આવી ચીજની દૃષ્ટિ થવા છતાં, અનુભવ થવા છતાં ચારિત્રદોષનો રાગ આવે છે એ પોતાની નબળાઈથી આવે છે. તેને અહીંયાં કર્મનું જોર કહેવામાં આવ્યું છે. કર્મ તો પરદ્રવ્ય છે. પદ્રવ્ય કોઈ પરદ્રવ્યની પર્યાય ત્રણકાળમાં કરી શકતું નથી. હૈ? આહાહા...!
કહે છે કે, તેનાથી નિવૃત્ત થયે જ મારું ભલું છે.” સમ્યગ્દષ્ટિ તો એમ માને છે કે રાગથી નિવૃત્ત થવામાં જ મારું ભલું છે. રાગમાં પ્રવૃત્ત થવું એમાં મારું ભલું નથી, એ તો દુઃખ છે, ઝેર છે. આહાહા...! ભલે ચોથે ગુણસ્થાને હો, તે સંબંધી આત્મા રાગથી ભિન્ન છે અને પોતાના આનંદ અનંત સ્વરૂપના સ્વભાવથી અભિન છે એવો અનુભવ થયો તો ભલે એ રાજપાટમાં પડ્યો હોય તોપણ ૪૩ પ્રકૃતિનો બંધ તો થતો જ નથી. શું કહ્યું સમજાણું? ૪૩ પ્રકૃતિ છે, સમ્યગ્દષ્ટિ થયો, રાજપાટમાં પડ્યો હોય, છ— હજાર સ્ત્રી હોય અને લડાઈમાં પણ કદાચિત્ ચડી ગયો હોય તોપણ આત્માના અનુભવમાં હું આનંદ છું, હું આ નહિ, આ નહિ (એમ અનુભવ વર્તે છે). એ કારણે ૪૩ પ્રકૃતિ, સમકિતી લડાઈમાં ઉભો હોય તોપણ બંધાતી નથી. આહાહા.! અને મિથ્યાદૃષ્ટિ સાધુ થયો હોય, પંચ મહાવ્રત પાળતો હોય તોપણ એ રાગ મારો સ્વભાવ છે, રાગથી મને લાભ થશે એમ માનનારો મિથ્યાદૃષ્ટિ છે. આહાહા.! છ ખંડના રાજમાં રહેતો હોય, આત્માનું જ્ઞાન કરી રાગાદિ છોડવાની ભાવનામાં પડ્યો છે તો એ મોક્ષમાર્ગી છે. અને દિગંબર સંત થયો, અઠ્યાવીસ મૂળગુણ પાળે છે, પંચ મહાવ્રત પાળે છે, રાગના કણને પોતાનો માની લાભ માને છે તો એ સંસારમાર્ગ છે. આહાહા...! આવો ફેર છે, પ્રભુ!
અહીંયાં કહે છે, તેનાથી નિવૃત્ત થયે જ મારું ભલું છે. સમકિતી એમ માને છે. “તે તેમને રોગવતું જાણે છે.” રાગ, વાસના એ તો રોગ આવ્યો. આહાહા..! રોગી જેમ રોગનો ઉપાય કરે છે છતાં રોગના ઉપાય અને રોગને ભલો જાણતો નથી. એમ સમ્યગ્દષ્ટિને રાગ આવે છે અને રાગનો ઉપચાર પણ કરે છે, શરીરાદિથી ને વિષયાદિથી, પણ તેને ભલો માનતો નથી, પોતાનું કર્તવ્ય નથી માનતો. હું તો જ્ઞાતા-દૃષ્ટા છું. હું તો મારી ભૂમિકામાં રહેનાર જ્ઞાતા-દષ્ટા છું. આહાહા.! સમજાણું? તેમને રોગવતું જાણે છે. પીડા સહી શકાતી