________________
ગાથા-૨૧૬
૩૩૩
ત્યારે ઓલી વૃત્તિ તે કાળે રહેતી નથી તો બેનો મેળ ખાતો નથી. મેળ નથી ખાતો એની વાંછા જ્ઞાનીને કેમ હોય? આહાહા..! સમજાણું કાંઈ? ઇચ્છા આવી કે હું વેપાર કરું અને વેપાર જ્યારે કરે છે ત્યારે ઓલી ઇચ્છા નથી. એટલે વેદક અને વેદ્યનો મેળ ખાતો નથી. એ બેય નાશવાન છે. આહાહા..! બહુ સરસ વાત છે.
વેદ્ય-વેદક (બે) ભાવો છે તેઓ, વિભાવભાવોનું ઉત્પન્ન થવાપણું...’ એટલે ઇચ્છા થવી એનો નાશ થાય અને જે ઇચ્છિત વસ્તુ આવી ત્યારે ઓલાનો નાશ થાય અને ઇ ઇચ્છિત વસ્તુ આવી ત્યારે આ ઇચ્છા નહોતી. ઇચ્છાનો નાશ થઈ ગયો. જે ઇચ્છિત વસ્તુ આવી ત્યારે ઇચ્છાનો નાશ થઈ ગયો અને વસ્તુ આવી ત્યારે બીજી ઇચ્છા (છે), પણ એ તો પછીની ઇચ્છાની વાત છે. એ ઇચ્છા અને ઇચ્છાનો ઉપભોગ, બેનો મેળ નથી. આહાહા..! આવી વાતું છે. આહાહા..! બેય વિભાવભાવોનું ઉત્પન્ન થવાપણું અને વિનાશ થવાપણું હોવાથી, ક્ષણિક છે.’ ઇચ્છા એ વિભાવભાવ છે, એ ક્ષણિક છે એ નાશ થાય છે. વસ્તુ સામગ્રી આવી એ પણ નાશ થાય છે. કારણ કે (વસ્તુ) આવી ત્યારે એની ઇચ્છા રહેતી નથી. એટલે ઇચ્છાનો નાશ અને આવી ત્યારે તે વસ્તુની ઇચ્છા નથી. આહાહા..! એ વસ્તુ આવી ત્યારે એ નાશવાન છે અને ઇચ્છા થઈ એ પણ નાશવાન છે. આહા..! સમજાણું કાંઈ?
ત્યાં, જે ભાવ કાંક્ષમાણ (અર્થાત્ વાંછા કરનાર) એવા વેદ્યભાવને વેદે છે અર્થાત્ વેદ્યભાવને અનુભવનાર છે તે (વેદકભાવ) જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય ત્યાં સુધીમાં કાંક્ષમાણ...’ જે ચીજો વેદાવાયોગ્ય છે એ આવી એ પહેલાં વાંછા જે હતી તે વાંછાનો નાશ થઈ જાય છે. આહાહા..! ઝીણી વાત છે થોડી, હોં! આ ગાથા ઝીણી છે. શાયકભાવનું ધ્રુવપણું જે સ્વભાવભાવનું હોવાથી વર્તમાન જે પદાર્થને ઇચ્છે તે કાળે તે પદાર્થ નથી. નહિંત૨ ઇચ્છા કેમ થાય? અને જ્યારે આવે છે ત્યારે આ ઇચ્છા નથી. આહાહા..! કારણ કે પદાર્થ પણ અનિત્ય છે એટલે ઇચ્છા કાળે અનિત્ય પદાર્થ આવતો નથી અને અનિત્ય પદાર્થ આવ્યો ત્યારે ઇચ્છા અનિત્ય છે તે રહેતી નથી. સમજાણું આમાં કાંઈ? આવી વાતું છે. આહા..! ‘કાંક્ષમાણ (અર્થાત્ વાંછા કરનાર) એવા વેદ્યભાવને વેદે છે અર્થાત્ વેદ્યભાવને અનુભવનાર છે તે (વેદકભાવ) જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય ત્યાં સુધીમાં...' ઇચ્છા જે હતી તે રહેતી નથી. આહાહા..! વેદ્યભાવ વિનાશ પામી જાય છે;...' વેદાવાયોગ્ય જે ચીજ આવે છે ત્યારે વેદવાની ઇચ્છા છે તેનો નાશ થઈ જાય છે. આહાહા..! એવા ક્ષણિકનો મેળ નથી તેની ઇચ્છા જ્ઞાનીને કેમ હોય? આહા..! નિત્ય ભગવાનની જેને ભાવના છે એને ક્ષણિકની વેદનની ઇચ્છા અને વેદવાયોગ્યનો મેળ નથી, તેને તે ઇચ્છે કેમ? આહાહા..! ઝીણી વાતું છે થોડી.
તે વિનાશ પામી જતાં, વેદકભાવ શું વેદે?” કારણ કે પૂર્વની ઇચ્છાનો નાશ થયો અને