________________
૩૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ जो वेददि वेदिज्जदि समए समए विणस्सदे उभयं । तं जाणगो द् णाणी उभयं पि ण कंखदि कयावि।।२१६।। રે ! વેદ્ય વેદક ભાવ અને સમય સમયે વિણસે,
- એ જાણતો જ્ઞાની કદાપિ ન ઉભયની કાંક્ષા કરે. ૨૧૬. આહાહા.! ટીકા – ‘જ્ઞાની તો, સ્વભાવભાવનું ધ્રુવપણું.” આહાહા.! ભગવાન ધ્રુવ, તેની જેને પક્કડ થઈ ને સ્વભાવભાવ જે ધ્રુવ. આહાહા...! નિત્યાનંદનો નાથ ભગવાન ધ્રુવ.
સ્વભાવભાવનું ધ્રુવપણું હોવાથી, ધર્માને તો સ્વભાવભાવના ધ્રુવપણાનો આદર છે. આહા.! એ સ્વભાવભાવ ધ્રુવ આનંદ, જ્ઞાન, શાંતિ એવો સ્વભાવભાવ જે ધ્રુવ. જ્ઞાનીને સ્વભાવભાવનું ધ્રુવપણું હોવાથી આહાહા.! એની દૃષ્ટિમાં તો ધ્રુવપણું તરવરે છે, કહે છે. આહાહા...! ધર્મીની દૃષ્ટિમાં ધ્રુવપણું, સ્વભાવભાવ એવો જે ધ્રુવ. આહા.! એ જેની દૃષ્ટિમાં તરવરે છે, દૃષ્ટિમાં એનો આદર છે. આહાહા... ભારે વાતું, ભાઈ! ધર્મીની દૃષ્ટિ સ્વભાવભાવના ધ્રુવપણા ઉપર હોય છે. આહાહા...! ગમે તે પ્રસંગમાં પણ તે દૃષ્ટિ ત્યાંથી ખસતી નથી. આહાહા...!
ધર્મીને... આહાહા....! ગાથા ભારે ઊંચી! “સ્વભાવભાવનું...” સ્વભાવભાવ-ત્રિકાળ સ્વભાવભાવ આનંદ જ્ઞાયક સ્વભાવભાવ, “એનું ધ્રુવપણું હોવાથી, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવસ્વરૂપ નિત્ય છે;.' આહાહા...! ટંકોત્કીર્ણ નામ શાશ્વત “જ્ઞાયકભાવસ્વરૂપ નિત્ય છે;...' જ્ઞાયક સ્વભાવભાવ–ધ્રુવ સ્વભાવભાવ છે તે નિત્ય છે. ધર્મીની દૃષ્ટિ ત્યાં છે. આહાહા...! સમજાણું કાંઈ?
“અને જે વેદ્ય-વેદક (બે) ભાવો છે...” આહા...! પાઠમાં આગળપાછળ અર્થ છે. પાઠમાં વેદ્ય-વેદક છે. આમાં વેદક-વેદ્ય છે અને આમાં વેદ-વેદક છે. આહા.! છે એ પહેલી વાત થઈ ગઈ. પાઠમાં વેદકભાવ અને વેદ્યતે. છે ને? વેદ્યતે અને વેદાય તે, એમ પહેલું છે. આમાં વેદાય તે અને વેદનાર, વેદ્ય-વેદક (એટલે) વેદાવાયોગ્ય. વેદન–વેદનાર વર્તમાન. વર્તમાન વેદાવાયોગ્ય, એની ઇચ્છા જે આ પદાર્થની, અને તે વખતે વેદવું તે વેદનાર. આહા...! ઇચ્છા કાળે વેદવાની વસ્તુ છે નહિ અને વેદનાની વસ્તુ આવે ત્યારે એ ઇચ્છા રહેતી નથી. એટલે બેનો મેળ નથી. શું કહ્યું છે?
જે પદાર્થ ભોગવવાની ઇચ્છા થાય તે ઇચ્છા કાળે તો સામે વસ્તુ નથી અને વસ્તુ આવી ત્યારે ઓલી ઇચ્છાનો કાળ રહ્યો નથી. એટલે તો ઇચ્છાનો નાશ થઈ ગયો. એટલે વેદ્ય-વેદક ભાવનો મેળ નથી. બેય નાશવાન છે. આહા...! પરવસ્તુને ભોગવવાની ઇચ્છા થઈ
ત્યારે પરવસ્તુ નથી અને પરવસ્તુ આવી ત્યારે ઓલી ઇચ્છા નથી માટે બેય ક્ષણિક નાશવાનની ઇચ્છા કેમ હોય? આહા! અવિનાશી ધ્રુવ સ્વભાવની દૃષ્ટિને લઈને આવા નાશવાનની ઇચ્છા જ્ઞાનીને હોતી નથી. ન્યાય સમજાય છે કાંઈ? આહા.!
એક વાસના થઈ અંદર રતિ કે મારી આબરુ હોય તો ઠીક. હવે જ્યારે આબરુ થઈ