________________
ગાથા– ૨૧૬
૩૩૧ વેદ્યભાવને વેદે છે અર્થાત્ વેદ્યભાવને અનુભવનાર છે તે વેદકભાવ) જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય ત્યાં સુધીમાં કાંક્ષમાણ (અર્થાત્ વાંછા કરનારો) વેદ્યભાવ વિનાશ પામી જાય છે, તે વિનાશ પામી જતાં, વેદકભાવ શું વેદે ? જો એમ કહેવામાં આવે કે કાંક્ષમાણ વેદ્યભાવની પછી ઉત્પન્ન થતા બીજા વેદભાવને વેદે છે, તો ત્યાં એમ છે કે, તે બીજો વેદ્યભાવ ઉત્પન્ન થયા પહેલાં જ તે વેદકભાવ નાશ પામી જાય છે; પછી તે બીજા વેદ્યભાવને કોણ વેદે ? જો એમ કહેવામાં આવે કે વેદકભાવની પછી ઉત્પન્ન થતો બીજો વેદકભાવ તેને વેદે છે, તો ત્યાં એમ છે કે, તે બીજો વેદકભાવ ઉત્પન્ન થયા પહેલાં જ તે વેદ્યભાવ વિણસી જાય છે; પછી તે બીજો વેદકભાવ શું વેદે ? આ રીતે કાંક્ષમાણ ભાવના વેદનની અનવસ્થા છે. તે અનવસ્થાને જાણતો જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી.
ભાવાર્થ - વેદકભાવ અને વેદ્યભાવને કાળભેદ છે. જ્યારે વેદકભાવ હોય છે ત્યારે વેદ્યભાવ હોતો નથી અને જ્યારે વેદ્યભાવ હોય છે ત્યારે વેદકભાવ હોતો નથી. જ્યારે વેદકભાવ આવે છે ત્યારે વેદ્યભાવ વિણસી ગયો હોય છે; પછી વેદકભાવ કોને વેદે ? અને જ્યારે વેદ્યભાવ આવે છે ત્યારે વેદકભાવ વિણસી ગયો હોય છે; પછી વેદકભાવ વિના વેદ્યને કોણ વેદે? આવી અવ્યવસ્થા જાણીને જ્ઞાની પોતે જાણનાર જ રહે છે, વાંછા કરતો નથી. અહીં પ્રશ્ન થાય છે કે-આત્મા તો નિત્ય છે તેથી તે બન્ને ભાવોને વેદી શકે છે, તો પછી જ્ઞાની વાંછા કેમ ન કરે ? તેનું સમાધાનઃ- વેદ્ય-વેદક ભાવો વિભાવભાવો છે, સ્વભાવભાવ નથી, તેથી તેઓ વિનાશિક છે; માટે વાંછા કરનારો એવો વેદ્યભાવ જ્યાં આવે ત્યાં સુધીમાં વેદકભાવ (ભોગવનારો ભાવ) નાશ પામી જાય છે, અને બીજો વેદકભાવ આવે ત્યાં સુધીમાં વૈદ્યભાવ નાશ પામી જાય છે; એ રીતે વાંછિત ભોગ તો થતો નથી. તેથી જ્ઞાની નિષ્ફળ વાંછા કેમ કરે ? જ્યાં મનોવાંછિત વેદાતું નથી ત્યાં વાંછા કરવી તે અજ્ઞાન છે.
ગાથા-૨૧૬ ઉપર પ્રવચન
“હવે પૂછે છે કે અનાગત કર્મોદય-ઉપભોગ...” ભવિષ્યના ઉપભોગને “જ્ઞાની કેમ વાંછતો. નથી? ભવિષ્યના ઉપભોગને જ્ઞાની કેમ વાંછતો નથી? એમ શિષ્યનો પ્રશ્ન છે).
તોડનાતમુદાં જ્ઞાની ના ઝાંક્ષતીતિ સંસ્કૃત છે. ગાથા બહુ સારી છે. આ ગાથા (સંવત) ૧૯૯૧માં ઉમરાળાથી અહીં આવ્યા ને? ત્યારે “દાસે આ પ્રશ્ન પૂછ્યો હતો. પુરષોત્તમદાસ આવ્યા છે? નથી આવ્યા? એણે આ ગાથાનો પ્રશ્ન પૂછ્યો હતો. ૧૯૯૧નો ફાગણ મહિનો. ‘ઉમરાળા'. પછી ફાગણ વદ ત્રીજે અહીં આવ્યા ને? આ પ્રશ્ન કર્યો હતો–વેદ્ય-વેદકનો. આહા...! મૂળ પાઠ.