________________
૩૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ (વસ્તુ) આવી ત્યારે વેદવાનું શું વેદે છે? ઈ ઈચ્છા તો રહી નથી. જો એમ કહેવામાં આવે કે કાંક્ષમાણ વેદ્યભાવની પછી ઉત્પન્ન થતા બીજા વેદ્યભાવને વેદે છે...” પણ તે વખતે વેદવાનું આવે ત્યાં આ ભાવનો નાશ થાય છે અને આ ભાવનો નાશ ત્યારે ઓલી વેદવાયોગ્ય વસ્તુ આવે છે. આહાહા...! દાસે આ પ્રશ્ન કરેલો. તે દિ “ભાવનગર’ હતા ને? ‘ઉમરાળાથી
જ્યારે અહીં આવવું હતું. ફાગણ વદ ત્રીજે અહીં આવ્યા છીએ. એ પહેલા ‘ઉમરાળે” પ્રશ્ન કરેલો. જો બીજો વેદ્યભાવ ઉત્પન્ન થાય, વેદાવાયોગ્ય, તે “પહેલાં જ તે વેદકભાવ નાશ પામી જાય છે...” વસ્તુ છે એ નાશ પામી જાય છે.
પછી તે બીજા વેદ્યભાવને કોણ વેદે જો એમ કહેવામાં આવે કે વેદકભાવની પછી ઉત્પન્ન થતો બીજો વેદકભાવ તેને વેદે છે, તો ત્યાં એમ છે કે, તે બીજો વેદકભાવ ઉત્પન થયા પહેલાં જ તે વેદ્યભાવ વિણસી જાય છે, પછી તે બીજો વેદકભાવ શું વેદે ? આ રીતે કાંક્ષમાણ ભાવના વેદનની અનવસ્થા...” ઇચ્છાયેલા ભાવનું વેદવું, તેની અવસ્થા, મેળ નથી. તે અનવસ્થાને જાણતો જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી. આહાહા.! ઇચ્છાની ઇચ્છા નથી એટલે વાંછતો નથી. અંતરની ભાવનામાં–નિત્ય સ્વભાવભાવની દૃષ્ટિ હોવાથી તેની ભાવનામાં છે, આ ભાવમાં આવતો નથી.
પ્રવચન નં. ૨૯૫ ગાથા-૨૧૬, ૨૧૭ શ્લોક–૧૪૬-૧૪૭ સોમવાર, ભાદરવા સુદ ૫, તા. ૨૭-૦૮-૧૯૭૯
આ પર્યુષણનો પહેલો દિવસ છે. દસલક્ષણી પર્વ ગણાય છે. મુનિના દસ પ્રકારના ધર્મછે ને? એની પ્રધાનતાનું આ પર્યુષણ પર્વ છે). મુનિના દસ પ્રકાર જે ઉત્તમ ક્ષમા એ સમ્યગ્દર્શન સહિતની વાત છે. એકલી ક્ષમાને અહીં ક્ષમા કહેતા નથી. ભગવાનઆત્મા શાંત... શાંત શાંત. પૂર્ણ શાંતિનો સાગર, એનો જેને અંતર અનુભવ છે એવા સમ્યગ્દષ્ટિને ઉત્તમ ક્ષમા હોય છે. અહીં મુનિને મુખ્યપણે કહે છે. શ્વેતાંબરમાં એનો આજ છેલ્લો દિ છે, એને પહેલા સાત દિ થઈ ગયા. એ લૌકિક રીત હતી, આ તો વાસ્તવિક રીત છે. લગનમાં હોય છે ને જે મંડપનો દિવસ? લગનનો. એનાથી વર્ધી પહેલી નાખે લૌકિકમાં. એમાં એમ છે. એક પાંચમનું જ પજોસણ. શ્વેતાંબરમાં શાસ્ત્રમાં એક પાંચમનું જ છે, ચોથનું પછી એક સાધુએ કરેલું. મૂળ પાંચમ છે, બાકી સાત દિ તો એ લોકોએ વધાર્યા. આ તો અનાદિ સનાતન જૈનધર્મ છે). પાંચમથી ચૌદસ. એ દસે ધર્મ વાસ્તવિક મુનિના છે. એમાં પહેલો ઉત્તમ ક્ષમા. ૪૪ પાનું છે. આ ગુજરાતી લઈએ છીએ. ૪૫ પાનાની પહેલી લીટી) ઉપર.
અજ્ઞાનીજનો દ્વારા આહાહા...! અજ્ઞાનીજનો દ્વારા શારીરીક બાધા કે અપશબ્દોનો પ્રયોગ કે હાસ્ય અને મશ્કરી કરે. આહાહા.! કે બીજા પણ અપ્રિય કાર્ય કરવા છતાં જે નિર્મળ