________________
ગાથા૨૧૬
૩૩૫ અને વિપુલ જ્ઞાનના ધારક સાધુ.. આહા..! એના મનમાં ક્રોધાદિ વિકારને પ્રાપ્ત થતો નથી. આહાહા...! એવો પ્રસંગ ઉભો હોય, જે મશ્કરી કરે, અપ્રિય વચન કરે. આહાહા...! અજ્ઞાનીજનો દ્વારા બાધા ઊપજે (તોપણ) શાંતિ. આહા..! એનું નામ ક્ષમા છે. તે મોક્ષમાર્ગમાં ચાલનાર પથિકજનોને સર્વપ્રથમ સહાયક છે. પછી મુનિધર્મરૂપી પવિત્ર વૃક્ષ ઉન્નત ગુણોના સમૂહરૂપી ડાળીઓ, પાંદડાં, ફૂલોથી પરિપૂર્ણ થયું થકું, એવું થકા પણ જો અતિશય તીવ્ર ક્રોધરૂપી દાવાનળથી. આહાહા.! તીવ્ર ક્રોધ જો કરે તો એ બધા નાશ પામી જાય. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ. જેમ ઝાડમાં અગ્નિ પડે અને ડાશ થાય. આહા.! વન ફાળ્યું-ફૂલ્યું હોય પણ જો અગ્નિ આવે તો બળી જાય. એમ અંદર સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના પરિણામ થયા હોય પણ જો કોધ તીવ્ર કરે તો બધું ભસ્મ થઈ જાય. આહાહા...!
અમે રાગાદિ દોષોથી રહિત થઈને વિશુદ્ધ મનથી સ્પષ્ટ સ્થિર થઈ છીએ. મુનિરાજ કહે છે. આહાહા... યથેષ્ટ આચરણ કરનારા લોકો પોતાની કલ્પનાથી આચરણ કરનારા સ્વચ્છંદીઓ પોતાના હૃદયમાં ગમે તેમ માને, લોકમાં શાંતિ અભિલાષી મુનિઓએ પોતાની આત્મશુદ્ધિ સિદ્ધ કરવી જોઈએ. દુનિયા ગમે તે માને પણ ધર્માત્માએ તો પોતાના આત્માની શુદ્ધિ વૃદ્ધિ કરવી જોઈએ. આહાહા...! ઉત્તમ ક્ષમા શબ્દ છે ને? એકલી ક્ષમા નહિ. સમ્યગ્દર્શન સહિત તે ઉત્તમ ક્ષમા (છે). આહાહા.! એ મુનિનો ધર્મ છે. સાચા સંત જેને અંતર સમ્યગ્દર્શન, જ્ઞાન, શાંતિ... શાંતિ. શાંતિ પ્રગટ થઈ છે અને આવા પ્રસંગમાં અશાંતિનો ક્રોધ ન હોય, એમ કહે છે. આહાહા...!
દુર્જન મનુષ્ય મારા દોષી જાહેર કરી સુખી થાઓ. આહાહા.! ધર્માત્મા એમ વિચારે છે. દુર્જનો દોષો દેખી સુખી થાઓ, પ્રભુ! આહાહા.! ધનનો અભિલાષી મનુષ્ય મારું સર્વસ્વ ગ્રહણ કરીને સુખી થાઓ તો થાઓ. જો શત્રુ મારું જીવન ગ્રહણ કરીને સુખી થતો હોય, પ્રાણ લઈને સુખી થતો હોય તો થાઓ. આહાહા. બીજા કોઈ મારું સ્થાન લઈને સુખી થતા હોય તો થાઓ. આહાહા...! અને જે મધ્યસ્થ છે–રાગદ્વેષ રહિત છે, એવા મધ્યસ્થ બની રહે. જે મધ્યસ્થ વીતરાગી છે તે એમાં રહો. આખુંય જગત અતિશય સુખનો અનુભવ કરો, પ્રભુઅહીં તો કહે છે. આહાહા...! મારા નિમિત્તે કોઈપણ સંસારી પ્રાણીને કોઈપણ પ્રકારે દુઃખ ન થાય, એમ હું ઊંચા સ્વરે પોકારું છું, કહે છે. આહાહા! જુઓ! વ્યાખ્યા.
હે મન! શું તું સંપૂર્ણ ત્રણ લોકમાં ચૂડામણિ સમાન એવા શ્રેષ્ઠ વીતરાગ જિનને નથી જાણતો. આહાહા...! સર્વજ્ઞ પરમાત્મા જગતમાં છે, અને પ્રભુ! તું નથી જાણતો? તારા હૃદયમાં એ સર્વજ્ઞ કેવા છે એ નથી બેઠું? આહાહા.! શું વીતરાગ કથિત ધર્મનો આશ્રય નથી લીધો? આહાહા.! પરમાનંદનો સાગર નાથ આત્મા, તેનો આશ્રય પ્રભુ! તેં નથી લીધો? શું જનસમૂહ જડ અજ્ઞાની નથી? જગત તો અજ્ઞાની છે, ખબર છે. આહાહા.! જેથી તું મિથ્યાષ્ટિ અને અજ્ઞાની દુષ્ટ પુરુષો દ્વારા કરવામાં આવેલા થોડાક ઉપદ્રવથી પણ વિચલિત