________________
૩૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭
થઈને બાધા ઊપજે છે કે જે કર્મ આસવનું કારણ છે. આહા..! દુનિયા સુખી થાઓ ગમે તે રીતે. મારા દોષ દેખીને, લૂંટીને–જીવન લૂંટીને, મારું સ્થાન લઈને સુખી થાઓ, બાપા! આહાહા..! એનું નામ અંદર ક્ષમા કહેવાય. આ પદ્મનંદ પંચવંશિત’ નવું આવ્યું છે ને?
હવે આપણે આ વેદ્ય-વેદક. ભાવાર્થ :- ઝીણી વાત છે, પ્રભુ! આહાહા..! વૈદકભાવ અને વેદ્યભાવને કાળભેદ છે.’ એટલે? કે, જે કોઈ પદાર્થને ઇચ્છે છે એવો જે વેદ્યભાવ અને જ્યારે સામગ્રી આવે અને વેદવાયોગ્ય ભાવ, બેનો કાળભેદ છે. આહા..! શું કહ્યું ઇ? વૈદકભાવ અને વેદ્યભાવને કાળભેદ છે. જ્યારે વેદકભાવ હોય છે...’ જ્યારે વેદાવાયોગ્ય, ભોગવવાયોગ્ય સામગ્રી મળે અને ભાવ હોય છે ત્યારે પેલો વેદ્યભાવ જે ઇચ્છા હતી તે હોતી નથી. આહાહા..! ઇચ્છા વખતે વેદક ને સામગ્રી આદિ વેદવાનો ભાવ હોતો નથી. અને એ જ્યારે વેદવાનો કાળ આવે ત્યારે એ ઇચ્છા રહેતી નથી. આહાહા..!
જ્યારે વેદ્યભાવ હોય છે ત્યારે વેદકભાવ હોતો નથી.’ ઇચ્છા હોય છે ત્યારે સામગ્રીને વેદવાનું હોતું નથી. આહા..! જ્યારે વેદકભાવ..’ ભોગવવા યોગ્ય આવે છે ત્યારે...’ પેલો ઇચ્છારૂપી ભાવ ‘વિણસી ગયો હોય છે;...' સમજાય છે કાંઈ? આહાહા..! આ પ્રશ્ન કર્યો હતો ને? પુરષોત્તમભાઈ’એ કર્યો હતો. ‘ઉમરાળા’માં. અહીં આવવા પહેલા. પરિવર્તન કરવા પહેલા ‘ઉમરાળે’ (સંવત) ૧૯૯૧ના ફાગણ મહિનામાં પ્રશ્ન કર્યો હતો. આ ૨૧૬ ગાથાનો. એમાં (–સ્થાનકવાસીમાં) હતા ને ત્યારે? આહા..!
ભાઈ! ધર્માત્માને જેને આત્મજ્ઞાન અને અનુભવ છે એને ઇચ્છા-૫૨૫દાર્થને ભોગવું એવી ઇચ્છા જ હોતી નથી. કેમકે ઇચ્છા જે છે તે કાળે તેને ભોગવવાના કાળમાં સામગ્રી નથી અને ભોગવવાની સામગ્રી આવે ત્યારે વેદવાની ઇચ્છા જે હતી તે ઇચ્છા રહેતી નથી. આહાહા..! સમજાય છે કાંઈ? બેય ક્ષણે ક્ષણે નાશવાન છે. ઇચ્છા પણ નાશવાન છે અને વેદવાયોગ્યની સામગ્રી આવે એ પણ નાશવાન અને તેને વેદવાનો ભાવ એ પણ નાશવાન. આહાહા..! ‘સમયસાર’ ગજબ વાત છે. અત્યારે ભરતક્ષેત્રમાં અજોડ ‘સમયસાર’ છે. આહા..! ભગવાનની સાક્ષાત્ વાણી ત્રણ લોકના નાથ, એની વાણીના ભણકાર છે બધા. આહાહા..!
જ્યારે વેદકભાવ આવે છે ત્યારે વેદ્યભાવ વિણસી ગયો હોય છે;...' ભોગવવાનો કાળ આવે ત્યારે ભોગવવાની જે ઇચ્છા હતી તે તો હોતી નથી. સમજાય છે આમાં? વેદ્યભાવ વિણસી ગયો હોય છે;...’ જ્યારે વેદકભાવ આવે, ભોગવવાનો કાળ ત્યારે ઇચ્છા જે હતી એ ઇચ્છા તો રહેતી નથી. આહાહા..! વૈદકભાવ કોને વેદે? જ્યારે વેદ્યભાવ આવે છે ત્યારે વેદકભાવ વિણસી ગયો હોય છે;...' વળી પાછી ઇચ્છા થાય ત્યારે વેદકભાવ હોતો નથી. પછી વેદકભાવ વિના વેદ્યને કોણ વેદે? આવી અવ્યવસ્થા જાણીને જ્ઞાની પોતે જાણનાર રહે છે...’ આહાહા..! ઇચ્છા અને સામગ્રીનું ભોગવવું, બેનો મેળ નથી. માટે જ્ઞાની જ્ઞાતાપણે (રહે છે). આહા..! જ્ઞાનીને ઇચ્છા થાય એ તો નબળાઈનું કામ છે. એ ઇચ્છા ભોગવવાની