________________
ગાથા૨૧૬
૩૩૭ ચીજ મળે અને ભોગવું એમ નથી. સમજાય છે કાંઈ? એ ઇચ્છાને પણ અંતર આત્માના આનંદ ને જ્ઞાતા દ્વારા જાણે છે. તેથી તેને એ ઇચ્છા કે, આને ભોગવું, એવી ઇચ્છા તેને હોતી નથી. આહાહા...!
“અહીં પ્રશ્ન થાય છે કે–આત્મા તો નિત્ય છે તેથી તે બન્ને ભાવોને વેદી શકે છે; ઇચ્છા થઈ અને પછી વેદવાયોગ્ય વસ્તુ થઈ તો બેયને નિત્ય છે તો કરી શકે છે, એમ શિષ્યનો પ્રશ્ન છે. આહાહા.. તો પછી જ્ઞાની વાંછા કેમ ન કરે?’ બહુ વાત ઝીણી. તેનું સમાધાન :- વેદ્ય-વેદક ભાવો વિભાવભાવો છે...” ઇચ્છા થવી અને ભોગવવાનો કાળ આવે એ પણ સામગ્રી અને એનો રાગ, એ બધું નાશવાન છે. આહાહા..! ધર્મી જેને ધ્રુવ ચિદાનંદ પ્રભુ, આનંદનો સાગર જેને દૃષ્ટિમાં આવ્યો છે, એને એ ભોગવવાની ઇચ્છા અને ભોગવવાનો ભાવ, બેય હોતા નથી. આહાહા...! આવું છે). તે વેદકભાવ વિભાવ છે, સ્વભાવભાવ નથી, તેથી તેઓ વિનાશિક છે; માટે વાંછા કરનારો એવો વેદ્યભાવ...” જોયું? ઇચ્છા થાય કે, આ નહિ. એ વાંછા કરનારો એવો વેદ્યભાવ જ્યાં આવે “ત્યાં સુધીમાં વેદકભાવ નાશ પામી જાય છે;” ભોગવવા યોગ્ય ભાવ છે એ તો નાશ પામે. “અને બીજો વેદકભાવ આવે ભોગવવા યોગ્ય) ત્યાં સુધીમાં વેદ્યભાવ નાશ પામી જાય છે;” ભોગવવાનો બીજો ભાવ આવે ત્યાં (સુધીમાં) પેલી જે ઇચ્છા છે–વેદ્યભાવ, એનો નાશ થઈ જાય. એ રીતે વાંછિત ભોગ તો થતો નથી.” ઇચ્છાવાળો વાંછિત ભોગ સામગ્રી એને મળતી નથી તેથી વાંછિત ભોગ ભોગવાતો નથી. આહાહા...!
લ્યો, આ ક્ષમાને દિ' પહેલું આ આવ્યું. પર્યુષણ છે ને? આત્માની સેવા કરવી, ઉપાસના (કરવી) એનું નામ પર્યુષણ છે. ભગવાન આત્મા જ્ઞાન ને આનંદનો સાગર પ્રભુ, તેનામાં સન્મુખ થઈને તેની સેવા કરવી, તેમાં એકાગ્ર થવું એ પર્યુષણનું કર્તવ્ય છે. આહાહા...!
એ રીતે વાંછિત ભોગ તો થતો નથી. ઇચ્છાવાળી સામગ્રી હોતી નથી અને સામગ્રી હોય, આવે ત્યારે બીજી ઇચ્છા થઈ જાય. આહાહા! તેથી જ્ઞાની નિષ્ફળ વાંછા કેમ કરે? ' જરી અટપટી વાત છે. ટૂંકી તો આ વાત છે કે, જેને ભોગવવાને ઇચ્છે ત્યારે એ ભોગ હોતો નથી, જો હોય તો ઇચ્છા કેમ રહે? અને ઇચ્છા વખતે ભોગવવાની સામગ્રી કે ભોગવવાનો ભાવ અને ભોગવવાનો ભાવ જ્યારે આવે ત્યારે ઓલી વેદ્યનો ઇચ્છાનો કાળ રહેતો નથી. આહાહા.! છે ઝીણું, ભાઈ! આ તો “સમયસાર છે. પરમાત્માની દિવ્યધ્વનિ. આહાહા...!
જ્યાં મનોવાંછિત વેદાતું નથી...... આહાહા.! મનમાં જે ઇચ્છા આવે એ વસ્તુને વેદાતી નથી. વાંછા કરવી તે અજ્ઞાન છે. માટે તે ભોગવવાની ભાવના-ઇચ્છા કરવી એ અજ્ઞાન છે. સમજાણું આમાં? એનો શ્લોક.