________________
ગાથા ૧૯૫ જ્ઞાનનું સામર્થ્ય એવું છે કે કર્મોદયની બંધ કરવાની શક્તિનો અભાવ કરે છે અને તેથી કર્મના ઉદયને ભોગવવા છતાં જ્ઞાનીને આગામી કર્મબંધ થતો નથી. આ પ્રમાણે સમ્યજ્ઞાનનું સામર્થ્ય કહ્યું.
પ્રવચન નં. ૨૭૨ ગાથા-૧૯૫, ૧૯૬ ગુરુવાર, અષાઢ વદ ૩, તા. ૧૨-૦૭-૧૯૭૯
સમયસાર ૧૯૫ ગાથા.
जह विसमुव जंतो वेज्जो पुरिसो ण मरणमुवयादि । पोग्गलकम्मस्सुदयं तह भुंजदि णेव बज्झदे णाणी।।१९५।।
જયમ ઝેરના ઉપભોગથી પણ વૈદ્ય જન મરતો નથી,
ત્યમ કર્મઉદયો ભોગવે પણ જ્ઞાની બંધાતો નથી. ૧૯૫. ટીકા :- જેમ કોઈ વિષવૈદ્ય, બીજાઓના મરણનું કારણ બીજાઓ જો ખાય તો મરી જાય એવું ઝેર. જે વિષ તેને ભોગવતો છતો પણ, અમોઘ (રામબાણ) વિદ્યાના સામર્થ્ય વડે...” અમોઘ વિદ્યા, સફળ વિદ્યા, રામબાણ વિદ્યા. એ વિદ્યાના પ્રયોગથી વૈદ્ય ઝેરમાં મરવાનું છે એ રહે નહિ. વિદ્યાના સામર્થ્ય વડે વિષની શક્તિ રોકાઈ ગઈ...” છે. ઝેરની શક્તિ ત્યાં રોકાય જાય છે. આ તો દગંત છે. “મરતો નથી, તેમ અજ્ઞાનીઓને રાગાદિભાવોના સદ્ભાવથી બંધનું કારણ...” એમ કહ્યું હતું ને પહેલું? “વિષવૈદ્ય બીજાઓના મરણનું કારણ...”
એમ કહ્યું હતું. એમ અજ્ઞાનીને) આત્માના આનંદના સ્વાદની ખબર નથી, અતીન્દ્રિય આનંદ પ્રભુ છે એની એને ખબર નથી. એવા અજ્ઞાનીઓને “રાગાદિભાવોના સદૂભાવથી બંધનું કારણ જે પુદ્ગલકર્મનો ઉદય. આહા.! તેને જ્ઞાની ભોગવતો છતો...” ભાષા સમજાવવા તો એમ કહે ને? બાકી ખરેખર તો ધર્મ એવી ચીજ છે કે આત્માના આનંદના સ્વાદમાં એને રાગાદિ આવે એ બધો જ્ઞાનીને ઝેર જેવો લાગે છે. આહાહા.! ધર્મ ચીજ કોઈ એવી છે. સાધારણ કોઈ વાત નથી કે દયા પાળી ને વ્રત કર્યા ને અપવાસ કર્યા (એટલે) થઈ ગયો ધર્મ.
ધરમ તો ધર્મી એવો જે આત્મા, એને સ્પર્શીને જે જ્ઞાન ને આનંદ આવે એ જ્ઞાન અને આનંદના બળથી અજ્ઞાનીને જે કર્મ ભોગવતા બંધ થાય... આહા...! તેને જ્ઞાની ભોગવતો છતો...” આહા! “છતો પણ, અમોઘ જ્ઞાનના સામર્થ્ય...” ઓલામાં અમોઘ વિદ્યાનું સામર્થ્ય હતું. આમાં અમોઘ જ્ઞાનનું સામર્થ્ય (લીધું). આહા...! એ જ્ઞાનનું સામર્થ્ય એટલે? ચૈતન્ય સ્વભાવ પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ વીતરાગ સ્વરૂપ, એવું જે અનુભવમાં આવ્યું છે એ અનુભવના સામર્થ્યના બળ વડે અજ્ઞાનીને જે રાગાદિને કારણે બંધનું કારણ હતું તે જ્ઞાનીને નિર્જરાનું કારણ થાય છે. આહા.! પણ કારણ આ. આહાહા..!