________________
३८
ગાથા-૧૯૫
સમયસાર સિદ્ધિ ભાગ-૭
अथ ज्ञानसामर्थ्यं दर्शयति
जह विसमुवभुंजंतो वेज्जो पुरिसो ण मरणमुवयादि । पोग्गलकम्मस्सुदयं तह भुंजदि णेव बज्झदे णाणी । । १९५ ।। यथा विषमुपभुज्जानो वैद्यः पुरुषो न मरणमुपयाति । पुद्गलकर्मण उदयं तथा भुंक्ते नैव बध्यते ज्ञानी । । १९५ । । यथा कश्चिद्विषवैद्यः परेषां मरणकारणं विषमुपभुज्जानोऽपि अमोघविद्यासामर्थ्येन निरुद्धतच्छक्तित्वान्न म्रियते, तथा अज्ञानिनां रागादिभावसद्भावेन बन्धकारणं पुद्गलकर्मोदयमुपभुज्जानोऽपि अमोघज्ञानसामर्थ्यात् रागादिभावानामभावे सति निरुद्धतच्छक्तित्वान्न बध्यते ज्ञानी ।
હવે જ્ઞાનનું સામર્થ્ય બતાવે છે :
જ્યમ ઝેરના ઉપભોગથી પણ વૈદ્ય જન મરતો નથી, ત્યમ કર્મઉદયો ભોગવે પણ જ્ઞાની બંધાતો નથી. ૧૯૫.
ગાથાર્થ :- [ ચચા ] જેમ [ વૈદ્યઃ પુરુષઃ ] વૈદ્ય પુરુષ [ વિષમ્ ૩૫મુખ્ખાન: ] વિષને ભોગવતો અર્થાત્ ખાતો છતો [ મરળમ્ ન ઉપયાતિ ] મરણ પામતો નથી, [ તથા ] તેમ [ જ્ઞાની ] શાની [ પુન્નનર્મનઃ ] પુદ્ગલકર્મના [ વર્ષ ] ઉદયને [ મુંન્ને ] ભોગવે છે તોપણ [ ન વ વધ્યતે ] બંધાતો નથી.
ટીકા :- જેમ કોઈ વિષવૈદ્ય, બીજાઓના મરણનું કારણ જે વિષ તેને ભોગવતો છતો પણ, અમોઘ (રામબાણ) વિદ્યાના સામર્થ્ય વડે વિષની શક્તિ રોકાઈ ગઈ હોવાથી, મરતો નથી, તેમ અજ્ઞાનીઓને રાગાદિભાવોના સદ્ભાવથી બંધનું કારણ જે પુદ્ગલકર્મનો ઉદય તેને જ્ઞાની ભોગવતો છતો પણ, અમોઘ જ્ઞાનના સામર્થ્ય દ્વારા રાગાદિભાવોનો અભાવ હોતાં (-હોઈને) કર્મોદયની શક્તિ રોકાઈ ગઈ હોવાથી, બંધાતો નથી.
ભાવાર્થ :- જેમ વૈદ્ય મંત્ર, તંત્ર, ઔષધ આદિ પોતાની વિદ્યાના સામર્થ્યથી વિષની મ૨ણ કરવાની શક્તિનો અભાવ કરે છે તેથી વિષ ખાવા છતાં તેનું મરણ થતું નથી, તેમ જ્ઞાનીને