________________
શ્લોક–૧૩૪ જરી રાગ આવે છે છતાં ત્યાં રાગનો પ્રેમ નથી એટલે બંધાતો નથી. ભાષા કર્મની લીધી છે. ‘(અજ્ઞાનીને તે આશ્ચર્ય ઉપજાવે છે અને જ્ઞાની તેને યથાર્થ જાણે છે).' અજ્ઞાનીને આશ્ચર્ય થાય કે, આહાહા...! છ ખંડનું રાજ, આટલો ભોગ અને કાંઈ નહિ? અને અમે મહાવ્રત ધારી, હજારો રાણી છોડીને બેઠા હોય અમને હજી વૈરાગ્ય પણ નહિ? બાપુ! આ વસ્તુ એવી (છે). શુભ-અશુભ ભાવથી ખસી જતાં સ્વભાવમાં અસ્તિત્વમાં જતાં શુભાશુભ ભાવમાં નાસ્તિપણું આવતાં જે વૈરાગ્ય થાય તેને વૈરાગ્ય કહે છે. આહા.હા! વિશેષ કહેશે..
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)
રાત્રે (ચર્ચામાં) કહેલ કે પૈસાવાળા બહુ તો પશુમાં જવાના... એનો અર્થ કે જેને ધરમ નથી, જેને સસમાગમમાં, શાસ્ત્રના શ્રવણ-મનનમાં ૨-૪ કલાક ગાળવા જોઈએ એ ગાળતો નથી, એથી એને પુછ્યું નથી; ધરમ તો એકકોર રહ્યો! જે ભગવાન આત્મા અનંતગુણનો પિંડ પ્રભુ છે એની સમ્યગ્દર્શનની પ્રતીતિરૂપ ધરમ નથી તેને ૨૪ કલાક પૈસામાં આ...આ...આ.... હોળી સળગ્યા જ કરે છે. પૈસાની હોળીમાં આખો દિ એકલું પાપ પાપ હો! ધરમ તો નથી ને એકલું પાપા એને પુષ્ય નથી. માટે હંમેશા ૨-૪ કલાક શાસ્ત્રશ્રવણ–વાંચન, દેવ-દર્શન, સાંભળવું-સસમાગમ કરવો–એવું તો જેને ૨૪ કલાકમાં નથી એને તો એકલું પાપ છે, અને તે મધ્યમ પાપ છે એટલે તિર્યંચમાં જવાના આહાહાઅત્યારે રળી લઈએ, પછી ધરમ કરીશું-એમ માને પણ અત્યારે એટલે શું? પાપ અત્યારે કરી લઈએ, પછી પુણ્ય-ધરમ કરીશું. ઈષ્ટોપદેશમાં તો ત્યાં લગી કહ્યું છે કે કોઈ માણસ શરીરે કાદવ ચોપડીને પછી કૂવો ખોદીને પાણીથી સ્નાન કરીશું એમ કહે, એમ પહેલાં પૈસા રળી લઈએ ને પછી દાન કરીશું! દાન કરવા માટે પહેલાં પાપ કરે છે ને પુણ્યની પછી વાત છે. પહેલાં શરીરને મેલ લગાડીયે પછી કૂવો ખોદીને પાણી કાઢીને સ્નાન કરીશુંઆહાહા! ક્યારે કૂવો ખોદે ને ક્યારે પાણી નીકળેએનું કાંઈ ઠેકાણું શું થાયા વિચાર કર્યો છે કે હવે પછીનો અનંતકાળ ક્યાં ગાળવો છે? અરેરા એથી તો આચાર્યદેવે કહ્યું છે કે પુણ્યથી વૈભવ મળે, વૈભવમાંથી મદ મળે–મદ થાય, મદથી મતિ ભ્રષ્ટ થાય, મતિ ભ્રષ્ટથી ઢોરમાં જાય-તિર્યંચમાં જાય. કારણ કે આર્ય માણસને દારૂ-માંસ તો હોય નહીં. આહાહાહા!
આત્મધર્મ અંક-૧, જાન્યુઆરી-૨૦૦૮