________________
સમયસાર સિદ્ધિ ભાગ-૭
શ્લોક-૧૩૪ ઉપર પ્રવચન
૧૩૪ કળશ.
| (અનુષ્ટ્રમ) तज्ज्ञानस्यैव सामर्थ्य विरागस्यैव वा किल।
यत्कोऽपि कर्मभिः कर्म भूज्जानोऽपि न बध्यते।।१३४।। ખરેખર તે (આશ્ચર્યકારક) સામર્થ્ય...” તિ સામર્થ્ય એમ છે ને? તે (આશ્ચર્યકારક) સામર્થ્ય.” [જ્ઞાનચ વી આહાહા.! આત્માનું છે એ તો. આહાહા.! ચૈતન્ય ભગવાન આનંદનો સાગર, એકલા સુખના સાગરના નીરથી ભરેલો. આ સાગરમાં પાણી ભર્યું છે અને અહીં સુખનો સાગર, સુખ ભર્યું છે. આહાહા...! અતીન્દ્રિય આનંદના નીરથી ભરેલો ભગવાન... આહાહા...! એના જ્ઞાનનું જ એ બધું માહાભ્ય છે. આહાહા...! એ બધું આત્માના સ્વભાવનું માહાસ્ય છે અથવા વિરાગનું જ છે...” પર તરફનો વૈરાગ્ય, પુણ્ય અને પાપના ભાવથી વિરક્ત અને સ્વભાવમાં રક્ત. અજ્ઞાની સ્વભાવથી વિરક્ત અને પુણ્ય-પાપમાં રક્ત (છે). દૃષ્ટિ ગુલાંટ ખાય છે. આહાહા...! સમ્યગ્દષ્ટિ સ્વભાવમાં રક્ત અને પુણ્ય-પાપના બેય ભાવથી વિરક્ત એને વૈરાગ્ય કહીએ. બહારના દુકાન, બાયડી, છોકરા છોડીને બેઠો માટે વૈરાગી છે, એમ નહિ. શુભ અને અશુભ રાગથી જે વૈરાગ્ય કરે છે, એમાંથી રક્તપણું છોડી ફ્લે છે. આહાહા.! એને જ્ઞાની અને વૈરાગી કહેવામાં આવે છે. આહાહા.! આવી વાત છે.
ખરેખર.” તિત્વ સામર્થ્ય તે આશ્ચર્યકારક) સામર્થ્ય જ્ઞાનનું જ છે અથવા વિરાગનું જ છે.” [વ: મ]િ “કોઈ (સમ્યગ્દષ્ટિ જીવ.” [ર્મ મુક્ઝાનઃ | ‘કર્મને ભોગવતો છતો...... આહાહા.! જનેતાને નગ્ન દેખતાં જેમ લાજી જાય છે એમ સમકિતી પરવસ્તુને ભોગવતા લાજ પામી જાય છે. તેના તરફના આશ્રયમાં લાજ પામી જાય છે. અરે.રે....! આ શું? આહાહા.! ઝીણી વાત છે, પ્રભુ ! મારગ બહુ ઝીણો છે. ઓલું નહોતું થયું? “ગાંધી”. નૌઆખલી દેશમાં નહિ? મુસલમાનો હિન્દુઓને એવું નુકસાન કરતાં કે, ચાલીસ વર્ષની મા અને વીસ વર્ષનો છોકરો, બેને નાગા કરીને (ભીડવે). અરે... પ્રભુ! જમીન મારગ આપે તો સમાય જઈએ. આ શું કરે છે? આહાહા...! એમ ધર્મીને પરદ્રવ્ય પ્રત્યેનો પ્રેમ એવો ઉડી ગયો છે. આહાહા! કે જેના આત્માના પ્રેમ આડે, પરથી તો પુણ્ય-પાપના વિકલ્પથી પણ જેને વૈરાગ્ય થઈ ગયો છે. આહાહા...! ઈ ગાથા કહેશે. જ્ઞાન અને વૈરાગ્યનું સામર્થ્ય કહે છે ને? એનો આ કળશ છે ઈ ઉપોદ્યાત છે.
કોઈ સમ્યગ્દષ્ટિ જીવ) કર્મને ભોગવતો છતો કર્મોથી બંધાતો નથી” ઈ “કર્મ' શબ્દ