________________
૪૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ આત્માનો સ્વભાવ પરમાત્મસ્વરૂપે એ તો છે. પરમ સ્વરૂપ, દરેક ગુણ પરમ સ્વરૂપે પૂર્ણ બિરાજે છે. એવા સ્વરૂપનું સ્વસંવેદન, સ્વ નામ પોતાનું સં (નામ) પ્રત્યક્ષ, પરની અપેક્ષા વિના વેદન થાય તે વેદન આગળ અજ્ઞાનીને જે રાગાદિને કારણે ઉદયમાં બંધ થતો હતો), તે જ્ઞાનીને ઉદયમાં બંધ થતો નથી. આહાહા...! એવું માહાસ્ય ચૈતન્યનું છે. એવું માહાભ્ય કોઈ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામનું એવું માહાસ્ય નથી. એ તો બંધના કારણ છે). સંસાર, ઘોર સંસાર (છે). આહાહા.! ત્યારે ભગવાન આત્મા, પૂર્ણ અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનું વેદન હોવાથી જ્ઞાનીને, જે અજ્ઞાનીને બંધનું કારણ છે, એ જ જ્ઞાનીને નિર્જરાનું કારણ છે.
છે?
“અમોઘ જ્ઞાનના સામર્થ્ય દ્વારા રાગાદિભાવોનો અભાવ હોતાં...” કેમકે એને રાગનો પ્રેમ જ નથી, ઝેર દેખે છે. આહાહા...! આત્માના અમૃતના અતીન્દ્રિય, અચિંત્ય અનંત કાળમાં નહિ વેઠ્યો, જાણ્યો એવો આત્માનો સ્વભાવ વેઠ્યો, એ સ્વભાવના બળના જોરે. અમોઘ બાણ એટલે ઈ. આહા...! “રાગાદિભાવોનો અભાવ હોતાં.” જરી રાગ છે પણ રાગનો રાગ નથી. વીતરાગ સ્વરૂપે પ્રભુ બિરાજે છે), એના પ્રેમમાં સ્વસંવેદન આગળ રાગની કાંઈ કિંમત નથી. આહાહા...! બહારની ચીજની તો કોઈ કિમત છે જ નહિ. શરીર કે પૈસા કે આબરુ કે, એ કોઈ ચીજ નથી, એ તો જગતની જડ ચીજ (છે). પણ આત્માના આનંદના સ્વાદ આગળ કર્મના ઉદયનો રાગ આવે અને ભોગવે પણ ખરો. આહાહા...! પણ જ્ઞાન અને આનંદના સ્વાદની મીઠાશની અધિકતાને લઈને, એ રાગમાં મીઠાશ ઉડી ગઈ છે. આવી વાત છે. ચાહે તો ચૂકવર્તીનું રાજ હો, પણ એ તો જડ છે, પર છે. એમાં તો સુખબુદ્ધિ ઊડી ગઈ છે, ધર્મીને પોતાની સુખબુદ્ધિ થઈ તેથી પરમાંથી તો સુખબુદ્ધિ ઊડી ગઈ છે પણ રાગમાંથી પણ સુખબુદ્ધિ ઊડી ગઈ છે. આહાહા. કેટલી શરતુંવાળો ધર્મ આવો ધર્મ
એ ‘અમોઘ જ્ઞાનના સામર્થ્ય દ્વારા.” જ્ઞાન એટલે એકલું જાણવું, એમ નહિ. એ જાણવું એવું તો અગિયાર અંગનું જ્ઞાન અનંતવાર થયું, પણ જ્ઞાનસ્વરૂપ એવો આત્મા, એને સ્પર્શીને સ્વસંવેદન થાય. સ્વ (અર્થાતુ) પોતાનું, સં (નામ) પ્રત્યક્ષ. પર અને રાગના વિકલ્પ ને પરની અપેક્ષા વિના (થયેલું જ્ઞાન). તે વેદનના બળથી તેને રાગના વેદનમાં પ્રેમ અને રુચિ નથી. તેથી તે રાગ ખરી જાય છે. આહાહા.! “બંધાતો નથી. છે?
બાગાદિભાવોનો અભાવ હોતાં –હોઈને) કર્મોદયની શક્તિ રોકાઈ ગઈ છે. આહાહા...! કર્મનો ઉદય છે એ નવા બંધનું કારણ થાય, એ શક્તિ રોકાઈ ગઈ છે. આહાહા...! અમોઘ આત્માના આનંદના સ્વાદના સામર્થ્ય વડે “રાગાદિભાવોનો અભાવ હોતાં....” (અર્થાતુ) રાગનો રાગ ન હોતાં. આહાહા...! એક મ્યાનમાં બે તલવાર ન રહે. એમ જેને આત્મબુદ્ધિ, સુખબુદ્ધિ અંદરમાં ઉત્પન્ન થઈ એને રાગમાં સુખબુદ્ધિ ઊડી જાય છે. આહાહા.! પરદ્રવ્યની તો વાત