________________
ગાથા ૧૯૫
૪૧ જ શું કરવી? પરદ્રવ્યમાં તો કાંઈ છે જ નહિ, સુખેય નથી અને દુઃખેય નથી, એ તો શેય છે. પણ પર્યાયમાં રાગ છે (એ) દુઃખ છે અને ઝેર છે. ચાહે તો શુભરાગ હોય તોપણ ઘોર સંસાર છે. ભગવાન આત્મા રાગની આકુળતા વિનાની ચીજ, એવી અનાકુળ ચીજના વેદનની આગળ રાગનો ભાગ આવે છતાં તેનું વેદન નથી. વેદે છે એ તો પહેલું થોડું આવી ગયું, એ જુદું. પણ સ્વામીપણું ધણીપત્તે વેદન નથી, મારાપણે વેદન નથી. આહાહા...! આવો ધર્મ.
રાગાદિભાવોનો અભાવ હોતાં –હોઈને) કર્મોદયની શક્તિ રોકાઈ ગઈ... છે. આહાહા...! શું કહે છે? પૂર્વનો જે કર્મનો ઉદય છે, રાગ થઈને એનાથી બંધન થાય એ શક્તિ રોકાઈ ગઈ. કર્મોદયના ઉદયની શક્તિ, તેના લક્ષે જરી રાગ થયો એ પણ રોકાઈ ગયો. રાગનો રસ ન રહ્યો, ઝેર છે. આહાહા...! જેને ઇન્દ્રના ઇન્દ્રાસનોના ભોગ ઝેર જેવા દેખાય છે. સમકિતીને આત્માના આનંદના સ્વાદ આગળ ઈન્દ્રના ઈન્દ્રાસનો અને ઇન્દ્રાણીઓના ભોગ ઝેર જેવા દેખાય છે. એ કારણે કર્મોદયની શક્તિ જે બંધનું કારણ થાય એવા રાગ થાય, તે રાગ એને થતો નથી. આહાહા...! આવી વાત છે.
મુમુક્ષુ :- કર્મ તો પુદ્ગલ છે એની શક્તિ શી રીતે રોકાય?
ઉત્તર :- શક્તિ એટલે કર્મ થઈને અહીં રાગ થાય છે એમાં નિમિત્ત થાય છે ને? અહીં તો કહે છે, એને રાગ જ થતો નથી, એમ કહે છે. કર્મોદયની શક્તિ એટલે એ તો જડ છે, પણ તેના લક્ષે જરી રાગ થાય એ રાગ થયો છે એને થયો જ નથી, કહે છે. કારણ કે ઉદય આવ્યો તો એનું બંધનું કારણ થાય, પણ અહીં બંધનું કારણ થતું નથી. એટલે કર્મોદયની શક્તિ રોકાઈ ગઈ, રાગ જ થયો નહિ. થયો તે થયો નહિ, થયો તે થયો નહિ. આહાહા...!
પોતાના આનંદના ખેંચાણ આગળ, સમ્યગ્દર્શન એટલે પોતાના આનંદનું ખેંચાણ થઈ ગયું છે. લોહચુંબક જેમ સોયને ખેંચે છે એમ અતીન્દ્રિય આનંદનું ખેંચાણ થઈ ગયું છે. એના પ્રેમ અને ખેંચાણથી કર્મોદયથી જરી રાગ થયો એનું ખેંચાણ ટળી ગયું છે. આહાહા...! આવો માર્ગ છે. તદ્દન નિવૃત્તસ્વરૂપ છે. સારી દુનિયાના પદાર્થથી તો નિવૃત્ત સ્વરૂપ છે પણ રાગાદિનો વિકલ્પ ઉઠે એનાથી પણ પ્રભુ તો નિર્વિકલ્પ સ્વરૂપ, તદ્દન નિવૃત્તસ્વરૂપ છે. આહાહા.! એવા નિવૃત્તસ્વરૂપ, એનો જ્યાં અંદર સ્વાદ આવ્યો, એનું સ્વસંવેદન આવ્યું.... આહાહા. એમાં જે આનંદ ને જ્ઞાન ને શાંતિ હતી એનો નમૂનો જ્યાં દશામાં આવ્યો, એ વેદનની આગળ રાગની કોઈ કિમત રહી નહિ. આહાહા...! આવો માર્ગ છે. રાગ આવે છતાં તેની કિમત ન રહી. અણમૂલ્ય ચીજનું જ્યાં મૂલ્ય થયું... આહાહા...! અણમૂલી ચીજ પ્રભુ છે, એનું જ્યાં મૂલ એટલે કિમત જ્યાં થઈ ત્યાં રાગાદિની કિંમત ઊડી જાય છે.
તેથી કર્મોદયના ઉદયની શક્તિ રોકાઈ ગઈ છે, એમ કહે છે. એનો અર્થ છે કે, ઉદયથી