________________
૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ જે બંધ થાય એ બંધ થતો નથી. આહાહા.. આ બાજુ વિશેષ ઉદય થઈ ગયો છે. અતીન્દ્રિય સ્વસંવેદન અને આનંદના જોરના બળથી આ શક્તિ રોકાઈ ગઈ, આ શક્તિ વધી ગઈ. સમજાણું કાંઈ? આહાહા.!
ભગવાન અતીન્દ્રિય આનંદનું દળ, માખણનો પીંડલો જેમ હોય એમ આ પ્રભુ અતીન્દ્રિય આનંદનો પીંડલો છે. આહાહા. એના જ્યાં વેદન આવ્યા, એ વેદનની આગળ કર્મઉદયથી થયેલો જરી રાગ, થયેલો છે નબળાઈને લઈને પણ એનાથી પછી બંધ થતો નથી. આવું સ્વરૂપ છે.
જેને હજી આ વાત જ્ઞાનમાં પણ આવતી નથી એ વેદનમાં ક્યારે આવે? જ્ઞાનમાં પણ એ વાત હજી બેસતી નથી અને આ દયા, દાન ને વ્રત ને એ વિકલ્પો છે એ કારણ થશે (એમ માને છે). કારણ થશે એનો પ્રેમ કેમ જાય? આહાહા.! એનાથી લાભ થશે એને પોતાથી જુદો માને કેમ? એનાથી ખેંચાણ કેમ પાછુ ફરે? આહા! અજ્ઞાનીને રાગ ખેંચાણ કરે છે. આહાહા..! કેમકે ભગવાન આત્મા અતીન્દ્રિય સુખનું નીર ભર્યું છે. અતીન્દ્રિય સુખનો સાગર ભર્યો છે. એવા સુખના સાગરના નમૂનામાં, નમૂનામાં... આખો સ્વાદ તો પર્યાયમાં કયાંથી આવે? આહા...! “સુમનભાઈ! છે ત્યાં ક્યાંય તમારે ? નથી ક્યાંય. પૈસા છે ત્યાં. એટલો બધો પૈસો, ત્રણ-ચાર કરોડ રૂપિયાની પેદાશ. મોટા રાજા જેમ. ધૂળમાં બધા ભિખારા છે, રાંકા છે.
આત્માની બાદશાહી, અનંત ગુણથી ભરેલો ભગવાન, એનો આદર છોડીને એક રાગના કણને તેના ફળ તરીકે મળેલી સામગ્રી, એનો આદર કરે છે તે ભગવાનનો અનાદર કરે છે. આહા...! અને જેને ભગવાન આત્માનો આદર થયો, અનુભવીને, હોં! સ્વસંવેદન થઈને... આહાહા..! આ ચીજ દુનિયામાં ક્યાંય, આની પાસે કોઈની કિમત નથી. આહાહા.! એવું જે આત્મજ્ઞાન, આત્મજ્ઞાન ને? નિમિત્તનું, રાગનું કે પર્યાયનું જ્ઞાન એમ ન કહ્યું, આત્મજ્ઞાન. વસ્તુ છે તેનું જ્ઞાન. આહાહા.! તે જ્ઞાનમાં આનંદ આવતાં કર્મોદયની શક્તિ રાગથી નવું બંધન થવું જોઈએ એ અટકી જાય છે. દેવીલાલજી આવી વાત છે. આહા!
મુમુક્ષુ :- રાગ સાવ લૂખો થઈ ગયો.
ઉત્તર :- લુખો નહિ, છે જ નહિ હવે. છે જ નહિ. આહાહા.! કાળો નાગ આમ દેખે ત્યાં નજીક જાતો હશે? પાંચ હાથનો લાંબો કાળો, જાડો (નાગ જુવે તો) નજીક જાતો હશે? આહાહા...! એમ આત્માના આનંદના સ્વસ્વાદની આગળ રાગ છે એ કાળો નાગ છે. એ શુભરાગ, હોં! અશુભરાગના પાપ હિંસા, જૂઠું, ચોરી, વિષયવાસના એની તો વાત શું કરવી? બાપુ એ તો... આહાહા...!
જ્ઞાનીને શુભરાગમાં પ્રેમ આવતો નથી. આહાહા...! આ આંતરો સ્વના વેદનનો છે. અનાદિનું જે રાગનું વદન હતું, કર્મચેતનાનું વદન હતું, એ જ્યાં જ્ઞાનનું વદન થાય છે,