________________
ગાથા ૧૯૫
૪૩ જ્ઞાનચેતના, પર્યાયમાં હોં! આહાહા...! એકલી જ્ઞાનચેતના નહિ, જ્ઞાન સાથે આનંદનું ચેતવું – વેદવું. આહા! અનંતા ગુણોની શક્તિની વ્યક્તિનું વેદવું. આહાહા...! એને પૂર્વના કર્મનો ઉદય, અજ્ઞાનીને બંધનું કારણ છે ઈ આને બંધનું કારણ થતું નથી. આહાહા.! જુઓ! આ વીતરાગ માર્ગ. આહાહા...!
જૈન પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થકર વીતરાગ, એણે જેને ખાણું ખોલીને બતાવ્યો કે, આહા.! તારી ખાણમાં તો પ્રભા અનંત અનંત ગુણો ભર્યા છે. પાર ન મળે, પાર ન મળે, ભાઈ! ક્ષેત્રથી જુઓ તો નાનો શરીર પ્રમાણે લાગે છે પણ તું ભાવથી જો તો પ્રભુ પાર નથી. આહા.! એ ખાણમાં એટલા ગુણો ને એટલી શાંતિ ને એટલો આનંદ ને એટલી સ્વચ્છતા અને એટલી પ્રભુતા ભરી છે કે જે એક એક ગુણનો અંત ન આવે. અનંત ગુણની સંખ્યાનો તો અંત ન આવે. આહાહા...! અનંત અનંત ગુણની સંખ્યાનો તો અંત ન આવે પણ એક એક ગુણની શક્તિના સામર્થ્યનો અંત ન આવે. આહાહા.! એવા ગુણના વેદન આગળ ધર્મીને કર્મનો ઉદય બંધનું કારણ તે રોકાઈ જાય છે. આવી વાત છે. આટલા અપવાસ કરે માટે રોકાય જાય છે, આવું મંદિર બનાવે, પાંચ-પચાસ લાખ ખર્ચીને મંદિર બનાવે એની સાથે શું છે? લોકો બાહ્યની પ્રવૃત્તિ દેખી અને એમાંથી માપ કાઢે છે કે, આણે કાંઈક કર્યું. કર્યું, પરના કર્તાપણાની બુદ્ધિ કરી. આહાહા.!
અહીંયાં તો પ્રભુ છે એણે અંદર શું કર્યું? મહાપ્રભુ બિરાજે છે એ રાગની આડમાં પ્રભુ તને દેખાતો નથી. દરિયો મોટો પાણીથી ભર્યો હોય, ચાર હાથની પર્યચ – કપડું જો કાંઠે નાખે તો ન દેખાય, દરિયો ભર્યો ન દેખાય. એમ ભગવાન અનંત ગુણથી, શાંતિ, આનંદથી ભરેલો ભગવાન છે પણ રાગના કણની મીઠાશના પર્યચ આડે પ્રભુ દેખાતો નથી. આહાહા..! “કાંતિભાઈ આવું કોઈ દિ' સાંભળ્યું નથી. આહા...! પોપટભાઈના સાળા પાસે બહુ પૈસા હતા. એનો) છોકરો આવ્યો હતો. તમને ખબર છે? તમે ત્યાં હતા? ત્યાં આવ્યો હતો, “મુંબઈ આવ્યો હતો, પગે લાગ્યો હતો. એમ બોલ્યો, મારા બાપને આવવાનો ભાવ હતો, એમ બોલ્યો. “રામજીભાઈ હતા ને? મારા બાપાને ભાવ હતો, એમ બોલ્યો. અહીં આવ્યો એટલે બોલવું પડે. બે-અઢી અબજ રૂપિયા. ગુંચાઈ ગયા, મરી ગયા. અર.૨.૨...!
આ તો અનંત અનંત અનંત અનંત અબજો ગુણનો પાર નહિ. અનંત અબજ, હોં! અનંત અબજ જે છેલ્લો અનંત અબજમાં છેલ્લો અનંતો જેમાં નથી. આહાહા...! એવો જે ભગવાન આત્મા, એનો જેણે પત્તો લીધો. આહાહા.. જેના પાતાળનો પાર ન મળે એનો પત્તો લીધો. કીધું હતું પહેલા? જગતના પાણી છે, પાતાળ કહે છે પણ એના અંત આવી જાય. પાતાળની હેઠે નરક છે. ગમે એવું પાણી ઊંડું ઊંડું ઊંડું હોય, પણ તરત પહેલી નરકનો પાસડો છે. એક હજાર જોજનમાં છે. એના ઉપર પાણી હોય છે, પાણી અંદર નથી. આહાહા...! ચૌદ બ્રહ્માંડમાં જમીન ઘણી છે અને પાણી થોડું છે, પાતાળ થોડું છે.