________________
૪૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ આહાહા.! આ ભગવાનમાં પાતાળ ઘણું છે. આહા.! એવું જેને અંદર ભાન થયું તેને હવે બંધન થતું નથી. એટલે અબંધસ્વરૂપનું વેદન આવ્યું.
અબંધસ્વરૂપી ભગવાન મુક્તસ્વરૂપ છે. આત્મા મુક્તસ્વરૂપ છે, એ મુક્તસ્વરૂપની મુક્તિ પર્યાયમાં અંશે જ્યાં મુક્તિ આવી, આહાહા...! એ આગળ બંધનની કોઈ કિંમત રહી નહિ તીર્થકરગોત્ર જે ભાવે બાંધે એની પણ કિંમત રહી નહિ. આહાહા...! આવે, ભાવ આવે, હોય એના મૂલ, આંક ન રહ્યા હવે. ભૂલ કરતો હતો કે, ઓ...હો..! ઓ...હો..! ઓ.હો... એ અણમૂલ ચીજને જોતાં એ રાગની મૂલની બધી કિમત ઊડી ગઈ. આહાહા.! આવો કેવો ધર્મ ? આહાહા.! બાપુ! એણે એક સમય પણ ત્યાં નજરું કરી નથી. જ્યાં નિધાન ભર્યા છે ત્યાં એક સમય નજર કરી નથી અને જેમાં કાંઈ છે નહિ એમાં અનંતકાળથી ત્યાં નજરબંધી થઈ ગઈ છે. નજરબંધી આહાહા.! નજરથી બંધાઈ ગયો છે. આહાહા...! રાગ ને રાગના ફળ એમાં જેને નજરું બંધાઈ ગઈ છે એની નજરું અંતરમાં જાતી નથી. આહા.! અને અંતરમાં જેની નજરે ગઈ એને રાગ અને રાગના ફળની નજરું અને કિંમત રહેતી નથી. આહાહા...! “ઘીયાજી પૈસા-બૈસાની તો કંઈ ધૂળેય કિમત નથી, અહીં એમ કહે છે. કરોડોપતિ ને અબજોપતિ ને ધૂળપતિ. ધૂળપતિ! આ ચૈતન્યપતિ! આહાહા...!
ભાવાર્થ – જેમ વૈદ્ય મંત્ર, તંત્ર, ઔષધ આદિ પોતાની વિદ્યાના બળના સામર્થ્યથી વિષની મરણ કરવાની શક્તિનો અભાવ કરે છે... આહાહા...! આચાર્ય દાખલો કેવો આપે છે. કુંદકુંદાચાર્યનો દાખલો છે – “વિષમુનન્તો'. આહા.! “તેથી વિષ ખાવા છતાં તેનું મરણ થતું નથી, તેમ જ્ઞાનીને જ્ઞાનનું સામર્થ્ય એવું છે.” જ્ઞાનીને આનંદ અને શાંતિ આવી છે તેથી એટલું સામર્થ્ય છે. એકલા જાણપણાની વાત નથી. આહાહા...! જ્ઞાનીને જ્ઞાનનું એટલે આત્માનું સામર્થ્ય છે). અનંતા અનંતા અનંતા ગુણો જેટલા છે (એ) બધાનું સામર્થ્ય પર્યાયમાં ભાન થઈ ગયું છે, વેદનમાં આવી ગયું છે, ભગવાનને ભરોસે લઈ લીધો છે. આહાહા...! રાગને ભરોસે જે રમતો હતો અને આત્મા ભગવાન છે તેને ભરોસે લઈ લીધો છે. એના ભરોસા હવે ટળતા નથી. આહાહા.! એ ભરોસાની આગળ તીર્થકરગોત્રના ભાવનો ભરોસો (તેની) પણ કિમત ઊડી ગઈ છે. આહાહા.! આવી ચીજ છે. લોકોને “સોનગઢનું એકાંત લાગે છે, હોં! બીજું બધું ચારે કોરથી ચાલે છે ને એટલે આ એકાંત લાગે. બાપુ! છે તો એકાંત જ તે. એકાંત જ છે, સમ્યક એકાંત છે. આહા...!
પ્રભુ પૂર્ણાનંદનો નાથ જ્યાં અંદરમાં ઢળે છે એ સમ્યક એકાંત છે. આહાહા.! એની પાસે દયા, દાન ને વ્રત ને અપવાસના પરિણામની કોઈ કિંમત જ નથી. કિમત હોય તો ઝેરની કિમત હોય તેવી કિમત છે. આહાહા...!
ધર્મીને આત્માનું સામર્થ્ય એવું છે કે, જ્ઞાનનું લખ્યું ને ? કે કર્મોદયની બંધ કરવાની શક્તિનો અભાવ કરે છે...” જોયું? (ટકામાં) છેલ્લું આવ્યું હતું ને? કર્મોદયની શક્તિ રોકાઈ