________________
ગાથા ૧૯૫
૪૫ ગઈ છે, એનો અર્થ કર્યો. કર્મોદય છે અને એને લઈને રાગ થાય છે અને બંધ થાય છે એ અટકી ગયું છે, “અભાવ કરે છે... આહાહા...! “તેથી કર્મના ઉદયને ભોગવવા છતાં.” જરી રાગ આવે છે, કહે છે. અને રાગને ભોગવે - વેદે પણ છે પણ એ ઝેરના વેદન લાગે છે. આહાહા.! અમૃતના ચોસલાના સ્વાદ આગળ ઝેરના – રાગના સ્વાદ અને આવતા નથી. આહાહા... એથી એને રાગ થતો જ નથી, એમ કહે છે. આહાહા...! આવો માર્ગ સમજવો. ઓલું તો દયા, દાન, વ્રત, ભક્તિ ને અપવાસ કરવાનું કહે તો) સમજાય તો ખરું. બાપુ! શું સમજાય? ભાઈ! જેમાં જન્મ-મરણ રોકાય નહિ, બાપા! એ ચીજમાં શું છે? તારા અબજો રૂપિયા દાનમાં આપ, અબજોના મંદિરો બનાવ એથી શું થયું? એ કોઈ અપૂર્વ ચીજ નથી. આહાહા...! અપૂર્વ ચીજ તો એ રાગના કણથી પણ ભિન્ન પડી અને પ્રભુનો સ્વાદ લેતા જે અનુભવ આવે... આહાહા.! એ અનુભવ આગળ કર્મની શક્તિ રોકાઈ ગઈ છે, અભાવ કરે છે.
તેથી કર્મના ઉદયને ભોગવવા છતાં...” ધર્મીને ધર્મ એવી જે આનંદ અને શાંતિ એવી પ્રગટ દશા થઈ માટે. આહાહા...! “આગામી કર્મબંધ થતો નથી. આ પ્રમાણે સમ્યજ્ઞાનનું સામર્થ્ય કહ્યું.” સમ્યજ્ઞાનનું સામર્થ્ય. સમ્યક – જેવી ચીજ પૂર્ણ છે તેવું તેનું સત્ય જ્ઞાન. જેવો પૂર્ણ સ્વભાવ છે, ખજાનો અનંત ગુણનો ખજાનો ભગવાન, એનું સમ્યક – સત્ય જેવું છે તેવું જ્ઞાન થયું. એ સમ્યજ્ઞાનનું સામર્થ્ય આ ગાથામાં કહ્યું. હવે જરી વૈરાગ્યની વાત કરશે. આ અસ્તિથી વાત કરી.
એક વિચાર આવ્યો કે તીર્થકર જેવાને માતાના પેટમાં આવવું પડે, સવા નવ માસ પેટમાં સંકોચાઈને રહેવું પડે, જન્મ લેવો પડે આહાહા ઇન્દ્રો જેની સેવા કરવા આવે એવા તીર્થકરોની પણ આ સ્થિતિ અરેરે સંસારા આ શું છે?...વૈરાગ્ય...વૈરાગ્ય... સર્વોત્કૃષ્ટ પુણ્યના ધણી એવા તીર્થકરને પણ માતાના પેટમાં રહેવું પડે! અહાહા! સંસારની છેલ્લી સ્થિતિની વાત છે. અરેરે પ્રભુ! આ સંસારા સંસારની આવી સ્થિતિ વિચારતાં આંખમાંથી આંસુ હાલ્યા જાયા જન્મ લેવા જેવો નથી. તીર્થકરગોત્ર કર્મને પણ ઝેરનું ઝાડ કહ્યું છે; અને જે ભાવે તીર્થકરગોત્ર બંધાય એ ભાવ પણ ઝેર છે, વિષકુંભ છે. તીર્થંકરના અવતારને ઝેરનું ફળ કહે એ તો તીર્થકર કહી શકે. ઝેરના ફળમાંથી ઝેર ઝરે ને અમૃતના ફળમાંથી અમૃત ઝરે. આહાહા! તીર્થંકરની તો જાત જુદી છે છતાં તીર્થકર જેવાની પણ આ સ્થિતિ છે. આહાહા! જન્મ લેવા જેવો નથી.
આત્મધર્મ અંક-૧, જાન્યુઆરી-૨૦૦૮