________________
૫૦૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭
ગાથા–૨૩૧ ઉપર પ્રવચન
ત્રીજો (ગુણ). હવે નિર્વિચિકિત્સા ગુણની ગાથા કહે છે :–' ગુણ શબ્દ પર્યાય છે. સમ્યગ્દર્શનની સાથે આ એક પર્યાય છે એને ગુણ કહેવામાં આવે છે.
जो ण करेदि दुगुंछं चेदा सव्वेसिमेव धम्माणं। सो खलु णिविदिगिच्छो सम्मादिट्टी मुणेदवो।।२३१।।
સૌ કોઈ ધર્મ વિશે જુગુપ્સાભાવ જે નહિ ધારતો,
ચિમૂર્તિ નિર્વિચિકિત્સ સમક્તિદૃષ્ટિ નિશ્ચય જાણવો. ર૩૧. આહાહા.! વિનયની વ્યાખ્યામાં એણે એવું કહ્યું છે કે, આ માથું કંઈ સડેલું નાળિયેર નથી કે જ્યાં ત્યાં નમી જાય. એમ લખ્યું છે. એને તો ધર્મદષ્ટિ દેખાય, ધર્મ હોય ત્યાં એ નમી જાય અને તે નમન પણ ઉપચારિક વિનય છે. કારણ કે વિકલ્પ છે ને. આહાહા.! વાંચન માળાનું ઘણું. ઘણું વાંચન એમાંથી મેળવીને બહુ સારી વાત કરી છે. ઓહોહો...! આવું પુસ્તક તો... આપણે તો ભાઈ જેમ છે. આત્મા છે. પરમાત્મા થવાની લાયકાતવાળો આત્મા છે. આહા.. કેવળજ્ઞાન પ્રગટ કરે તેવી લાયકાત છે. આવી સાધારણ વાતોમાં તો એની શું...
મુમુક્ષુ :- એ બધો આપનો પ્રતાપ છે.
ઉત્તર :- ના, પણ છતાં એનો ક્ષયોપશમ છે. વાત તો લખી છે કે, હું તો ભઈ બધું અહીંથી શીખ્યો છું. અહીં આવે તો વાત છે કરે છે ને. પણ આટલો બધો વિસ્તાર અહીંથી નથી આવ્યો. એના વાંચનના બધા પુસ્તકો સળંગ વાંચે, ઠેઠથી ઠેઠ સુધી, એમાંથી એને મગજમાં સાર રહી જાય, એ મેળવીને કાઢ્યું છે. મોટા કરણાનુયોગના, ચરણાનુયોગના ગ્રંથ હોય છે ને? દાર્શનિક ગ્રંથો, શાસ્ત્રો, સિદ્ધાંતિક ગ્રંથો. આહાહા...! એના વાંચનથી પહેલેથી લક્ષ તે ઠેઠ (અંત) સુધીમાં આગળ શું છે તેનો ખ્યાલ રાખીને હોય છે. તેથી એમાં આવી વાત આવી છે. આહાહા.! કહો, પંડિતજી! આ પંડિતજી આ કહેવાય. આહા.!
અહીં કહે છે, છે ને? ૨૩૧. ટીકા :- કારણ કે સમ્યગ્દષ્ટિ.” આહાહા.! એટલું બધું જ્ઞાન વિશેષ તિર્યંચને હોતુંય નથી છતાં સમ્યગ્દર્શન હોય છે. આહાહા...! સમજાય છે કાંઈ? એ અહીં સમ્યગ્દષ્ટિ જીવ, ચાહે તો તિર્યંચ હો, નારકી હો, મનુષ્ય હો, દેવ હો. “ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે... આહાહા...! ટંકોત્કીર્ણ એટલે શાશ્વત. ધ્રુવ એકરૂપે જ્ઞાયકભાવમયપણું. જ્ઞાયકભાવમયપણું એકલો જાણકસ્વભાવમયપણું પ્રભુ આત્મા,