________________
૫૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ છતાં સમભાવ રાખે છે. એને પ્રતિકૂળતા દેખાતી નથી. પ્રતિકૂળતા શેય તરીકે જાણે છે. આહાહા...! સમ્યગ્દષ્ટિ હોય, નિર્ધન હોય, આહા! ગરીબ હોય, રહેવાની ઝૂંપડી પણ મળતી ન હોય, ખાવાનું એક ટંક મળતું ન હોય છતાં તેને અંતરમાં શાંતિ ને સમભાવ છે. હું ગરીબ છું એમ એને દીનતા નથી. આહાહા...! તો ધનવાન છું, આત્માનો ધણી છું. આહાહા.! આવી વાતું છે, પ્રભુ! શું થાય? પરમાત્માના તો વિરહ પડ્યા, કેવળજ્ઞાની રહ્યા નહિ, શાસ્ત્રોમાં વાત રહી ગઈ પણ એ વાતને ઉકેલનારા ઓછા થયા અને બહારની પ્રવૃત્તિમાં બધું મનાવી દીધું. આહાહા.! એને આવી વાતું એવી લાગે કે, અરે.! “સોનગઢિયા’ તો નિશ્ચયની વાત કરે છે). અરે.! “સોનગઢિયારની રહેવા દે, બાપુ આહાહા.! એ... એ તો નિશ્ચયની જ વાત માનનાર, વ્યવહારની નહિ. અરે! પ્રભુ! સાંભળને, ભાઈ! સત્ય જ સ્વરૂપ છે, ભગવાનઆત્મા તેને માનનારા, રાગ એ મારું સ્વરૂપ નથી, એમ માનનારાની તને નિંદા કેમ આવે છે? સમજાણું કાંઈ? આહા...!
કર્મ નવીન બંધ ન તળે...” એને નવીન કર્મ ન બંધાય. પૂરવ બંધ ઝડે વિન ભાવે.” ભાવના વિના એના કર્મ તો ઝરી જાય છે. પૂર્ણ અંગ સુદર્શનરૂપ સમકિતદર્શન-સુદર્શન. સુદર્શન મોટું. “પૂરણ અંગ.” આઠે અંગ સહિત ધરે નિત જ્ઞાન બઢ નિજ પાયે,...” નિત જ્ઞાનની પર્યાય શુદ્ધતા વધી જાય. ‘નિજ પાયે પોતાને પ્રાપ્ત કરે ત્યારે. આહાહા.! “યોં શિવમારગ સાધી...' એ રીતે શિવ નામ મોક્ષનો માર્ગ સાધી નિરંતર આનંદરૂપ નિજાતમ થાય.” નિરંતર પૂર્ણ આનંદરૂપ નિજાત્મ દશા પ્રગટ કરે. તેને મોક્ષ થાય. આ સમ્યગ્દષ્ટિની દશા. એને પૂર્ણાનંદની પ્રાપ્તિ થાય, તે તેનું પરિણામ ને ફળ.
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)
હે જીવ ! સ્ત્રી–પુત્ર આદિના કારણે તું જે હિંસા આદિ પાપ કરે છે તેનું ફળ તારે એકલાએ જ ભોગવવું પડશે, દુઃખફળ ભોગવવા સ્ત્રી–પુત્ર કે સગા-સંબંધી સાથે નહીં આવે. સ્ત્રી-પુત્ર, સગા-સંબંધી આદિના મમત્વથી તું હિંસા, જૂઠું આદિ અનેક પ્રકારના પાપ કરે છે તથા અંતરમાં રાગાદિ વિકલ્પ વડે રાગાદિ વિકલ્પ રહિત શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્માની હિંસા કરે છે, પરંતુ તેના ફળમાં દુઃખ ભોગવવા ટાણે સ્ત્રીપુત્ર આદિ તારા દુઃખમાં ભાગ પડાવવા નહીં આવે, તારે એકલાએ નરક-નિગોદ આદિના અનેક દુઃખો ભોગવવા પડશે. જેના કારણે તું પાપ કરી રહ્યો છે તેઓ તારા દુઃખ ભોગવવા તો સાથે નહીં આવે પણ તારા દુઃખ જોવા પણ સાથે નહીં આવે.
આત્મધર્મ અંક-૧, જાન્યુઆરી-૨૦૦૮