________________
શ્લોક–૧૫૧
૩૯૧
શ્લોક-૧૫૧ ઉપર પ્રવચન
(શાર્દૂનવિક્રીડિત) ज्ञानिन् कर्म न जातु कर्तुमुचितं किञ्चित्तथाप्युच्यते। भुंक्षे हन्त न जातु मे यदि परं दुर्भुक्त एवासि भोः । बन्धः स्यादुपभोगतो यदि न तत्किं कामचारोऽस्ति ते
ज्ञानं सन्वस बन्धमेष्यपरथा स्वस्यापराधाद्ध्वम् ।।१५१।। હે જ્ઞાની” આહાહા.! હે ધર્મી! તને આત્માનું જ્ઞાન અને આત્માનું દર્શન થયું હોય તો હે ધર્મી! (નાતુ વિશ્વિત વર્ષ વર્તન ઉચિત ન ‘તારે કદી કાંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી.. આહાહા...! પરનું કાર્ય તો કરી શકતો નથી પણ રાગનું કાર્ય પણ તારે કરવા લાયક નથી. આહાહા.! છે? તારે કદી પણ, “કદી કાંઈ...” કોઈ સમયે અને કાંઈ પણ. આહાહા...! હે જ્ઞાની ધર્મી તું હો તો તારે કોઈ કાળે અને થોડું કંઈ પણ, થોડું પણ રાગનું કે પરનું કાર્ય કરવું એ તારે છે નહિ. આહાહા. આવી વાતું. હજી તો ક્યાંય સલવાઈને પડ્યા છે. ખબરું ન મળે. આહાહા.!
એમ કે, આટલા આટલા પરિષહ સહન કરે, એમ કહેતો હતો વળી એક. કુરાવડમાં આવ્યો હતો ને? “કુરાવડમાં ઓલો એક આવ્યો હતો ને? એક છોકરો છે, અહીં આવ્યો હતો, મગજ અસ્થિર. બહુ પાવર ફાટી ગયેલો, ક્ષુલ્લક થયો એટલે. બસ! આ બધા આટલું આટલું સહન કરે, આટલા આટલા ત્યાગ કરે, એને ધર્મ નથી? આટલું સહન કરે (છે) અને આટલું સહન કરે છે તે હળવે હળવે સમકિત પામશે. એ પાવર ફાટી ગયો હતો, ન્યાં “કુરાવડ આવ્યો હતો. પછી અત્યારે તો એવું સાંભળ્યું છે કે, મગજ અસ્થિર થઈ ગયું, અસ્થિર થઈ ગયું મગજ. અંગ્રેજીમાં બોલતો, આમ પાવર ફાટેલો. કીધું, ભઈ! મારી સાથે વાત કરવાને લાયક નથી તું. અહીં તો શાંતિથી સાંભળવું હોય તો વાત છે. એ બિચારાનો મગજ અસ્થિર થઈ ગયો. આહાહા.! શું કીધું?
હે ધર્મી! હે જ્ઞાતા-દષ્ટા સ્વભાવવાળો તું, તારે કદી કોઈ કાળે પણ કાંઈ જરી પણ પરનું કાર્ય અને રાગનું કાર્ય કરવું તે યોગ્ય નથી. આહાહા.! જો તું જ્ઞાની થયો અને ધર્મ પ્રગટ્યો હોય, ભગવાનઆત્મા પૂર્ણાનંદને આશ્રયે જો તને સમ્યગ્દર્શન, જ્ઞાન, પ્રગટ્ય હોય તો તું ધર્મી છો, તું જ્ઞાની છો, તારે તારા સિવાય રાગ કે પર, એનું કોઈ કાળે અને કાંઈ પણ કરવું યોગ્ય નથી. આહાહા.! કોઈ પણ કાળે અને કાંઈ પણ, એમ. એમ કે, એવો કોઈ કાળ આવ્યો તો થોડુંક તો કરવું પડે. ભગવાનની પૂજા ને. રાગ આવે એ જુદું