________________
૩૯૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭
શ્લોક-૧૫૧ )
(શાર્દૂનવિક્રીડિત) ज्ञानिन् कर्म न जातु कर्तुमुचितं किञ्चित्तथाप्युच्यते। भुंक्षे हन्त न जातु मे यदि परं दुर्भुक्त एवासि भोः । बन्धः स्यादुपभोगतो यदि न तत्किं कामचारोऽस्ति ते ज्ञानं सन्वस बन्धमेष्यपरथा स्वस्यापराधाद्धृवम्।।१५१।।
હવે આનું કળશરૂપ કાવ્ય કહે છે :
શ્લોકાર્ધ - [ જ્ઞાનિન્ ] હે જ્ઞાની, [ નાતુ વિશ્વિત્ ર્મ તુમ્ ૩વિત ન ] તારે કદી કાંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી [ તથાપિ ] તોપણ [ યદ્ધિ ઉચ્ચતે ] “જો તું એમ કહે છે કે શું પરં મે ખાતુ ન, મુંક્ષે | પરદ્રવ્ય મારું તો કદી નથી અને હું તેને ભોગવું છું', [ મો: ટુર્મવત્ત: wવ સિ ] તો તને કહેવામાં આવે છે (અર્થાત્ અમે કહીએ છીએ) કે હે ભાઈ, તું ખોટી (ખરાબ) રીતે જ ભોગવનાર છે; [ દત્ત ] જે તારું નથી તેને તું ભોગવે છે એ મહા ખેદ છે ! [ રિ ૩૫મોત: વન્ધઃ ન ચાલ્ ] જો તું કહે કે “પદ્રવ્યના ઉપભોગથી બંધ થતો નથી એમ સિદ્ધાંતમાં કહ્યું છે માટે ભોગવું છું', ' તત્ વિં તે વીમવાર: રિત ] તો શું તને ભોગવવાની ઇચ્છા છે ? [ જ્ઞાનં સન્ વસ ] જ્ઞાનરૂપ થઈને વસ -શુદ્ધ સ્વરૂપમાં નિવાસ કર), [ પરથા ] નહિ તો (અર્થાત્ જો ભોગવવાની ઇચ્છા કરીશ અજ્ઞાનરૂપે પરિણમીશ તો) [ ધ્રુવમ્ સ્વરચ પર ધાત્ વન્યમ્ ષ ] તું ચોક્કસ પોતાના અપરાધથી બંધને પામીશ.
ભાવાર્થ - જ્ઞાનીને કર્મ તો કરવું જ ઉચિત નથી. જો પરદ્રવ્ય જાણીને પણ તેને ભોગવે તો એ યોગ્ય નથી. પરદ્રવ્યના ભોગવનારને તો જગતમાં ચોર કહેવામાં આવે છે, અન્યાયી કહેવામાં આવે છે. વળી ઉપભોગથી બંધ કહ્યો નથી તે તો, જ્ઞાની ઇચ્છા વિના પરની બળજોરીથી ઉદયમાં આવેલાને ભોગવે ત્યાં તેને બંધ કહ્યો નથી. જો પોતે ઇચ્છાથી ભોગવે તો તો પોતે અપરાધી થયો, ત્યાં બંધ કેમ ન થાય ? ૧૫૧.