________________
ગાથા– ૨૨૦થી ૨૨૩
૩૮૯ અમારા પાલેજવાળા છે ને ઈ તો? આહાહા.. કહો, સમજાણું કાંઈ? આહા.! બહુ સિદ્ધાંત ઓહોહો...!
જ્ઞાની પરના ઉપભોગથી અજ્ઞાની થતો નથી... આહાહા...! મોટો કરોડો, અબજોનો ધંધો હોય) માટે તેને અજ્ઞાન થાય એમ નથી. છ ખંડના રાજ કીધા, કરોડો અપ્સરાઓ કીધી, “શકેન્દ્રને એને લઈને રાગ નથી, મેલ નથી. પોતાને લઈને નબળાઈથી રાગ થાય છે, તે રાગનો પણ તે તો જ્ઞાતા છે. આહાહા...! અને બધા સંયોગો છોડ્યા હોય, આહાહા...! શરીરથી બાળ બ્રહ્મચારી હોય છતાં અંદરમાં રાગમાં એકત્વબુદ્ધિ છે તો એ બધું મિથ્યાત્વ છે. આહાહા...! અને ઓલો આટલું ભોગવે છે છતાં તે સમકિતી છે. ભોગવે છે એટલે સંયોગમાં હોય છે, એમ. ભોગવે શું? એને ક્યાં ભોગ છે? રાગને પણ ભોગવતો નથી તો એને તો ક્યાં (ભોગવે)? આહાહા...!
એક અપેક્ષાએ રાગને ભોગવતો નથી અને એક અપેક્ષાએ, નયની અપેક્ષાએ, જ્ઞાનની અપેક્ષાએ રાગને ભોગવે પણ છે, પર્યાયમાં. દ્રવ્યદૃષ્ટિએ નહિ. આહાહા...! પણ એ પોતાને કારણે રાગને પ્રાપ્ત કરે છે. એ રાગ કોઈ સ્ત્રીને કારણે કે બહારને કારણે થયો છે, એમ નથી. અરે.રે.! એની દૃષ્ટિ ઉઠાવ, કહે છે. પરથી દૃષ્ટિ ઉઠાવ અને સ્વમાં દષ્ટિ લે. આહાહા.! તો તારી દૃષ્ટિ પણ સમ્યક્ થશે અને અપરાધ થશે તેનો તું જ્ઞાતા રહીશ. એ અપરાધ પરથી થયો છે એમ નહિ માન, મારા પુરુષાર્થની કમજોરીથી થયો છે. એનો પણ જ્ઞાની તો જ્ઞાતા રહેશે અને જ્ઞાનપણે જાણશે કે મારું પરિણમન-કર્તાપણું છે, ભોક્તા હું છું. પર્યાયદૃષ્ટિથી (એમ) જોવે. આહાહા.! એનો કર્તા-ભોક્તા પર છે અને પરને લઈને આ કર્તા-ભોક્તાનો વિકાર થયો છે, એમ નથી. અરે. અરે! શું આમાં ફેર હશે આટલો બધો?
સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની અંદરની વહેચણી છે. કે પરદ્રવ્ય ગમે તેટલા હો પણ તું તેને અડતોય નથી અને તે તને નુકસાનનું કારણ છે નહિ. અને પરદ્રવ્ય ઘટી ગયા અને એકલું શરીર નગ્ન રહી ગયું એથી તને અધર્મનો ત્યાગ થયો, એમેય નથી. આહાહા.! એ રાગના ભાવને પોતાનો માને અને રાગથી ધર્મ માને છે, નગ્ન છે એ પણ મિથ્યાદૃષ્ટિ છે. એક કપડાનો ટુકડો નથી છતાં મિથ્યાષ્ટિ છે અને આને છ— કરોડ પાયદળ અને કરોડો અપ્સરાઓ (છે), છતાં એ સમકિતી છે. આહાહા.! એની દૃષ્ટિ ક્યાં છે એ ઉપર વાત છે. દૃષ્ટિ દ્રવ્ય ઉપર છે તો પવિત્રતા જ થાય છે અને જેટલું પર્યાયમાં લક્ષ રહે છે, જ્ઞાનીને પણ, એને રાગ થાય છે. પણ પરને લઈને રાગ થાય છે, એમ નહિ. અરે! આમાં આટલો બધો ફેર (છે).
જ્ઞાની પરના ઉપભોગથી અજ્ઞાની થતો નથી પરંતુ જ્યારે પોતે જ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે અજ્ઞાની થાય છે અને ત્યારે બંધ કરે છે.”