________________
૩૮૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭ એની યોગ્યતા પ્રમાણે કરતા પણ એની વહુ એવી હતી, એવી કજીયાળી કે, ઓલા ચર્ચામાંથી ઉઠે નહિ તો એકવાર હાંડલું. આ કેવું? એંઠવાડ એંઠવાડનું હાંડલું એના ઉપર નાખ્યું. એ એનો પ્રકૃતિનો સ્વભાવ છે. કહો. બહુ ચર્ચામાં રોકાણા, ઉઠતા નથી. આ જેનસિદ્ધાંત પ્રવેશિકા બનાવી છે ને? પુસ્તક બહુ ચાલે છે. એથી કરીને આવી સ્ત્રી મળી માટે અહીં વિકાર થાય, બિલકુલ જૂઠી વાત છે. આહાહા...! પોતે ક્ષમા કરે અને આનંદમાં રહે તો એને ક્રોધ ન થાય અને ક્રોધ કરે તો એ પોતાથી કરે છે, પરને લઈને નહિ. આહાહા..! પોતાના જ અપરાધના કારણે બંધ થાય છે. આહાહા...!
ભાવાર્થ :- જેમ શંખ કે જે શ્વેત છે તે પરના ભક્ષણથી કાળો થતો નથી.” આહાહા...! પણ આ મનુષ્યનો દેહ લ્યો ને. શરીર રૂપાળું હોય અને કાળી ચીજ ખાય તેથી કાળો થઈ જાય? એ પરને લઈને ન થાય. આ તો શંખનો દાખલો આપ્યો. સમજાણું કાંઈ? અને કાળા વર્ણવાળા હોય ને ધોળું સફેદ દૂધ દરરોજ પીવે કે રસગુલ્લા ખાય, એથી ધોળો થઈ જાય? આહાહા.! પરદ્રવ્યને લઈને કંઈ છે જ નહિ, એમ કહે છે. એ પોતે પોતાના અપરાધના કારણે દોષ કરે અને અપરાધને ટાળવાને માટે પવિત્ર કરે એ પોતાને કારણે છે, પરનું કોઈ કારણ છે નહિ. આહાહા...!
જેમ શંખ કે જે શ્વેત છે તે પરના ભક્ષણથી કાળો થતો નથી પરંતુ પોતે જ કાલિમારૂપે પરિણમે...” ધોળાપણાનું પરિણમન છોડી કાળારૂપે થાય, શંખ... શંખ, ત્યારે કાળો થાય છે. એ તો પોતાના પરિણમનને કારણે કાળો થાય છે, પરને લઈને નહિ. આહા... દાખલો જુઓને કેવો આપ્યો છે. કાળા કીડા ખાય, સમુદ્રમાં કાળા કીડા હોય એ શંખ ખાય, છતાં એ કાળો ન થાય. આહા...!
“તેવી રીતે જ્ઞાની પરના ઉપભોગથી અજ્ઞાની થતો નથી” આહાહા...! પરના ઘણા સંયોગોમાં રહ્યો માટે તેને અજ્ઞાન થાય છે, એમ નથી. આહાહા...! ગજબ વાતું છે. છ ખંડનું રાજ, એકાવતારી ઈન્દ્રને કરોડો અપ્સરાઓ, અત્યારે જે ઇન્દ્ર છે, “શકેન્દ્ર એકભવતારી, મનુષ્ય થઈને મોક્ષ જનાર છે અને કરોડોમાં એની એક રાણી એવી છે કે એ પણ એક ભવમાં એની સાથે મોક્ષ જનારી છે. સાથે એટલે બીજો એક જ ભવ છે. કરોડો અપ્સરાઓ છે છતાં તેને એને લઈને નુકસાન છે એમ છે નહિ. આહાહા. એનો ભોગવવાનો ભાવ અને ભોગવે છે જેથી તેને મિથ્યાત્વ, મલિનતા થાય છે, એમ નથી. આહાહા...! અને જે કંઈ મલિનતાના પરિણામ થાય છે એ પોતાને કારણે થાય છે, એને કારણે નહિ. સ્ત્રીની કારણે વિષયની વાસના થઈ, એમ નહિ. એ વાસના પોતાને કારણે છે. જ્ઞાની તો તેને પણ જાણે. વાસના થઈ તેને પણ જાણે, એને એકત્વબુદ્ધિ કરીને વાસના પોતાની છે એમ માને નહિ. આહાહા...! તો જ્યાં વાસનાને પણ પોતાની ન માને તો પરદ્રવ્યને તો પોતાનું ક્યાં માને? કે આ સ્ત્રી મારી ને દીકરા મારા ને આ ધંધો મારો ને... એ હસમુખ! પણ