________________
ગાથા– ૨૨૦ થી રર૩
૩૮૭ વિકાર થાય છે, પરને લઈને નહિ. એ શ્લોક છે. ભાઈ બંસીધરજી હતા ને? ત્યાં તો વિરુદ્ધમાં હતા પણ અહીં કહે, વાત તો સાચી લાગે છે. વળી પાછા અહીંથી ત્યાં જાય એટલે ફેરફાર પાછો. સાંઈઠ-સાંઈઠ વર્ષથી ઘૂંટ્યું હોય, કર્મથી વિકાર થાય, કર્મથી વિકાર થાય. જ્ઞાનાવરણીયને લઈને જ્ઞાનની હીણી દશા (થાય). પરદ્રવ્યને લઈને આત્મામાં હીણી દશા થાય. અહીં તો એ કીધું, શંખ પરદ્રવ્યનું કાળું ગમે એટલું ખાય છતાં એ કાળો ન થાય. આહાહા...! એમ કર્મના ઉદયની તીવ્રતા ગમે તેટલી હો પણ એને લઈને જીવમાં મલિનતા થાય, એમ નથી. પરદ્રવ્યમાં એ આવ્યું કે નહિ? આહાહા..! સાધારણ વાત નથી, મૂળ વાત છે આ.
એની પર્યાય તે સમયે ષકારકરૂપે પરિણમતી વિકારી થાય છે. એને પરનું નિમિત્ત હો, પણ એ કંઈ એના કારકી થાય છે, એટલે કે એના કારણે થાય છે, એનું સાધન થાય છે, એમ નથી. પરનિરપેક્ષ. વિકાર પણ પરથી નિરપેક્ષ થાય છે. એ તો ૬ ૨મી ગાથામાં તે દિ' ઘણું કહ્યું. (સંવત) ૧૯૧૩ની સાલ, ૨૨ વર્ષ થઈ ગયા. પણ લોકોને એટલું બધું નિર્ણય કરવાનું ટાણું ન હોય કે, ના, મોટાપુરુષો કહે છે એ કંઈ ખોટી વાત હોય? આહાહા.!
અહીં તો કહે છે કે, શંખ ગમે તેટલા કાળા જીવડા, કાદવ ખાય છતાં એ શંક કાળો ન થાય. એમ આત્માની પાસે ગમે એવા કર્મ જોરવાળા હોય પણ આત્માને મલિનતા એને લઈને ન થાય. આહાહા...! પર છે કે નહિ એ? એ પરદ્રવ્ય છે કે નહિ? આહાહા...!
જ્ઞાનને છોડીને સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે...” પરિણમે એટલે થાય ત્યારે તેનું જ્ઞાન સ્વયંકૃત અજ્ઞાન થાય.” પોતાથી કરેલું અજ્ઞાન થાય, પરને લઈને નહિ. આહા.! દર્શનમોહને લઈને કે જ્ઞાનાવરણીયને લઈને જ્ઞાનની હીણી દશા અજ્ઞાનરૂપે થાય, એમ નહિ. આહાહા.! સાધારણ વાત નથી, ભાઈ! આ તો મૂળ તત્ત્વની વાતો છે. આહા..! મોટા “બંસીધર' જેવા, વર્ણીજી' જેવા ગોથા ખાતા હતા. એને તો એવું લાગ્યું કે, હું કર્મ વિના વિકાર પોતાથી થાય? તો તો સ્વભાવ થઈ ગયો. પણ પર્યાયનો સ્વભાવ છે ઇ. વિકારપણે થવું એ પર્યાયનો સ્વભાવ છે. દુનિયા માને, ન માને એથી કંઈ સત્ય નહિ ફરે. આહાહા.! મોટા પંડિતો ને મોટા વિદ્વાનો આટલા વર્ષથી હોય માટે એનું કંઈ ખોટું છે? અરે.! ખોટું છે, લ્યો.
અહીં એ કહે છે કે, શંખ ગમે તેટલા કાળા જીવડા ખાય (તોપણ) કાળો ન થાય. એમ જ્ઞાનીને ગમે તેટલા સંયોગોનો ઉદય ને સંયોગો હોય તો એનાથી આત્મામાં જ્ઞાન હીણું થાય કે દૃષ્ટિ મલિન થાય, એમ નથી. આહાહા.! “માટે જ્ઞાનીને જો બંધ થાય છે? તો પોતાના જ અપરાધના નિમિત્તે...” છે? આહાહા! કર્મના અપરાધને લઈને કે પર, એવા બાયડી છોકરા મળ્યા, એવા સમજ્યા ને કે એને લઈને મને અહીંયાં ભાવક્રોધ, વિકાર થાય છે. બિલકુલ જૂઠી વાત છે.
ગોપાલદાસ બરૈયા થઈ ગયા ને? જૈનસિદ્ધાંત પ્રવેશિકા’ બનાવી). એ વાતું બિચારા