________________
૩૮૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ જેટલી પર્યાયમાં હીણી (દશા) આદિ થાય છે એ કર્મને લઈને છે? એ તો પરદ્રવ્ય છે. પરદ્રવ્યને લઈને આત્મામાં નુકસાન થાય કે લાભ થાય, ઈ તો ના પાડી. તો કર્મ એ પરદ્રવ્ય છે કે નહિ? હેં? આહાહા...! એ પરદ્રવ્ય આત્માને જ્ઞાનની હીણી દશા કરે અને એ પરદ્રવ્ય ઘટી જાય તો અહીં ક્ષયોપશમ વધી જાય, એમ નથી. ભારે વાત, બાપા! આહા! મોટા નામ ધરાવનારા ગોથા ખાય છે એમાં તો. આહા...!
મોટી ચર્ચા ચાલી કે, વિકારી પરિણામ કેમ થાય છે? કીધું, પોતાના ષટ્રકારકથી થાય છે. “પંચાસ્તિકાય ૬૨ ગાથા. એ દ્રવ્ય-ગુણને કારણે નહિ અને ષષ્કારક જે કર્મના, એને કારણે નહિ. આહા.! પરદ્રવ્યને કારણે આત્મામાં વિકાર થાય એ ત્રણકાળમાં નહિ. આહાહા..! એમ દર્શનમોહને લઈને આત્મામાં મિથ્યાત્વ થાય એમ નથી. એ તો પરદ્રવ્ય છે. પરદ્રવ્યને લઈને મિથ્યાત્વ થાય એમ કોઈ દિ' બને નહિ. પોતે જ આત્મા પોતાના સ્વભાવને છોડીને રાગની રુચિ કરે તો મિથ્યાત્વ થાય. આહા...! આવી વાત છે. સાધારણ વાત નથી. મોટા પંડિતો આમાં ગોથા ખાય છે. હૈ? આહાહા.! “વર્ણજી જેવા બિચારા આમ વૈષ્ણવ હતા ને. પણ આ વસ્તુ નહોતી. આહા...! અને તે પાછા પ્રશ્ન થયા, તે પાછા “કલકત્તા ગયા ત્યાં લખ્યું. “ગજરાજજીના ઘરે આહાર કર્યો. ત્યાં “શાહૂજી આવ્યા અને કહ્યું, આ “ઇસરીથી કાગળ આવ્યો છે કે, વિકાર આત્માથી થાય તો એ સ્વભાવ થઈ ગયો. કહ્યું, ત્યાં જવાબ આપી દીધો છે, ઉઠો! શેઠ આવે કે ગમે તે આવે). “કલકત્તામાં ગજરાજજી' નહિ? એના મકાનમાં આહાર કરવા ગયા હતા? આહાર કરીને બેઠા ત્યાં “શાહૂજી આવ્યા. ઇસરીથી કાગળ આવ્યો છે કે, વિકાર જો કર્મથી ન થાય તો સ્વભાવ થઈ ગયો (માટે) પરથી થાય. બિલકુલ જૂઠી વાત છે, કીધું. એ પર્યાયમાં પોતાનો એ જાતનો પર્યાયનો સ્વભાવ છે કે, રાગપણે થવું ને રાગનો કર્તા, રાગનું સાધન, રાગનું કાર્ય એ પોતાથી થાય છે. રાગનું સાધનકરણ પણ પોતાથી છે. રાગનું કરણ કર્મ છે (એમ નથી). જૈનમાં આ લાકડું બહુ ગરી ગયેલું છે. એ પણ વાણિયાને નિર્ણય કરવાની નવરાશ નથી. માથે બેઠો જે કહે ઈ) જય નારાયણ“કાંતિભાઈ!
મુમુક્ષુ :- ઉપદેશદાતા ક્યાં હતા?
ઉત્તર :- પણ એને નિર્ણય કરવાનો વખત નથી). કર્મને લઈને થાય, એમાં) હા પાડી દયે. પરદ્રવ્યને લઈને તું રખડે છો. પણ ઓલો કહે, પણ પરદ્રવ્ય આને અડે નહિ તો રખડે શી રીતે? પરદ્રવ્યને સ્વદ્રવ્ય અડતું નથી. એ તો પોતાની ભૂલને લઈને રખડે છે, કર્મને લઈને નહિ. આહાહા...! સમજાણું આમાં? સામાન્ય વાત છે પણ મૂળ વાત છે આ. આહા...!
એ શ્લોક આવે છે ને એક? “સંગી જીવ’ નહિ? (શ્રોતા : “પરસંગ પd'). હા, એ લોકો એનો અર્થ એ કરે છે, જુઓ! પરના સંગથી વિકાર થાય. પણ પરનો સંગ પોતે કર્યો તેથી