________________
૨૩૫
શ્લોક-૧૪ અન્ય પરિગ્રહનું શું કામ છે? આહાહા...! એ લક્ષ્મી આદિ, શરીરાદિની ક્રિયા તેનું તારે શું કામ છે? આહાહા...! લક્ષ્મીની ક્રિયા આવે ને જાય, તેનાથી તારે શું પ્રયોજન છે? શરીર નિરોગ અને રોગ રહે તેનાથી તારે શું પ્રયોજન છે? આવું છે, પ્રભુ! આ તો વીતરાગ ત્રણલોકના નાથનો જગત પાસે પોકાર છે. અચિંત્યદેવનો નાથ પ્રભુ તું અંદર, ચિત્માત્ર ચિંતામણિ એ દેવ હું નહિ પણ તું, આહા! હું તારો દેવ નહિ (એમ) પ્રભુનો પોકાર છે. તારો દેવ અંદર અચિંત્ય શક્તિનો ભંડાર છે ને પ્રભુ! આહાહા...! ચિંતામણિ રતન છે, પ્રભુ! જેમ જેમ એકાગ્રતા કરીશ તેમ તેમ તને આનંદ પ્રાપ્ત થશે. આહાહા.! આચાર્ય મહારાજના હૃદયમાં ઘણી ગંભીરતા, ઊંડપ છે.
નિર્જરા કોને થાય છે? સંવરપૂર્વક નિર્જરા કોને થાય છે? કે, જેને પોતાનો ભગવાન અચિંત્ય ચિંતામણિ રતન પર્યાયમાં પ્રાપ્ત થયો. વસ્તુ તો હતી પણ પર્યાયમાં રાગ ને પર પ્રાપ્ત હતા. આહાહા...! એ પર્યાયમાં ભગવાન પ્રાપ્ત થયા (તો) સર્વ પ્રયોજન સિદ્ધ થઈ ગયા. ત્રણલોકનો નાથ પ્રતીતમાં, અનુભવમાં આવ્યો. ત્રણલોકનો નાથ દેવનો દેવ, આહાહા...! તું હી દેવાધિદેવ.
મુમુક્ષુ – છેલ્લી કડી.
ઉત્તર :- શિવરમણી રમનાર તું એક ફેરી આવ્યું હતું. (સંવત) ૧૯૬૪ની સાલની વાત છે. “શિવરમણી રમનાર તું, તું હી દેવનો દેવ” એવી છે કડી હતી પણ આટલી અડધી કડી યાદ આવી. છ કડી બનાવી હતી. ઓલા લીટીવાળા કાગળ હોય છે ને? આંકેલા. ઘરમાં ચોપડી હતી, વેપાર હતો ને, એમાં લખ્યું હતું. દીક્ષા લીધી ત્યારે ભાઈને કહ્યું કે, ચોપડી જોઈએ). ત્યાં તળાવ મોટુ છે, ઇ તળાવમાં પાણી બહુ આવી ગયું, અંદર ગરી ગયું. મનસુખને ખબર છે? પાણી બહુ હતું. તારો જન્મ તો (સંવત) ૧૯૭૪માં (થયો). મેં ચોપડી માંગેલી. સીત્તેર પછી, હોં! પણ દુકાનમાં અંદર પાણી ગરી ગયું હતું, એ ચોપડી પલળી ગઈ. આહાહા...!
પહેલી કડી આ હતી. શિવરમણી રમનાર તું આ સ્ત્રી નહિ તારે. તું તો મોક્ષની રમણીનો રમનાર પ્રભુ. આહાહા...! “તું હી દેવનો દેવ” આ અંદરથી આવ્યું હતું. એ ૧૯૬૪ની સાલ, સંવત ૧૯૬૪. આહાહા.! કેટલા વર્ષ થયા? ૭૧ વર્ષ પહેલા આવ્યું હતું. પછી તો ઘણું આવ્યું જોઈએ આ બહાર નીકળત તો ખ્યાલય આવત કે પૂર્વનું અંદર કેટલું હતું)! આહા! ચોપડી પલળી ગઈ. એ વખતે અમે તો વેપારી હતા) પણ આ કવિત્વની છ કડી જોડાઈ ગઈ હતી. કોણ જાણે ક્યાંથી શું થયું? “રામજીભાઈ ગોતતા હતા. અમારે “કુંવરજીભાઈ ચુનીલાલની દુકાનની સામે. “ચુનીલાલની તમારી દુકાન હતી ને પહેલી? ચુનીલાલ મોતીલાલ એની પાછળ ઓલું જીન છે ને? હવે તારા મકાન નાં થયા. એ જીનમાં મોઢા આગળ સંચો હતો આખા ગાડાને તોળવાનો, સંચો હોય છે ને? આખું ગાડું તોળાય. જમીન ઉપર છે, જોયું હતું, મોટો સંચો હતો. આખું ગાડું તોળાય. એ પાછું તોળીને પાછું નીકળે ત્યારે