________________
૨૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ગાડું તોલી લ્ય, હવે કપાસ કેટલો હતો ઇ ખબર પડે). સંચો હતો ઇ જમીનમાં હવે આ લોકોના મકાન થઈ ગયા. આહા.! ઇ જીન હતું. મોટું જીન. ખબર છે. ત્યાં “રામચંદ્ર' ને લક્ષ્મણ” ને “સીતા માળા છોકરાઓએ પણ એવો વેશ ભજવ્યો, બાપુ! શું કહીએ? આહાહા...! આમ યાદ આવે છે ત્યારની વાત. આહાહા.!
ગામનો એક મંદિરનો બાવો હતો મોટો, ઓલી લક્ષ્મીચંદભાઈની લાતી નહિ? ત્યાં મંદિર છે ને? રામજી મંદિર, એનો વૃદ્ધ બાવો હતો. આમ “રામચંદ્ર, લક્ષ્મણ” ને “સીતાજી આવ્યા પણ જોઈ લ્યો, એ તો જાણે આબેહુબ! બાવાજીને વિચાર થયો તો આરતી ઉતારી. “રામ”, “લક્ષ્મણ', “સીતાજી’ વૈરાગ્યની મૂર્તિ. વનવાસમાં જાય છે. આહાહા.! એ બાવો વૃદ્ધ હતો, હોં! એ “રામજી મંદિર છે ને? ઓલા લાતીમાં. પહેલા લક્ષ્મીચંદભાઈ હતા ને? સગા હતા, આપણા સંબંધી. ત્યાં છોકરાઓ છે ને? “ભરૂચ”. “મોહન”ને ખબર છે. વૈષ્ણવ. ત્યાં લઈ ગયા હતા. પ્રેમ હતો બધાને. એ, આહાહા.! બાવાજીને પ્રેમ થઈ ગયો. આ તો “રામચંદ્ર ને “લક્ષ્મણ’ આવ્યા. એવા ગંભીર. ઢબ આ હતી. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત’ એના ગાયનની આ ઢબ હતી. “સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત છોકરાઓના ગાયનની આ ઢબ હતી. પણ ઢબ તે શાંતિથી (ગાય). તે દિ તો દસ-પંદર રૂપિયાનો પગાર. તે દિ ક્યાં... આહા...! ત્રણ રૂપિયાનો, ચારનો મહિને ખર્ચ હોય. આહા...!
એમાં આ ધુન ચડી ગયેલી. એને સાંભળીને. તું કોણ છો? આહાહા...! “શિવરમણી રમનાર આ સ્ત્રી ન હોય. અને તું તો દેવાધિદેવ છો. મને ખબરેય નહિ તે દિ તો શું આવ્યું આ? એનો અર્થ કે તું તીર્થકરનો જીવ છો! એવું આવ્યું, ભાઈ! એ તો પછી અંદર આવ્યું. આ શું આવ્યું આ તે? ૧૯૬૪ની સાલ, અઢાર વર્ષની ઉંમર. ૧૯૪૬માં જન્મ, અઢાર વર્ષની ઉંમર હતી. પણ પૂર્વનું હતું ને! અંદરથી આવતું. આહાહા.! ભગવાન પાસે (હતા).
અહીં કહે છે, પ્રભુ! તું અહીં છો ને દેવાધિદેવ સાક્ષાત્! આહાહા...! તને તારા દેવના વિરહ ક્યાં છે? આહા.! પરમાત્માના ભગવાનના વિરહ પડ્યા પણ તારા દેવનો વિરહ નથી પ્રભુ તારામાં. આહાહા.! “સીમંધર સીમં – ગુણની મર્યાદા ધરનારો ભગવાન અચિંત્ય દેવ. એ સીમંધર ભગવાન આ છે. આહાહા.! એને સર્વ અર્થ સિદ્ધ થયા.
“એવા સ્વરૂપે હોવાથી... આહાહા.! “જ્ઞાની...” નામ ધર્મીને “અન્યના પરિગ્રહથી શું કરે?” [મ્િ વિદત્તે શું કરવા વિશેષ ધારણ કરશે? આહાહા! બીજી ચીજને શું કરવા અનુભવમાં ઘે? એમ કહે છે. એને વિદત્તે શું કરવા ધારણ કરે? આહાહા.! ઝીણી વાત છે, પ્રભુ તારી પ્રભુતાનો પાર નથી, નાથ! તું બાળક થઈને એમ માગે કે, આ જોઈએ, આ જોઈએ. બાપુ! તું તો પ્રભુ છો અંદર. આહાહા.! તારી પ્રભુતાની વાતું વાણીમાં પુરી ન આવે, એવો ભગવાન અચિંત્યદેવ, જેને દૃષ્ટિમાં આવ્યો, અનુભવમાં લઈ લીધો (તેને) સર્વ અર્થની સિદ્ધિ થઈ ગઈ, કહે છે. આહાહા...! તેને અન્ય પરિગ્રહથી શું પ્રયોજન? ભેદ,