________________
શ્લોક-૧૪૪
૨૩૭ ગુણ-ગુણીના ભેદના વિકલ્પથી પણ તારે શું પ્રયોજન? આહાહા...! બાહ્ય પરિગ્રહ તો નહિ, રાગ તો નહિ પણ ભેદના વિકલ્પથી નાથ! તારે શું પ્રયોજન છે? આહાહા.! આવા ભગવાને અમૃત રેડ્યા છે. “અમૃતચંદ્રાચાર્યે અમૃત રેડ્યા છે. આહાહા.! શ્લોકમાં બહુ ઊંડપ છે. એમના હૃદયમાં એ વખતનો જે અભિપ્રાય હતો (એ) ઘણો ઊંડો હતો. આહાહા.. “કાંઈ જ કરવાનું નથી.” આહાહા...!
ભાવાર્થ – “આ જ્ઞાનમૂર્તિ આત્મા...” ચિન્માત્ર ચિંતામણિ કહ્યું હતું ને? એનો અર્થ કર્યો. જ્ઞાનમૂર્તિ જ્ઞાનસ્વરૂપ ભગવાન. જ્ઞાનસ્વરૂપની પ્રધાનતાથી (કથન કર્યું છે). અનંત અનંત ગુણ સંપન્ન પ્રભુ પોતે જ અનંત શક્તિનો ધારક દેવ છે...” સ્વયં જ, પોતે જ અનંત શક્તિનો ધારક દેવ છે. અને પોતે જ ચૈતન્યરૂપી ચિંતામણિ હોવાથી... આહાહા...! શક્તિનો દેવ છે પણ કેવી શક્તિનો (દેવ)? કે પોતે જ ચૈતન્યરૂપી ચિંતામણિ. એ તો ચૈતન્યરૂપી ચિંતામણિ છે. આહાહા...! એમાં ચિંતવન નામ એકાગ્ર થા તો કેવળજ્ઞાન પણ પ્રાપ્ત થાય. એવો ચિંતામણિ રતન પ્રભુ તને મળ્યો, કહે છે. આહાહા! આવું કોઈ દિ સાંભળ્યું નહિ હોય. એ.ઈ..! હેં? આવી વાત છે. આહાહા...!
અમૃતનો નાથ અંદર ડોલે છે. એવી ચીજ આગળ તારે શું પ્રયોજન? આહાહા...! અમૃતના ભંડાર ભર્યા. ચૈતન્ય ચિંતામણિ રત્ન. એ ચિંતામણિ હોવાથી વાંછિત કાર્યની સિદ્ધિ કરનારો છે;” આવ્યું હતું ને ઓલું? “સર્વ-અર્થ-સિદ્ધ'. વાંછિત કાર્ય. ધર્માત્માનું વાંછિત કાર્ય શું? સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને કેવળજ્ઞાન. પર્યાય છે ને? કાર્ય છે ને? આહાહા...! “વાંછિત કાર્યની સિદ્ધિ કરનારો છે, માટે જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ હોવાથી તેને અન્ય પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય છે?” ભાષા એટલી વધારી. સેવનનો અર્થ સાવધાની, આચરણ અને સ્મરણ. એ બધું પરનું સેવન (છે). એનાથી શું પ્રયોજન છે? આહાહા..! યાદ કરે, યાદ કે આવો રાગ આવ્યો. શું છે પણ? સમજાણું? મારું શરીર આવું નિરોગી રહ્યું. પ્રભુ! એ સ્મરણથી તારે શું કામ છે? તારી નિરોગમૂર્તિ ભગવાન અંદર (બિરાજે છે). હેં? આહાહા...! એનું સ્મરણ કરને, એમાં સાવધાન થાને, એનું આચરણ કરને. પરની સાવધાની, આચરણ ને સ્મરણથી શું પ્રયોજન? સ્મરણ. આહાહા.!
જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ હોવાથી તેને અન્ય પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય છે? એ વિકલ્પના સેવન ને ભેદના સેવનથી તને શું લાભ છે? આહાહા...! “અર્થાતુ કાંઈ જ સાધ્ય નથી. આમ નિશ્ચયનયનો ઉપદેશ છે.” આવો યથાર્થ દૃષ્ટિનો અને યથાર્થ વસ્તુનો ઉપદેશ છે.