________________
સમયસાર સિદ્ધિ ભાગ-૭
૪૯૨
એણે મરણ કરી નાખ્યું. આહા..! મરણતુલ્ય આવ્યું છે ને?
કાલ બપોરની વાત પછી ત્યાં આવી હતી. નિર્જરાનો અધિકાર, તત્વાર્થ રાજવાર્તિક’. એમ કે, નિર્જરાનો કાળ એક નથી. એનો અર્થ લોકો એમ કરે છે કે, એક જ જીવને નિર્જરા ભિન્ન ભિન્ન (કાળે છે). એમ નથી. ભિન્ન ભિન્ન જીવને નિર્જરાનો કાળ જુદો જુદો છે. એ બતાવવું છે. આહાહા..! પછી ત્યાં તરત કાઢ્યું હતું. ‘તત્ત્વાર્થ રાજવાર્તિક’માં, આહાહા..! કાળ તો જે સમયે મોક્ષ થવાનો તે જ છે પણ ત્યાં એવી વાત છે કે કાળનો નિયમ નથી. કાળનો નિયમ નથી. પણ એ નિયમ નથી એટલે એક એક જીવના ભિન્ન ભિન્ન જાતના કાળને નિયમ નથી. કોઈ વિને અલ્પ કાળે કેવળજ્ઞાનનો કાળ આવે, કોઈને વિશેષ કાળે (આવે) એ તો પોતાની યોગ્યતાને કારણે છે. એ કાળ આઘોપાછો થાય એમ ત્યાં કહેવાનો આશય નથી. સમજાણું કાંઈ? જૈનતત્ત્વ મિમાંસા'માં આવે છે. ઇ કાલે બપોરે આવ્યું હતું ને? આયુષ્યની વાત ત્યાં નથી તેમ આયુષ્ય ઘટે ને આરોગતા થાય એ વાતેય નથી.
પ્રત્યેક ભવિ જીવની નિર્જરાનો કાળ તો તે સમયે મોક્ષનો કાળ તે છે, પણ બધા વિ જીવને એક સરખો ન હોય, એમ. કોઈ અલ્પ અસંખ્યપણે ભવે મોક્ષ થાય, કોઈને અનંત ભવે મોક્ષ થાય, કોઈને સંખ્યાત ભવે, કોઈને એક-બે ભવે. એમ કાળનો તો નિયમ જ છે પણ તે તે ભિન્ન ભિન્ન જીવને માટે કાળની ભિન્નતા છે. આહાહા..! કાળે આવ્યું હતું ને કાલે? આહા..!
અહીંયાં એ કહે છે કે, ભગવાનઆત્મા જે શાશ્વત શાયકભાવ છે. આહા..! એક ટંકોત્કીર્ણ એવો શાશ્વત એવો એક. બે નહિ. આહાહા..! જ્ઞાયકભાવમયપણાને લીધે...' જ્ઞાયકભાવમયપણું જેનું. આહાહા..! દૃષ્ટિમાં તો શાયકભાવમય જેની દૃષ્ટિ થઈ છે. આહાહા..! એવો જે સમ્યગ્દષ્ટિ. શું કરવું? આ કાલે પૂછતા હતા ને? ‘સુજાનમલજી'! એ બધું આવતું હતું, કાળે થાય ને અકાળે થાય. પણ એને જાણીને અંદર જાવાનું છે. એ કરવાનું છે. આહાહા..! અંતર્મુખ વળવાનું છે. અનેક પ્રકારનું કાળ, અકાળનું જ્ઞાન કરીને જવાનું છે અંદરમાં. આહાહા..! જ્યાં જ્ઞાયકભાવ પૂર્ણાનંદનો નાથ, શાશ્વત વસ્તુ અંદર પડી છે. આહાહા..! તેની દૃષ્ટિ થઈ તેને સમ્યગ્દષ્ટિ એક જ્ઞાયકભાવપણાને લીધે કર્મબંધ થવાથી ‘કર્મબંધ સંબંધી શંકા કરનારા...’ આહાહા..! મને કર્મ બંધાશે ને મને આમ થાશે, એવી શંકા કરનારા.
(અર્થાત્ જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાય છે એવો સંદેહ અથવા ભય કરનારા)...’ આહાહા..! મિથ્યાત્વાદિ ભાવોનો...’ પાઠમાં ચાર શબ્દ છે. અહીંયાં ચાર શબ્દને ખુલ્લા નથી મૂક્યા. મિથ્યાત્વાદિ એટલે કે મિથ્યાત્વ, અવ્રત, કષાય ને યોગ. ત્યાં પ્રમાદ ન લેવો. પ્રમાદ કષાયમાં જાય છે. સમજાણું કાંઈ? બંધના કારણ પાંચ છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય ને યોગ. પણ અહીંયાં પાઠમાં ચાર છે ને? “વત્તારિ છિંદ્રવિ” છે ને? તેને પ્રમાદને કષાયમાં નાખ્યો છે. મિથ્યાત્વ.. આહાહા..! અવ્રત, કષાય, યોગ તેનો નાશ કરનારા. આહાહા..! છે?