________________
ગાથા ૨૨૯
૪૯૩
‘મિથ્યાત્વાદિ ભાવોનો (તેને) અભાવ હોવાથી...’ નાશ કર્યો છે એણે એથી એનો અભાવ છે. આહાહા..! સમ્યગ્દર્શન-આત્માનું દર્શન થતાં ભગવાન શાયક સ્વરૂપ પરમાત્મા, એનું અંદર જ્ઞાન, અનુભવ ને પ્રતીત થતાં તે નિઃસંદેહપણે રહેનારો, તેને મિથ્યાત્વાદિ ચારનો અભાવ હોય છે. એટલે અહીં પાઠમાં એમ લખ્યું કે છેદે છે. છે ને? છિંવવિ પત્તારિ વિ પાણ છિંદ્રવિ" અહીં કહ્યું કે તે ભાવોનો (તેને) અભાવ હોવાથી..’ ભાઈ! એનો અર્થ એ છે, આહા..! જેને સમ્યક્ ચૈતન્યના આત્મદર્શન થયા છે, એને મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ ને કષાયનો ભાવ તેને પોતામાં નથી. થાય છે જરી અવ્રતાદિનો ભાવ, તેનો તે જાણના૨ રહે છે. આહાહા..! મિથ્યાત્વ તો છે નહિ. ચારને છેદવાનું કહ્યું છે અહીં તો. પાઠમાં તો એ છે. મિથ્યાત્વ, અવ્રત, કષાય ને યોગ એને સમ્યગ્દષ્ટિ છેદે છે. ભાષા દેખો. યોગને છેદે છે. યોગ તો તેરમા ગુણસ્થાન સુધી રહે છે. આહા..!
અહીંયાં તો પૂર્ણાનંદનો નાથ પ્રભુ, સર્વજ્ઞ સ્વભાવીની જ્યાં દૃષ્ટિ થઈ છે એને લઈને મિથ્યાત્વ તો છે નહિ, અવ્રત ને કષાય ને યોગ છે તેને પણ છેદે છે એટલે કે એને એટલા પ્રકારનો ઉત્પન્ન થવા દેતો નથી. આહાહા..! આવી વાતું. સમ્યગ્દષ્ટિના નિઃશંક ગુણનું આ વર્ણન છે. નિઃશંક ગુણ નથી, નિઃશંક પર્યાય છે. સમ્યગ્દર્શનની નિઃશંક એ પર્યાય છે પણ એને ગુણ તરીકે કહીને, સમકિતીનું ચિહ્ન કહ્યું ને? સમ્યગ્દષ્ટિનું એ ચિહ્ન છે, એંધાણ છે, લક્ષણ છે. આહાહા..!
જેને આત્મા પૂર્ણાનંદનો નાથ નિઃશંકપણે દૃષ્ટિમાં, અનુભવમાં આવ્યો એની નિઃશંકતા, નિર્ભયતા ચાર ભાવને છેદનારી છે. મિથ્યાત્વ તો છે જ નહિ પણ અહીં તો ઓલા ત્રણ છે એનો અભાવ હોવાથી એમ કીધું ને? પર્યાયમાં છે પણ દૃષ્ટિના વિષયમાં તેનો અભાવ હોવાથી. આહાહા..! માર્ગ બહુ, બાપુ! આહાહા..! ‘અંતર્મુખ અવલોકતા વિલય થતા નહિ વાર’ આવે છે ને? ‘શ્રીમદ્’માં. આહા..! અંતર્મુખ સૃષ્ટિ જ્યાં થઈ, અને કરવાનું તે છે બાકી બધા બહિર્મુખના જ્ઞાન ને બહિર્મુખની પ્રતીતિ ને ઇન્દ્રિયોના જોવાના દેખાય એ બધું ઇન્દ્રિયથી થતું જ્ઞાન એ પણ હેય છે. આહાહા..!
અહીંયાં તો અતીન્દ્રિય જ્ઞાયકમય ભાવ પ્રભુ, એનો જેને અંતર્મુખ થઈને સ્વીકાર થયો ને અનુભવ થયો, દૃષ્ટિ થઈ તે નિઃશંક છે. એ જીવ નિઃશંક–શંકા કરનારા એનાથી રહિત છે. આહા..! એને મિથ્યાત્વાદિ ભાવો, તેનો અભાવ હોવાથી, છે? કર્મબંધ સંબંધી શંકા કરનારા (અર્થાત્ જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો સંદેહ અથવા ભય કરનારા) મિથ્યાત્વાદિ ભાવોનો (તેને) અભાવ હોવાથી,...' અબંધ સ્વરૂપ છે એવી દૃષ્ટિ થઈ છે. આહાહા..! સમજાણું કાંઈ? જેને સમ્યગ્દર્શન થયું અંદ૨ એણે તો યોગનેય કાપ્યો છે, કહે છે. યોગનેય છેડ્યો છે. આહાહા..! કેમકે અબંધ અયોગી ભગવાનઆત્માનું સ્વરૂપ છે. ઝીણી વાત બહુ, ભાઈ! આખી દુનિયાથી વૈરાગ્ય પામીને અંદરમાં જાય. વૈરાગ્યનો અર્થ, દુનિયા