________________
૪૯૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ એટલે પુણ્ય-પાપના વિકલ્પો. પુણ્ય-પાપના જે વિકલ્પ છે ને તેનાથી અંદર જવું એ વૈરાગ્ય. વૈરાગ્ય એટલે કે બાયડી, છોકરા છોડીને (બેસે) એમ નહિ. આહાહા..!
આ ‘ગુલાબચંદભાઈ’ પાસે કાલે ગયા હતા, ભાઈ! આહાહા..! પડ્યો હતો. આહા..! ભાઈ! કીધું કેમ છે? ‘ગુલાબચંદ’! રોવા મંડ્યો. આહા..! સાધન કાંઈ કર્યું નહોતું અને આ અવસ્થા આટલી આવીને ઊભી રહી. આહા..! કીધું, ભાઈ! ‘ગુલાબચંદ’! શરીરની સ્થિતિ બાપા આવી છે. તું કોણ છો અંદર જો. હેં?
મુમુક્ષુ ઃ- શરી૨ પુદ્ગલનું છે.
ઉત્તર :– કોઈ સામું જોતું નથી. કોણ જોવે પણ બાપુ? તું જ પ૨ને જોવા જાય છે તેટલી પરાધીનતા છે. આહા..! અંતરમાં જોવામાં જા તો ત્યાં સમ્યગ્દર્શન થાય છે. આહાહા..!
સ્પર્શ ઇન્દ્રિયનો એક ભોગ છે એ છૂટ્યો માટે ઇન્દ્રિયનો વિષય છૂટી ગયો એમ નથી. અનીન્દ્રિય એવો જે ભગવાનઆત્મા, એને પાંચ ઇન્દ્રિયના વિષયો તરફનું વલણ છૂટીને અંદર જાય. એકલા ભોગનો (વિકલ્પ છોડે) એમ નહિ. આહાહા..! અનીન્દ્રિય છે ને? અને જિતેન્દ્રિય કહ્યું ને? ભાઈ! ૩૧ ગાથા. ૩૧. જિતેન્દ્રિય. સમકિતી જિતેન્દ્રિય છે. એટલે? આ દ્રવ્ય ઇન્દ્રિય જડ માટી આ, ભાવેન્દ્રિય એક એક વિષયને જાણનારી અને એ વિષયને જણાવાયોગ્ય ભગવાનની વાણી ને દેવ-ગુરુ-શાસ્ત્ર ને સ્ત્રી, કુટુંબ-પરિવાર, દેશ એ બધું ઇન્દ્રિય છે. આહાહા..! એને જોવા તરફનું લક્ષ છોડી દઈ.. આહાહા..! અને જે જોયો નથી કોઈ દિ’ એને જોવામાં નજર કર. આહાહા..! એમ નજર કરતાં નજરમાં સમ્યગ્દર્શન થાય છે અને એ સમ્યગ્દર્શનમાં નિઃશંકતા એવી આવે છે કે મને કર્મબંધન છે, એ ષ્ટિ છૂટી જાય છે. આહાહા..! આવું વસ્તુનું સ્વરૂપ છે. આ કાંઈ કોઈ પક્ષ ને પંથ નથી. આહાહા..! વસ્તુનું સ્વરૂપ જ આવું છે, પ્રભુ! આહા..!
‘મિથ્યાત્વાદિ...’ એટલે પાઠમાં ચાર શબ્દ છે ને? એટલે આ મિથ્યાત્વાદિ એટલે ચાર લેવા. આદિમાં મિથ્યાત્વ, અવ્રત, કષાય ને યોગ એમ લેવું. એ ચારેના ભાવોનો (તેને) અભાવ હોવાથી,...' દેખો! આહાહા..! અવ્રતનો, કષાયનો, યોગનો પણ જ્ઞાનીને અભાવ હોવાથી. આહા..! ઝીણી વાત છે, પ્રભુ! આ તો અંતરના માર્ગની વાતું. ત્રણલોકના નાથ તીર્થંકરોની દિવ્યધ્વનિમાં આવ્યું છે, બાપુ! આહાહા..! બહારથી એણે મરી જવું પડશે. અંદર જીવતો જાગતી જ્યોતને જો જગાડવો હોય તો. આહાહા..!
મુમુક્ષુ :– અનાદિનો પરાધીન છે ને.
ઉત્તર :– બહાર ઇન્દ્રિયના વિષય તો પરાધીન પુદ્ગલને જોના૨ છે. આંખથી પુદ્ગલ, ગંધથી પુદ્ગલ, રસથી પુદ્ગલ, સ્પર્શથી પુદ્ગલ, કાનથી પુદ્ગલ. આહાહા..! એ પણ ઇન્દ્રિયને આધીન થવાથી થાય છે. જ્ઞાન થાય છે પોતામાં પણ ઇન્દ્રિય આધીન થઈને પુદ્ગલનું જ્ઞાન થાય છે. એમાં આત્માનું (જ્ઞાન) નથી. આહા..! તેથી અહીં કહ્યું કે, ચાર ભાવનો તેને અભાવ